બેંગ્લુરુ: ચંદ્રયાન-2 મિશન સાથે જોડાયેલા એક વરિષ્ઠ ઈસરો અધિકારીએ આજે કહ્યું કે ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)એ વિક્રમ લેન્ડર અને તેમાં રહેલા પ્રજ્ઞાન રોવરને કદાચ ગુમાવી દીધા છે. આ અગાઉ લેન્ડર જ્યારે ચંદ્રની સપાટી નજીક આવી રહ્યું હતું ત્યારે જ નિર્ધારીત સોફ્ટ લેન્ડિંગથી ગણતરીની મિનિટો પહેલા તેનો પૃથ્વી સ્થિત નિયંત્રણ કેન્દ્ર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ઈસરોના અધ્યક્ષ કે સિવને કહ્યું કે વિક્રમ લેન્ડર ચંદ્રમાની સપાટીથી 2.1 કિમીની ઊંચાઈ સુધી નિર્ધારીત રીતે ઉતરણ કરી રહ્યું હતું. ત્યારબાદ લેન્ડરનો ધરતી સાથેનો સંપર્ક તૂટી ગયો. આંકડાનું વિશ્લેષણ થઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'કોઈ પણ અડચણથી ISROની ઉડાણ અટકી શકે નહીં', વૈજ્ઞાનિકોના નામે PM મોદીના સંબોધનની 10 ખાસ વાતો


ચંદ્રયાન-2 મિશન સાથે નજીકથી સંકળાયેલા એક અધિકારીએ પીટીઆઈ-ભાષાને કહ્યું કે લેન્ડર સાથે કોઈ સંપર્ક નથી. તે લગભગ સમાપ્ત થઈ ગયું છે. કોઈ આશા નથી. લેન્ડર સાથે ફરીથી સંપર્ક સ્થાપિત કરવો ખુબ જ મુશ્કેલ છે. ચંદ્રયાન-2 મિશન હેઠળ મોકલાયેલા 1,471 કિગ્રા વજનનું લેન્ડર વિક્રમ ભારતનું પહેલું મિશન હતું જે સ્વદેશી ટેકનોલોજીની મદદથી ચંદ્ર પર અભ્યાસ માટે મોકલવામાં આવ્યું હતું. લેન્ડરનું આ નામ ભારતીય અંતરીક્ષ કાર્યક્રમના જનક ડો. વિક્રમ સારાભાઈના નામે રાખવામાં આવ્યું હતું. 


વિક્રમ લેન્ડર સાથે સંપર્ક ભલે તૂટ્યો, પરંતુ ચંદ્રયાન-2નું ઓર્બિટર છે કાર્યરત, કરશે 'આ' અદભૂત કામ


જો કે આ બાજુ એએનઆઈ મુજબ જ્યારે આ સવાલ ઈસરોના સાઈન્ટિસ્ટ દેવી પ્રસાદ કાર્નિકને પૂછવામાં આવ્યો તે તેમણે કહ્યું કે 'ડાટાનું વિશ્લેષણ થઈ રહ્યું છે. અમારી પાસે હજુ સુધી કોઈ રિઝલ્ટ નથી. તેમાં સમય લાગી રહ્યો છે. અમે નિશ્ચિત રીતે કશું કહી શકીએ નહીં.' લગભગ 47 દિવસની યાત્રા બાદ વિક્રમ લેન્ડર સાથે ઈસરોનો સંપર્ક તૂટ્યો છે.


VIDEO: ISRO ચીફ કે સિવન PM મોદીને ગળે મળીને રડી પડ્યા, પીએમ પણ થઈ ગયા ભાવુક


અત્રે જણાવવાનું કે અત્યાર સુધી માત્ર ત્રણ દેશો ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવવામાં સફળ નીવડ્યા છે. જેમાં અમેરિકા, રશિયા અને ચીન સામેલ છે. જો કે કોઈ પણ દેશ હજુ સુધી ચંદ્રના સાઉથ પોલ સુધી પહોંચી શક્યો નથી. 


(ઈનપુટ-પીટીઆઈ-ભાષા)


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...