હોળાષ્ટકમાં કેમ નથી કરાતા શુભકાર્યો? જાણો હોળી પહેલાં બેસતા હોળાષ્ટક વિશેની પૌરાણિક કથા

ફાગણી પૂનમના દિવસે હોળી પર્વ મનાવવામાં આવે છે. હોળીનો દિવસ અતિ શુભ માનવામાં આવતો હોય છે. 29 માર્ચે દેશભરમાં હોળી મનાવવામાં આવશે. હોળીના 8 દિવસ પહેલા હોળાષ્ટક લાગે છે. હિન્દુ પરંપરા મુજબ હોળાષ્ટકમાં શુભકાર્યો કરી શકાતા નથી.

Updated By: Mar 19, 2021, 02:00 PM IST
હોળાષ્ટકમાં કેમ નથી કરાતા શુભકાર્યો? જાણો હોળી પહેલાં બેસતા હોળાષ્ટક વિશેની પૌરાણિક કથા

ઝી બ્યૂરો, અમદાવાદઃ ફાગણી પૂનમના દિવસે હોળી પર્વ મનાવવામાં આવે છે. હોળીનો દિવસ અતિ શુભ માનવામાં આવતો હોય છે. 29 માર્ચે દેશભરમાં હોળી મનાવવામાં આવશે. હોળીના 8 દિવસ પહેલા હોળાષ્ટક લાગે છે. હિન્દુ પરંપરા મુજબ હોળાષ્ટકમાં શુભકાર્યો કરી શકાતા નથી.

હોળાષ્ટક ક્યારે લાગશે?
જ્યોતિષોના મતે ફાગણ મહિનાના શુક્લ પક્ષની આઠમની તિથિથી લઈને હોળિકા દહન સુધીના સમયને હોળાષ્ટક લાગ્યા કહેવાય છે. બે શબ્દોને ભેગા કરીને હોળાષ્ટક શબ્દ બન્યો છે. હોળી અને અષ્ટક એટલે આંઠ દિવસનો પર્વ. આ વર્ષે હોળાષ્ટક રવિવાર એટલે 21 માર્ચથી શરૂ થશે જે 28 માર્ચ રવિવારે હોલિકાદહન બાદ પૂર્ણ થશે. હોળાષ્ટક દરમિયાન 8 દિવસોમાં લગ્ન, મુંડનની વિધિ, સગાઈ, સોનુ કે વાહનની ખરીદી કરવી સહિતના શુભ કાર્યો કરવામાં આવતી નથી. આ સિવાય બાળકોના નામકરણની વિધિ, જનોઈ સંસ્કાર સહિતના કાર્યો પણ નથી કરવામાં આવતા. હોળાષ્ટકમાં સારા કાર્યો ન કરવા પાછળ પૌરાણિક કથાઓ જોડાયેલી છે.

હોળી દરમિયાન આ કાર્યો નથી થતા
હોળાષ્ટક દરમિયાન 8 દિવસોમાં કોઈપણ પ્રકારના માંગલિક કાર્યો પર રોક લાગી જાય છે. નવા ઘરનું ભૂમિપૂજન કરવું, ગૃહ પ્રવેશ, નવો વ્યવસાય કરવા સહિતના કામો પણ હોળાષ્ટકના 8 દિવસોમાં કરવામાં આવતા નથી. ફાગણ મહિનો ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શિવજીની ભક્તિને સમર્પિત કરવાનો ગણાય છે. હોળાષ્ટકના 8 દિવસોમાં શ્રીકૃષ્ણ અને ભગવાન શિવની પૂજા કરવી શુભ મનાય છે.

Ripped Jeans Statement: ઉત્તરાખંડના CM તીરથની જેમ આ નેતાઓ પણ મહિલાઓ વિશે બોલી ચૂક્યા છે વિવાદિત બોલ

હોળાષ્ટકમાં શુભ કાર્ય ન થવા પાછળની પૌરાણિક કથા
એક માન્યતા અનુસાર કામદેવે ભગવાન શિવની તપસ્યા ભંગ કરી હતી. મહાદેવ રોષે ભરાયા અને તેમણે પ્રેમના દેવતા કામદેવને ફાગણ મહિનાની અષ્ટમી તિથિના દિવસે જ ભસ્મ કરી દીધા. કામદેવની પત્નીએ રતિએ ત્યારબાદ પિતને પુર્ન:જીવીત કરવા મહાદેવની આરાધના કરી. મહાદેવે રતિની આરાધના સ્વીકારી. ત્યારબાદ 8 દિવસ બાદ કામદેવનો જીવ પરત મળતા ભકતોએ રંગો સાથે ઉજવણી કરી.

આ આઠ દિવસ સુધી અને યાતનાઓમાંથી પસાર થયો હતો પ્રહલાદ
અન્ય એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. અષ્ટમીના દિવસથી ફાગણી પૂનમ સુધી હિરણ્યકશ્યપે તેમના વિષ્ણુ ભકત પુત્ર ભક્ત પ્રહલાદને ખૂબ પીડા આપી હતી. પ્રહલાદને મારવા માટે હિરણ્યકશ્યપે અનેક યોજનાઓ બની પરંતું તે નિષ્ફળ નીવડી. હિરણ્યકશ્યપની બહેન હોલિકા તેના ભાઈની મદદે આવી અને તેણે પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડ્યો. અને આગ પ્રગટાવી દીધી. હોલિકાને આગ ન સ્પર્શી શકે તેવું વરદાન હતું. જોકે, આ ઘટનામાં વિષ્ણુભકત પ્રહલાદનો જીવ બચી ગયો પરંતું હોલિકા સળગી ગઈ. પ્રહલાદને જે આઠ દિવસ યાતનાઓ વેઠવી પડી તે દિવસોને આ કારણથી અશુભ માનવામાં આવે છે.

Job Recruitment: નોકરીની શોધમાં છો? આ રહી જનરલ ઇન્શ્યોરન્સના 4 અલગ-અલગ વિભાગમાં જોડાવવાની ઉત્તમ તક

હોળાષ્ટકમાં શુભ કાર્ય ન કરવાનો જ્યોતિષોનો મત
જ્યોતિષોના મતે ફાગણ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિમાં ચંદ્રમા, નવમીએ સુર્ય, દશમીએ શનિ, એકાદશીએ શુક્ર, બારસનો ગુરુ, તેરસનો બુધ, ચતુર્દશીએ મંગળ અને પૂર્ણિમાંની તિથિએ રાહુ ઉગ્ર સ્વભાવે હોય છે. ત્યારે અન્ય ગ્રહો નિર્બળ હોવાના કારણે મનુષ્યની નિર્ણય લેવાની ક્ષમતા ક્ષીણ થઈ જાય છે. જો હોળાષ્ટકમાં ખોટા નિર્ણય લેવામાં આવે તો નુકસાન થવાની શક્યતા વધી જાય છે. જેની કુંડળીમાં ચંદ્રમા, વૃશ્રિક રાશિના જાતક અથવા ચંદ્ર છઠ્ઠા અથવા આંઠમાં ભાવમાં હોય તે લોકોને વધુ સતર્ક રહેવું પડે છે. હોળાષ્ટકમાં 8 ગ્રહો વિપરીત પ્રભાવ પાડે છે.

હોળિકા દહન કરવાનો સમય
હોળાષ્ટક- 21 માર્ચ થી 28 માર્ચ
હોળિકાદહન કરવાનો સમય- 28 માર્ચ, રવિવારે સાંજે 6.37 વાગ્યાથી 8.56 વાગ્યા સુધી
ધૂળેટી- 29 માર્ચ સોમવાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube