કલકત્તા: કોરોના (Corona) સંકટકાળમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો જરૂરિયાતમંદોને મફત રાશન વહેંચી રહી છે. તો બીજી તરફ પશ્વિમ બંગાળ સરકારની રાશન વિતરણ મુદ્દે ફરિયાદો આવી રહી છે. પશ્વિમ બંગાળના પૂર્વ વર્ધમાન વિસ્તારમાં મોટાભાગના લોકો રાશનમાંથી પ્લાસ્ટિક નિકળવાની ફરિયાદ કરી રહ્યા છે. આ વાતને લઇને લોકો સરકારથી નારાજ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી અનુસાર રાજ્ય સરકાર તરફથી વહેંચવામાં આવતા રાશનના આટામાં પ્લાસ્ટિક નિકળી રહ્યું છે. લોકોનું કહેવું છે કે અંજીર બાગાનની એક રાશન ડીલર સિક્કો લગાવીને રાશન વિતરણ કરી રહ્યો છે. જેમાં પણ પ્લાસ્ટિક જેવી વસ્તુઓ નિકળી રહી છે. 


રાશન ડિલર પર ગુસ્સો વ્યક્ત કરતાં લોકોએ કહ્યું કે લોટ ગુંદતી વખતે લોટમાં પ્લાસ્ટિક હોવાની સચ્ચાઇ સામે આવી. આ ઘટના એક ઘરમાં નહી પરંતુ સમગ્ર વિસ્તારમાં જોવા મળી છે. વિસ્તારમાં ડરનો માહોલ છે કે હવે લોકોને દુકાનમાંથી લોટ લેવાનું બંધ કરી દીધું છે. જેના લીધે ગરીબોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  


પૂર્વી વર્ધમાન જિલ્લા પરિષદના ખાદ્ય અધિકારી મહબૂબ મંડળે નિર્દેશ આપ્યા છે કે ગ્રાહકોને જલદીથી જલદી તે લોટને પરત આપી દે અને તે રાશન ડીલર પાસેથી અનાજ ન ખરીદવાની વાત કહી છે. તેમણે કહ્યું કે જો લોટની ક્વોલિટી ખરાબ નિકળી અથવા આ પ્રકારની ઘટના ફરીથી સર્જાઇ તો રાશન ડિલર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. મહબૂબે જણાવ્યું કે અત્યાર સુધી સરકારી રીતે તેની પાસે કોઇપણ ફરિયાદ પહોંચી નથી પર6તુ તેમની એક ફરિયાદ આવશે તો તે નક્કર પગલાં ભરશે. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube