જમ્મુ કાશ્મીરના બદલાયેલા સંજોગો વચ્ચે આ યુવતિએ પ્રાપ્ત કર્યું મોટું લક્ષ્ય

જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાની એક દીકરીએ ઇતિહાસ રચ્યો છે. જિલ્લાના ધનોર ગામની ઇરમિમ શમીમે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS)ની પ્રવેશ પરીક્ષા પાસ કરી ઐતિહાસિક લક્ષ્ય પ્રાપ્ત કર્યુ છે

જમ્મુ કાશ્મીરના બદલાયેલા સંજોગો વચ્ચે આ યુવતિએ પ્રાપ્ત કર્યું મોટું લક્ષ્ય

રાજૌરી: જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાની એક દીકરીએ ઇતિહાસ રચ્યો છે. જિલ્લાના ધનોર ગામની ઇરમિમ શમીમે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS)ની પ્રવેશ પરીક્ષા પાસ કરી ઐતિહાસિક લક્ષ્ય પ્રાપ્ત કર્યુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, એમ્સમાં એડમિશન લેનારા આ પહેલી ગુર્જર મહિલા છે. સરહદ જિલ્લાનું ધનોર ગામની રહેવાસી શમીમે બધી વિપરીત પરિસ્થિતિઓને હરાવી પ્રીમિયર ઈન્સ્ટીટ્યૂટમાં પ્રેવશ કરવા માટે સખત મહેનત કરી હતી.

તેને સ્કૂલ જવા માટે દરરોજ 10 કિલોમીટર ચાલીને જવુ પડતું હતું. કેમકે ગામની નજીક કોઇ સારી સ્કૂલ નથી. પછાત સમુદાયથી સંબંધ ધરાવનાર અને આર્થિક સંકટ સાથે સંઘર્ષ કરતી શમીમે તેના માર્ગમાં આવનારા તમામ પડકારોનો સામનો કર્યો છે.

તેણે કહ્યું કે, ‘બધાને તેમના જીવનમાં કોઇને કોઇ સમસ્યા છે. તમારે સંકટથી લડવું પડશે અને સફળતા નિશ્ચિત રૂપથી તમારી પાસે આવશે.’ પોતાની દીકરીની સફળતાથી પરિવારના લોકોમાં પણ ખુશીની લહેર છવાઇ છે. તેઓ ઇચ્છે છે કે, તેમની દીકરી એક સફળ ડોક્ટર બને અને જમ્મુ કાશ્મીર અને દેશના લોકોની સેવા કરે.

સમાચાર એજન્સી એએનઆઇ સાથે વાત કરતા શમીમના કાકા લિયાકત ચૌધરીએ તેની સફળતા પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે, છોકરીઓ પ્રદેશની આશા છે. તેમણે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરની છોકરીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર જીવનના દરેક ક્ષેત્રમાં તેમની પ્રતિભા દેખાડી છે.

જિલ્લા વિકાસ કાશ્મીર ઇજાઝ એજાઝ અસદે કહ્યું કે, શમીમની ઉપલબ્ધિની પ્રશંસા કરી અને કહ્યું કે, ભવિષ્યમાં તેના અભ્યાસ માટે જેટલી પણ મદદની આવશ્યકતા હશે તે કરવામાં આવશે. જણાવી દઇએ કે, કલમ 370 હટાવ્યા બાદ ધીરે ધીરે પરિસ્થિતિ સામાન્ય થઇ રહી છે. એક તરફ ધીરે ધીરે કાશ્મીર પાટા પર પરત આવી રહ્યું છે. તે વિસ્તારોમાંથી પ્રતિબંધ હટાવવામાં આવી રહ્યો છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news