નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે કહ્યું કે, ભાજપ બંગાળ અંગે ભ્રામક અને ખોટા સમાચાર ફેલાવી રહ્યું છે. તૃણમુલ કોંગ્રેસ તેને પહોંચી વળવા માટે ડોર ટુ ડોર કેમ્પેઇન ચલાવશે. આ દરમિયાન તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)ના વડા મમતા બેનર્જીએ ઇવીએમ સામે પણ સવાલ ઉઠાવ્યા. તેણે દાવો કર્યો કે લોકશાહીને બચાવવી હોય તો ઇવીએમથી થતી ચૂંટણીઓ રદ્દ કરવી પડશે. જુની બેલેટ પદ્ધતીને ફરી અમલી બનાવવી પડશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે ઇવીએમની તપાસ માટે એક કમિટીની રચના પણ કરવામાં આવવી જોઇએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇંદિરા ગાંધીની પ્રતિમાને બુરખો પહેરાવાતા ચકચાર, કોંગ્રેસી કાર્યકરોનો હોબાળો
સમાચાર એજન્સી એએનઆઇનાં અનુસાર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે તૃણમુલ કોંગ્રેસનાં ધારાસભ્યો સાંસદો અને મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપનાં આક્રમક પ્રદર્શન ઉપરાંત તૃણમુલનાં નબળા પ્રદર્શન અંગે પણ ચર્ચા થઇ હતી. બંગાળમાં રાજકીય સ્થિતી અને તૃણમુલનાં નબળા પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવી. 


છુટાછેડાના આવા કિસ્સામાં પતિએ નહી ચુકવવું પડે ભરણપોષણ: કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
મહાગઠબંધનના છેલ્લા શ્વાસ, માયાવતીએ કહ્યું અખિલેશ પત્નીને પણ ન જીતાડી શક્યા
બીજી તરફ જય શ્રીરામનાં નારાથી મુખ્યમંત્રીની ચીડના કારણે ભાજપના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યા છે. બેનર્જીનાં આ ગુસ્સાને ભડકાવવા માટે ભાજપ કાર્યકરો દ્વારા વિવિધ તિકડમ કાઢવામાં આવી રહ્યા છે. આ જ કડીમાં પૂર્વ બર્દવાનનાં ખંડઘોષ વિસ્તારમાં ભાજપ દ્વારા આયોજીત રેલીમાં અનેક કાર્યકર્તાઓએ છાતી પર શ્રીરામ લખીને મમતાના વલણનો વિરોધ કર્યો હતો.