નવી દિલ્હી : જી7 (ગ્રુપ ઓફ સેવન) નું 45મું શિખર સમ્મેલન ફ્રાંસના બિયારિત્જમાં આયોજીત થઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમિટમાં હિસ્સો લેવા માટે બિયારિત્જ પહોંચી ચુક્યા છે. સાત વિકસિત દેશોનાં આ સમુહ (G-7) ની બેઠકમાં ભારત વિશેષ આમંત્રિત સભ્ય છે. વડાપ્રધાન મોદી ફ્રાંસમાં 25 અને 26 ઓગષ્ટે પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગ, મહાસાગરો અને ડિજિટલ પરિવર્તનનાં સત્રોમાં ફ્રાંસના રાષ્ટ્રપતિના આમંત્રણ બાદ જી-7 શીખર સમ્મેલનમાં ભાગ લેશે. ભારત આ ગ્રુપનું સભ્ય નથી. જી-7 વિશ્વનાં સાત અમીર દેશોનો સમુહ છે જેમાં ફ્રાંસ, જર્મની, યુકે, ઇટાલી, અમેરિકા, કેનેડા અને જાપાનનો સમાવેશ થાય છે.
જમ્મુ કાશ્મીરના બદલાયેલા સંજોગો વચ્ચે આ યુવતિએ પ્રાપ્ત કર્યું મોટું લક્ષ્ય
શું કરે છે આ સમુહ
જી-7 વિશ્વની સાત સૌથી મોટી કથિત વિકસિત અને ઉન્નત અર્થવ્યવસ્થાવાળા દેશોનો સમુહ છે, જેમાં કેનેડા ફ્રાંસ, જર્મની, ઇટાલી, જાપાન બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે. તેને ગ્રુપ ઓફ સેવન પણ કહે છે. સમુહને કમ્યુનિટી ઓફ વેલ્યુઝ એટલે કે મુલ્યોના આદર કરનારા દેશો તરીકે ઓળખાય છે. સ્વતંત્રતા અને માનવાધિકારકની સુરક્ષા, લોકસાહી અને કાયદાના શાસન અને સમૃદ્ધિ અને સતત વિકાસ, તેના મુખ્ય સિદ્ધાંત છે. શરૂઆતમાં તે 6 દેશોનો સમુહ હતો. જેની પહેલી બેઠક 1975માં યોજાઇ હતી. આ બેઠકમાં વૈશ્વિક આર્થિક સંકટ સંભવિત સમાધારો અંગે વિચાર કરવામાં આવ્યો હતો. આવતા વર્ષે કેનેડા આ ગ્રુપમાં જોડાયું અને આ પ્રકારે જી 7 બન્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BJP નેતાઓનાં નિધન અંગે સાધ્વીએ કહ્યું વિપક્ષ કરે છે કાળા શક્તિઓનો પ્રયોગ
Live: કપિલ સિબ્બલે કહ્યું- ચિદમ્બરમ જામીનની દરેક શરત માનવા તૈયાર છે


જી7 ની જરૂર શી પડી
70નાં દશકમાં વિશ્વનાં અનેક દેશોને આર્થિક સંકટ વધ્યું. બે મોટા સંકટ ક્રુડ સંકટ અને ફિક્સ્ડ કરન્સી એક્સચેંજ રેટ્સ સિસ્ટમ બ્રેક ડાઉન હતા. 1975માં જી6ની પહેલી બેઠક આયોજીત થઇ. જેમાં આ આર્થિક સમસ્યાઓનાં સંભવિત સમાધાનો અંગે વિચાર કરવામાં આવ્યો. સભ્ય દેશોએ આંતરરાષ્ટ્રીય આર્થિક નીતિ પર સમજુતી કરી અને વૈશ્વિક આર્થિક મંદીને પહોંચી વળવા માટેના સમાધાન અને ઉપાયો કાઢ્યા. 


પૂર્વ PM મનમોહન સિંહની SPG સુરક્ષા હટાવાઈ, ચાલુ રહેશે Z પ્લસ સિક્યોરિટી
ચીન અને રશિયા જી7નો હિસ્સો કેમ નહી ? 
જી20 નો હિસ્સો છે પરંતુ જી 7માં નથી. ચીન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. તેમ છતા પણ જી7નો હિસ્સો નથી. જેનું કારણ છે કે ચીનમાં સૌથી વધારે વસ્તી છે અને પ્રતિ વ્યક્તિ આવક સંપત્તિ જી7 દેશોની તુલનાઓ ખુબ ઓછી છે. એવામાં ચીનને ઉન્નત અથવા વિકસિત અર્થવ્યવસ્થા માની શકાય નહી. રશિયામાં 2014 યુક્રેનનાં કાળા સાગરમાં આવેલા ક્રીમિયા પર કબ્જો કરી લીધો હતો. ત્યાર બાદ રશિયાને જી8માંથી હાંકી કાઢવામાં આવ્યું હતું. રશિયાનાં આ અતિક્રમણને આંતરરાષ્ટ્રીય સમુદાયે ક્યારે પણ માન્યતા નહોતી આપી. જી7 દેશોનું માનવું છે કે એવા કોઇ નિર્ણયનું સમર્થન નહી કરવામાં આવે જે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર યોગ્ય ન હોય.