વિક્રમ લેન્ડર સાથે સંપર્ક ભલે તૂટ્યો, પરંતુ ચંદ્રયાન-2નું ઓર્બિટર છે કાર્યરત, કરશે 'આ' અદભૂત કામ

ભલે વિક્રમ લેન્ડર સાથે સંપર્ક ખોરવાઈ ગયો પરંતુ ચંદ્રની કક્ષામાં રહેલા ચંદ્રયાન-2નું ઓર્બિટર એક વર્ષ સુધી ચંદ્રનો અભ્યાસ કરશે અને તેના રહસ્યો પરથી પડદો હટાવશે. તેનો ઉલ્લેખ પીએમ મોદીએ આજે પોતાના સંબોધનમાં પણ કર્યો. આ માટે તેમાં ખુબ જ શક્તિશાળી ઉપકરણ લાગેલા છે. 

Updated By: Sep 7, 2019, 10:27 AM IST
વિક્રમ લેન્ડર સાથે સંપર્ક ભલે તૂટ્યો, પરંતુ ચંદ્રયાન-2નું ઓર્બિટર છે કાર્યરત, કરશે 'આ' અદભૂત કામ

નવી દિલ્હી: ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે ચંદ્રયાન-2 મિશન હઠળ વિક્રમ લેન્ડરને પહોંચાડીને ઈતિહાસ રચ્યો છે. જો કે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના વૈજ્ઞાનિકોનો સંપર્ક ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી દૂર તૂટી ગયો. હવે વૈજ્ઞાનિકો તેના ડેટાનું વિશ્લેષણ કરી રહ્યાં છે. ભલે વિક્રમ લેન્ડર સાથે સંપર્ક ખોરવાઈ ગયો પરંતુ ચંદ્રની કક્ષામાં રહેલા ચંદ્રયાન-2નું ઓર્બિટર એક વર્ષ સુધી ચંદ્રનો અભ્યાસ કરશે અને તેના રહસ્યો પરથી પડદો હટાવશે. તેનો ઉલ્લેખ પીએમ મોદીએ આજે પોતાના સંબોધનમાં પણ કર્યો. આ માટે તેમાં ખુબ જ શક્તિશાળી ઉપકરણ લાગેલા છે. 

'કોઈ પણ અડચણથી ISROની ઉડાણ અટકી શકે નહીં', વૈજ્ઞાનિકોના નામે PM મોદીના સંબોધનની 10 ખાસ વાતો

આવું છે ઓર્બિટર

ઓર્બિટરનું વજન 2,379 કિગ્રામ અને વીજળી ઉત્પાદન ક્ષમતા 1,000 W છે. તેના મિશનની લાઈફ એક વર્ષની છે. સમગ્ર ચંદ્રયાન-2 મિશનમાં આ ઓર્બિટરની મહત્વની ભૂમિકા છે. તેના દ્વારા જ વિક્રમ લેન્ડર, પ્રજ્ઞાન રોવર અને ધરતી પર રહેલા ઈસરોના વૈજ્ઞાનિકો વચ્ચે સંપર્ક બની શકે. તે ચંદ્રની કક્ષામાં ભ્રમણ કરી રહ્યું છે. 

VIDEO: ISRO ચીફ કે સિવન PM મોદીને ગળે મળીને રડી પડ્યા, પીએમ પણ થઈ ગયા ભાવુક

આ ઓર્બિટર ચંદ્રની સપાટી પર રહેલા લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન દ્વારા મળેલી જાણકારીઓને ધરતી પરના વૈજ્ઞાનિકોને મોકલશે. જો કે હવે વિક્રમ લેન્ડર સાથે સંપર્ક તૂટી ગયો છે. પરંતુ ઈસરોના વૈજ્ઞાનિકોએ કે ક્રેશ થયું હોવાની આશંકા વ્યક્ત કરી નથી. તેમનું કહેવું છે કે તેના ડેટાનું વિશ્લેષણ થઈ રહ્યું છે. ચંદ્રયાન-2 મિશનનો 95 ટકા પેલોડ કાર્યરત છે. એટલે કે ઓર્બિટરના તમામ ઉપકરણ સુચારુ રીતે કામ કરી રહ્યાં છે. 

જુઓ LIVE TV

8 ઉપકરણોથી અભ્યાસ કરશે ઓર્બિટર 

1. ચંદ્રયાન-2 ઓર્બિટર પાસે ચંદ્રની કક્ષાથી ચંદ્ર પર શોધ  કરવા માટે 8 ઉપકરણ રહેશે. તેમાં ચંદ્રનું ડિજિટલ મોડલ તૈયાર કરવા માટે ટેરેન મેપિંગ કેમેરા-2 છે. 

2. ચંદ્રની સપાટી પર રહેલા તત્વોની તપાસ માટે તેમાં ચંદ્રયાન-2 લાર્જ એરિયા સોફ્ટ એક્સ રે સ્પેક્ટ્રોમીટર (ક્લાસ) છે. 

3. ક્લાસને સોલર એક્સ રે સ્પેક્ટ્રમ ઈનપુટ ઉપલબ્ધ કરાવવા માટે સોલર એક્સ રે મોનીટર છે. 

4. ચંદ્ર પર પાણીની હાજરીની તપાસ કરવા માટે ત્યાં હાજર મિનરલ્સ પર શોધ માટે તેમાં ઈમેજિંગ આઈઆર સ્પેક્ટ્રોમીટર છે. 

5. ચંદ્રના ધ્રુવોનું મેપિંગ કરવા અને સપાટી તથા સપાટીની નીચે જામેલા બરફની જાણકારી મેળવવા માટે તેમા જુઅલ  ફ્રીક્વન્સી સિન્થેટિક અપર્ચર રડાર છે. 

6. ચંદ્રની સપાટી ઉપર સંશોધન માટે તેમાં ચંદ્ર એટમોસફેયરિક કંપોઝિશન એક્સપ્લોરર-2 છે. 

7. ઓર્બિટર હાઈ રેઝોલ્યુશન કેમેરા દ્વારા આ હાઈ રેસ્ટોપોગ્રાફી મેપિંગ કરાશે. 

8. ચંદ્રના વાતાવરણના નીચલા સ્તરની તપાસ કરવા માટે ડુઅલ ફ્રીક્વન્સી રેડિયો ઉપકરણ છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...