Live: કપિલ સિબ્બલે કહ્યું- ચિદમ્બરમ જામીનની દરેક શરત માનવા તૈયાર છે

INX મીડિયા હેરાફેરી કેસમાં પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમે ઈડીની ધરપકડથી બચવા માટે અગોતરા જામીન અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કહી હતી. જેના પર સુનાવણી ચાલી રહી છે

Live: કપિલ સિબ્બલે કહ્યું- ચિદમ્બરમ જામીનની દરેક શરત માનવા તૈયાર છે

નવી દિલ્હી: INX મીડિયા હેરાફેરી કેસમાં પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમે ઈડીની ધરપકડથી બચવા માટે અગોતરા જામીન અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. જેના પર લંચ બાદ ફરી એકવાર સુનાવણી શરૂ થઇ ગઈ છે. ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલ સતત દલીલ કરી રહ્યાં છે. કપિલ સિબ્બલે કહ્યું કે, ચિદમ્બરમ જામીનની દરેક શરત માનવા તૈયાર છે. તેમને થોડા દિવસ આપો અને જુઓ કે તેઓ તપાસમાં સહયોગ આપી રહ્યાં છે કે નથી. જો કોર્ટને ભવિષ્યમાં કંઇક ખોટું લાગે છે, તો પછી કોર્ટ કસ્ટડીમાં કોઈપણ સમયે પૂછપરછની માંગ પર વિચાર કરી શકે છે.

કપિલ સિબ્બલે વધુમાં કહ્યું કે, દિલ્હી હાઈકોર્ટના નિર્ણયમાં લખેલી વાતો તે નોંધ લેવામાં આવી છે, જે ઇડી સીલબંધ કવરમાં આપી હતી. જો તેવું નથી, તો હાઈકોર્ટના જજને તે ક્યાંથી મળી. SG તુષાર મહેતાએ વિરોધ નોંધાવતા કહ્યું કે આ કેસ રેકોર્ડનો એક ભાગ છે. સિબ્બલે કહ્યું- તે રેકોર્ડ ક્યાં છે તે બતાવો.

લંચથી પહેલા સુનાવણીમાં સિબ્બલે કહ્યું, સીબીઆઇએ હાઇકોર્ટમાં એક નોટ જમા કરાવી જેના આધાર પર હાઇકોર્ટે ચુકાદો આપ્યો. મને તે નોટ વિશે કંઇ જણાવવામાં આવ્યું નથી જે એક ફોજદારી કાયદાના વિરોધમાં છે. કપિલ સિબ્બલે આરોપ લગાવ્યો કે ઇડીએ કાનૂની પ્રક્રિયા દ્વારા તપાસ હાથ ધરી નથી, ના કોઇ કેસ ડાયરી બનાવી અને ના કોઇ એવા દસ્તાવેજ રજૂ કર્યા છે જે આરોપીને વહેંચ્યા નથી. કપિલ સિબ્બલે આરોપ લગાવ્યો છે કે, ઈડીએ જે સોગંદનામું ફાઇલ કર્યું છે તે પહાલ જ મીડિયામાં રિલીઝ કરવામાં આવ્યું હતું. ઈડીના વકીલથી સોલીસિટર જનરલ તુષાર મહેતાએ વિરોધ કર્યો હતો.

કપિલ સિબ્બલે કહ્યું કે, 2017માં એફઆઇ થયા બાદથી તપાસમાં કંઇ થયું નથી. આ મીડિયા ટ્રાયલ થઇ રહી છે. ચિદમ્બરમ પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, તેમની ઘણી બધી પ્રોપર્ટી છે, જો એક પણ ખોટી પ્રોપર્ટી મળી જાય તો હું આ અરજી પરત ખેંચી લઇશ. સિબ્બલે કહ્યું ‘6 જુન 2019ના માત્ર એકવાર સીબીઆઇએ બોલાવ્યા હતા. આખી તપાસ જ બંધારણના આર્ટિકલ 21ની વિરૂદ્ધ છે. જે મને ન્યાયી તપાસ અને ન્યાયી સુનાવણીનો અધિકાર આપે છે. કપિલે કહ્યું કે ઈડીએ ચિદમ્બરમથી પૂછ્યુ કે શું તમારૂ કોઇ ટ્વિટર એકાઉન્ટ છે. જ્યારે ઈડીએ ત્રણ વખત ચિદમ્બરમને બોલાવ્યા તો ચિદમ્બરમથી પ્રોપર્ટી અને નકલી એકાઉન્ટ વિશે ક્યારે પુછ્યુ નથી.

ઇડીની સંપૂર્ણ તપાસને ગેરકાયદે ગણાવતા કપિલ સિબ્બલે કહ્યું કે તપાસ કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે ક્યારેય કરવામાં આવી ન હતી. જો સંપત્તિને ચિદમ્બરમની પૌત્રીની તરફેણ દસ્તાવેજ કરવાનો આરોપ ઇડીએ મૂક્યો તો તેના વિશે જ્યારે ચિદમ્બરમને બોલાવવામાં આવ્યા ત્યારે તેમને કેમ પૂછવામાં આવ્યું નહીં. જો પ્રોપર્ટી અને એકાઉન્ટનો આરોપના ડોક્યૂમેન્ટ ED પાસે છે તો આરોપી ચિદમ્બરમને EDની ધરપકડમાં લઇને પૂછવાનું શું બાકી છે.

આ અગાઉ ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે અગોતરા જામીન અરજી નામંજૂર કરી સીબીઆઇ દ્વારા કરવામાં આવેલા ધરપકડ મામલે હસ્તક્ષેપ કરવાથી ઇનકાર કર્યો છે. કોર્ટે ચિદમ્બરમને નિચલી કોર્ટમાં નિયમિત જામીન લાદવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું કે, અરજી અર્થહીન છે. સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો કે, ધરપકડ બાદ આ અરજીની કોઇ વાજબી ઠરાવે નહીં. ત્યારે ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે તેમની તરફથી વકીલાત કરતા કહ્યું કે, ‘જ્યારે હું સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે સતત પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે સીબીઆઈએ મારી ધરપકડ કરી હતી.’

કપિલ સિબ્બલે કહ્યું કે, INX મીડિયાને FIPBથી 4.2 કરોડની લોનની છૂટ હતી. જ્યારે 305 કરોડ આવ્યા, સીબીઆઇએ 2017માં FIR નોંધાવી જેના આધાર પર EDએ PMLAની સેક્શન-3, 4 અંતર્ગત ચિદમ્બરમની પ્રોપર્ટી અટેચ કરવાની શરૂ કરી દીધી હતી. માનવામાં આવે કે જો સીબીઆઇનો કેસ નામંજૂર કરવામાં આવે તો EDની આ કાર્યવાહીનું શું થશે. PMLA અંતર્ગત નોંધાયેલા કેસમાં જો સજા થયા છે તો 7 વર્ષની સજાની જોગવાઇ છે. તેના હિસાબથી કોઇ ધરપકડની જરૂરીયાત નથી. મને ધરપકડના 2 કલાક પહેલા તપાસમાં સામેલ થવા માટે નોટિસ મોકલવામાં આઆવી હતી.

આ કોંભાડથી જોડાયેલી મહત્વની જાણકારીઓ સીબીઆઇની પાસે દેશ નહીં પરંતુ વિદેશથી પણ આવવાની શરૂ થઇ ગઇ છે. કસ્ટડીમાં આવતા જ સીબીઆઇએ પાંચ દેશો યૂકે, મોરીશસ, સિંગાપુર, બરમૂડા, સ્વિટ્ઝરલેન્ડને LR એટલે લેટર રોગેટરી મોકલી હતી જેથી આ સમગ્ર કૌંભાડમાં મની ટ્રેલ વિશે જાણકારી મેળવી શકે. તેમાંથી કેટલાક દેશોએ મની ટ્રેલની જાણકારી મોકલવાની શરૂ કરી દીધી છે. આ મહત્વની જાણકારી પણ આજે સીબીઆઇ કોર્ટ સમક્ષ મુકવામાં આવી શકે છે. કે, વિદેશ ઇન્વેસ્ટમેન્ટના નામ પર 305 કરોડ રૂપિયાની રમક કાર્ચિ ચિદમ્બરમને કોઇ કોઇ દેશમાં સેલ્સ કંપનીઓમાં લગાવ્યા, સાથે જ કાર્તિ ચિદમ્બરમની પીએસની એક્સટર્નલ ડિસ્કમાંતથી મળ્યા 4 ઇનવોઇસ જમાં પૈસાની જાણકારી છે તો તે પણ મહત્વ છે. 4 દિવસમાં પી. ચિદમ્બરથી સીબીઆઇએ ઘણા સવાલ પૂછ્યા છે પરંતુ સીબીઆઇને મોટાભાગના સવાલોના ચિદમ્બરમે જવાબ આપ્યા નથી અથવા પ્રશ્નો ફેરવ્યા છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news