નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીર(Jammu-Kashmir)થી કલમ 370 દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણયને 5 ઓગસ્ટના રોજ એક વર્ષ થઇ જશે. આ એક વર્ષમાં કાશ્મીરમાં કલમ 370 દૂર કરવાની અસર જોવા મળવા લાગી છે. કાશ્મીરમાં પહેલાંથી સ્થિત સારી થઇ છે. 5 ઓગસ્ટ 2019 બાદથી ઘાટીમાં હિંસાનો ઘટાડો આવ્યો છે. આતંકવાદ વિરૂદ્દહ મોટી સફળતા મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહ મંત્રાલયની રિપોર્ટના અનુસાર 370 દૂર થયા બાદ આતંકવાદની ઘટનાઓમાં લગભગ 36%નો ઘટાડો આવ્યો છે. ગત વર્ષે (જાન્યુઆરીથી 15 જુલાઇ સુધી) ઘાટીમાં કુલ 188 આતંકવાદી સાથે જોડાયેલી ઘટનાઓ થઇ હતી. તો બીજી તરફ આ વર્ષના સમયગાળામાં 120 આતંકવાદી ઘટનાઓ થઇ હતી. આ સમયગાળામાં 2019માં 126 આતંકવાદી મોતને ભેટ્યા હતા, જ્યારે આ વર્ષના સમયગાળામાં 136 આતંકવાદીઓનો ખાતમો થયો. ગત વર્સઃએ ઘાટીમાં 51 ગ્રેનેડ હુમલા થયા તો બીજી તરફ 15 જુલાઇ સુધી ગ્રેનેડ હુમલા થયા. 


રિપોર્ટનું માનીએ તો ગત વર્ષે કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં 23 સામાન્ય નાગરિકો મોતને ભેટ્યા જ્યારે 75 સુરક્ષાબળો જવાન શહીદ થયા. તો બીજી તરફ આ વર્ષે 22 સામાન્ય લોકો મોતને ભેટ્યા અને 35 જવાન શહીદ થયા. 


જો IED હુમલાની તુલના કરીએ તો આ સમયગાળામાં ગત વર્ષે 6 IED હુમલા થયા, તો બીજી તઅરફ 15 જુલાઇ સુધી ફક્ત 1 IED હુમલા થયા.  


આતંકવાદની કમર તોડી
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોતને ભેટેલા આતંકવાદીઓમાં 110 સ્થાનિક આતંકવાદીઓ હતા અને બાકી પાકિસ્તાનથી હતા. મોતને ભેટેલા આતંકવાદીઓ સૌથી વધુ 50થી વધુ આતંકવાદી હિજબુલ મુજાહિદ્દીનના હતા. લશ્કર અને જૈશ-એ-મોહમંદથી 20-20 આતંકવાદી મોતને ભેટ્યા. તો બીજી તરફ ISJK અને અંસાર ગજવાત-ઉલ-હિંદના 14 આતંકવાદી મોતને ભેટ્યા છે. 


આ એક વર્ષમાં સુરક્ષાબળોને મળેલી સફળતામાં હિજબુલ મુજાહિદ્દીનના કમાંડર રિયાઝ નાઇકૂ, લશ્કરના કમાંડર હૈદર, જૈશના કમાંડર કારી યાસિર અને અંસાર ગજવાત-ઉલ-હિંદના બુરહાન કોકા પણ મોતને ભેટ્યો. આ ઉપરાંત 22 આતંકવાદી અને લગભગ તેના 300 મદદગારની ધરપકડ કરવામાં આવી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube