જય શ્રીરામના નારાથી મને કોઇ સમસ્યા નહી, ભાજપે કર્યો રાજનીતિક ઉપયોગ: મમતાની સ્પષ્ટતા
મમતા બેનર્જીએ કહ્યું કે આ રાજનીતિક નારાઓને પરાણે થોપવામાં આવે તેનું સન્માન નથી કરતા
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં જય શ્રીરામના નારા મુદ્દે વધી રહેલા વિવાદ વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્પષ્ટતા કરી છે. મમતા બેનર્જીએ કહ્યું કે, તેમને કોઇ પણ રાજનીતિક દળ સામે કોઇ સમસ્યા નથી. તેમણે કહ્યું કે, તેઓ જય સીયારામ, જય રામજીકી જેવા ધાર્મિક નારા પાછળની ભાવના સમજે છે, પરંતુ ભાજપ જયશ્રી રામના નારાનો ઉપયોગ પાર્ટી સ્લોગન તરીકે કરી રહી છે અને આવા રાજનીતિક નારાઓને થોપવાના કોઇ પણ પ્રયાસને તેઓ સહન નહી કરે.
બંગાળ: નાસ્તિક વિદ્યાર્થીઓને કોલેજ ફોર્મમાં મળશે માનવતાનો નવો વિકલ્પ
એક લાંબી ફેસબુક પોસ્ટમાં મમતા બેનર્જીએ કહ્યું કે તે લોકોને જણાવવા માંગે છે કે ભાજપના સમર્થકો ફેક વીડિયો, ફેક ન્યૂઝ દ્વારા ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. જેમાં ભ્રમ ફેલાવાઇ રહ્યો છે અને સત્ય છુપાવાઇ રહ્યું છે. મમતા બેનર્જીએ કહ્યું કે, રાજા રામ મોહન રાયથી માંડીને વિદ્યાસાગર સુધી બંગાળ મહાન સમાજસુધારકોનું સ્થળ રહ્યું છે, પરંતુ ભાજપ પોતાની રણનીતિ દ્વારા બંગાળમાં નકારાત્મકતા ફેલાવી રહ્યા છે.
AAP સરકાર આપી શકે છે ગીફ્ટ, DTC બસો-મેટ્રોમાં મહિલાઓએ નહી ચુકવવું પડે ભાડુ
લોકસભા ચૂંટણી બાદ એક્શનમાં યોગી, ગોટાળા કરનારા અધિકારીઓ પર કડક કાર્યવાહી
મમતાએ કહ્યું કે, જો કોઇ પાર્ટી પોતાની રેલીઓમાં કોઇ ખાસ નારો લગાવે છે તો તેમને કોઇ સમસ્યા નથી. મમતાએ કહ્યું કે, અમે રાજનીતિક દળોનાં નારા જય હિંદ અને વંદે માતરમ છે, વામદળ ઇંકલાબ ઝિંદાબાદ કહે છે, અન્ય બાર્જીઓનાં બીજા નારા છે, અમે એકબીજાનું સન્માન કરીએ છીએ. ભાજપ પર ધર્મ અને રાજનીતિમાં ઘાલમેલ કરવાનો આરોપ લગાવતા મમતાએ આગળ લખ્યું કે, જય સિયા રામ, જય રામજીકી , રામ નામ સત્ય હૈ આ નારાઓનો ધાર્મિક અને સામાજિક અર્થ છે અમે આ ભાવનાઓનું સન્માન કરીએ છીએ, પરંતુ ભાજપ ધાર્મિક નારો જય શ્રી રામનો રાજનીતિક નારા તરીકે ઉપયોગ કરીને ધર્મ અને રાજનીતિનો ઉપયોગ કરી રહ્યા છે.