નવી દિલ્હીઃ H3N2 Deaths:ભારતમાં વાયરલ ફીવર (H3N2)ના કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ વાયરસને કારણે કર્ણાટક અને હરિયાણામાં 1-1 મોત પણ થયા છે. અત્યાર સુધી દેશમાં 90 કરતા વધુ કેસ સામે આવી ચુક્યા છે. તો દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 3 હજારથી વધી ગઈ છે. H3N2 વાયરસને કારણો મોતો બાદ આ સવાલ ઉઠવા લાગે છે કે શું વાયરલ તાવ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં કર્ણાટકના બેંગલુરૂમાં જે વ્યક્તિનું મોત થયું, તેની ઉંમર 82 વર્ષની હતી. ડોક્ટરોનું માનવું છે કે આવા લોકો જેની ઉંમર વધુ છે, કોઈ જૂની બીમારી છે, જેમ કે હ્રદયના દર્દી, કિડનીની બીમારી, બેકાબૂ ડાયાબિટીસ કે કોઈ અન્ય પ્રકારની આવી બીમારી, જેનાથી તેની ઇમ્યુન સિસ્ટમ નબળી થઈ ગઈ છે. તેવા લોકોએ H3N2 થી સાવધાન રહેવાની જરૂર છે. 


આ પણ વાંચોઃ ખેતરોમાં જાતે જ દોડાવે છે ટ્રેક્ટર, ઓર્ગેનિક ખેતીથી કરે છે કરોડોની કમાણી


આ લક્ષણો મૃતકમાં હતા
તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં મૃત્યુ પામેલા વ્યક્તિમાં શરદી, ઉધરસ અને ગળામાં દુખાવો જેવા લક્ષણો હતા. મૃત્યુ બાદ આરોગ્ય વિભાગની ટીમો અલુર અને આસપાસના વિસ્તારોમાં મેડિકલ ટેસ્ટ કરી રહી છે. લક્ષણો ધરાવતા લોકો પાસેથી સ્વેબ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને પરીક્ષણ માટે મોકલવામાં આવી રહ્યા છે. વિભાગે ઘણા રોગોથી પીડિત લોકો અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો પર નજર રાખવાની સૂચનાઓ આપી છે. લોકોમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે કે લક્ષણો જોતા જ જાતે દવા ન લો.


સૂત્રોએ કહ્યું કે, રાજ્યમાં એચ3એન2ના 50થી વધુ કેસ સામે આવ્યા છે અને માત્ર હસન જિલ્લામાં છ કેસની પુષ્ટિ થઈ છે. રાજ્ય સરકારે એક હાઈ લેવલ બેઠક કરી છે અને આ સંબંધમાં દિશા-નિર્દેશ પણ જારી કર્યાં છે. સ્વાસ્થ્ય મંત્રી ડો કે સુધાકરે કહ્યુ કે 15 વર્ષથી નાની ઉંમરના બાળકોને એચ3એન2 વેરિએન્ટનો સૌથી વધુ ખતરો છે. તે 60 વર્ષથી મોટી ઉંમરના લોકોને સંક્રમિત કરે છે. સુધાકરે સલાહ આપી કે ગર્ભવતી મહિલાઓએ પણ સાવધાન રહેવું જોઈએ. 


આ પણ વાંચોઃ દેશમાં બંધ થઈ જશે રાજધાની અને શતાબ્દી ટ્રેનો, રેલવેએ લીધો આ મોટો નિર્ણય


શું રસી રક્ષણ આપશે
કોરોના રસી અમુક અંશે H1N1 થી રક્ષણ આપે છે, પરંતુ H3N2 માટે ફ્લૂની રસી લગાવવાની સલાહ આપવામાં આવી રહી છે.


20 દિવસમાં કેસ ઘટી શકે છે
જો કે ડોકટરોનું માનવું છે કે આ વાયરસનો પ્રકોપ 15 થી 20 દિવસમાં ઓછો થઈ શકે છે, જ્યારે હવામાનમાં અચાનક બદલાવ બંધ થઈ જશે.


નિવારણની પદ્ધતિઓ શું છે?
નિષ્ણાતો કહે છે કે માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ H3N2 ને ઘણી હદ સુધી રોકી શકે છે. આ રોગનો ટેસ્ટ પણ કોરોના ટેસ્ટની જેમ જ કરવામાં આવે છે. નાક અને ગળામાંથી સેમ્પલ લેવામાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube