કોલકાતા : લોકસભા ચૂંટણીમાં પ્રદેશમાં સત્તાપક્ષમાં રહેલા તૃણમુલ કોંગ્રેસનું પ્રદર્શન ભારે નિરાશાજનક રહ્યું છે જ્યાં તેના સાંસદોની સંખ્યા વર્ષ 2104નાં 34ની તુલનાએ આ વખતે ઘટીને 22 રહી ગઇ છે. પાર્ટીનાં આ ખરાબ પ્રદર્શનનું હવે વિશ્લેષણ ચાલુ થઇ ચુક્યું છે. બીજી તરફ તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં મળેલા પરાજય અંગે રાજીનામાની રજુઆત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્યપ્રદેશના પૂર્વ CM શિવરાજસિંહ ચૌહાણનાં પિતાનું મુંબઇમાં નિધન

કોલકાતામાં આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં મમતા બેનર્જીએ કહ્યું કે, પાર્ટીની બેઠક ચાલુ થતા જ મે કહ્યું કે, હું પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે હવે કામ નથી કરવા માંગતી. તેમણે કહ્યું કે, કેન્દ્રીય શક્તિઓ અમારી વિરુદ્ધ કામ કરી રહી છે. ઇમરજન્સિની સમગ્ર દેશમાં તૈયારી છે. સમાજને હિંદુ મુસ્લિમમાં વહેંચવામાં આવી રહ્યા છે. અમે ચૂંટણી પંચને અનેક વખત ફરિયાદ કરી પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. 


LIVE: રાષ્ટ્રગાન સાથે BJP સંસદીય સમિતીની શરૂઆત, અમિત શાહે રજુ કર્યો પ્રસ્તાવ
રાહુલ ગાંધીએ ધર્યુ રાજીનામું, કોંગ્રેસના સભ્યોએ કહ્યું તમારી જરૂર છે


અત્રે ઉલ્લેખનીય છે કે, ટીએમસીનું મત્ત પ્રમાણ આ વખતે વધ્યું છે. તેણે 2014માં 39 ટકાની તુલનાએ આ વખતે 43 ટકા મત મળ્યા છે, પરંતુ તેઓ દક્ષિણ બંગાળનાં આદિવાસી બહુમતી જંગલમહલ અને ઉત્તરમાં ચાના બગીચાઓ વાળા ક્ષેત્રોમાં પોતાનો ગઢ બચાવવામાં નિષ્ફળ રહી. 


ચારે બાજુ મોદી મોદી...પણ મહારાષ્ટ્રના આ દિગ્ગજ નેતા ખુબ હતાશ, જોડાઈ શકે છે કોંગ્રેસમાં

ભાજપે રાજ્યની 42 લોકસભા સીટોમાંથી 18 પર જીત પ્રાપ્ત કરી છે અને તેનાં મતનું પ્રમાણ 2014નાં 17 ટકાની તુલનાએ આ વખતે 40.5 ટકા સુધી વધી ગયું. એટલે સુધી કે જે સીટો પર ટીએમસી જીતી ત્યાં ભાજપ બીજા નંબર પર રહ્યું. જ્યારે વામ દળની હિસ્સેદારી ત્રીજા સ્થાને રહી. હાલ ટીએમસી નેતૃત્વએ તે અંગે ચુપ્પી સાધેલી છે કારણ કે કેટલાક લોકોને રાજ્યમાં તેની સરકારની સ્થિરતા અંગે ચિંતા થઇ રહી છે.