Indian Railways: દેશમાં બંધ થઈ જશે રાજધાની અને શતાબ્દી ટ્રેનો, રેલવેએ લીધો આ મોટો નિર્ણય

Indian Railways: આગામી સમયમાં 180 થી 260 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી સેમી-હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી ટ્રેનો દ્વારા બદલવામાં આવશે. ચેર કાર પછી, રેલ્વે મંત્રાલય આ વર્ષે સ્લીપર સુવિધા સાથે વંદે ભારત ટ્રેન ચલાવવાની તૈયારી કરી રહ્યું છે.
 

Indian Railways: દેશમાં બંધ થઈ જશે રાજધાની અને શતાબ્દી ટ્રેનો, રેલવેએ લીધો આ મોટો નિર્ણય

Indian Railways: રેલવેએ હવે નવી સુવિધાઓ વધારી છે. ભારતીય રેલ્વેએ મુસાફરોનો સમય બચાવવા માટે દેશભરમાં ટ્રેન નેટવર્કમાં ફેરફાર માટે સંપૂર્ણ બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ફેરફાર તબક્કાવાર કરવામાં આવશે. જો બધુ યોજના મુજબ રહ્યું તો આગામી સમયમાં 180 થી 260 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી સેમી-હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી ટ્રેનો દ્વારા બદલવામાં આવશે. ચેર કાર પછી, રેલ્વે મંત્રાલય આ વર્ષે સ્લીપર સુવિધા સાથે વંદે ભારત ટ્રેન ચલાવવાની તૈયારી કરી રહ્યું છે.

વંદે ભારત એક્સપ્રેસ એ ભારતની પ્રથમ સેમી-હાઈ-સ્પીડ ટ્રેન છે. જેને ભારતીય રેલવેની પેટાકંપની ચેન્નાઈમાં ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) દ્વારા વિકસિત અને ડિઝાઇન કરવામાં આવી છે. ટ્રેન આકર્ષક, આધુનિક અને સંપૂર્ણ વાતાનુકૂલિત છે, જેમાં મુસાફરો માટે વિશ્વ કક્ષાની સુવિધાઓ અને સેવાઓ છે. આગામી બે વર્ષમાં આ વર્ઝનની 400 ટ્રેનોને દેશના વિવિધ રૂટ પર ટ્રેક પર મૂકવામાં આવશે. રેલવેના જણાવ્યા અનુસાર વંદે ભારત એક્સપ્રેસના સ્લીપર વર્ઝનના કોચ એલ્યુમિનિયમના હશે અને તેને મહત્તમ 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે ડિઝાઇન કરવામાં આવશે.

No description available.આ ટ્રેનો શતાબ્દી-રાજધાની ટ્રેનોનું સ્થાન લેશે
રેલવેના જણાવ્યા અનુસાર ICF સહિત ઘણી કંપનીઓએ આ ટ્રેનો બનાવવામાં રસ દાખવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 400 ટ્રેનોમાંથી પ્રથમ 200 ચેર કાર ટ્રેન હશે અને બાકીની સ્લીપર વર્ઝન હશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ચેર કાર ટ્રેનને મહત્તમ 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે ડિઝાઇન કરવામાં આવશે અને વ્યાપારી હેતુઓ માટે 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. વાસ્તવમાં, વંદે ભારત ટ્રેનોનું ચેર કાર વર્ઝન ધીમે ધીમે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનોનું સ્થાન લેશે અને ટ્રેનનું સ્લીપર વર્ઝન રાજધાની એક્સપ્રેસ ટ્રેનોનું સ્થાન લેશે.

એક ડઝન શહેરોને ફાયદો થશે
વંદે ભારત ટ્રેન આ વર્ષના અંત સુધીમાં ભારતના ઘણા રાજ્યોમાં શરૂ થશે. PM મોદીએ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં મુંબઈ – સાંઈનગર શિરડી અને મુંબઈ – સોલાપુર વચ્ચેની સેમી હાઈ સ્પીડ ટ્રેન સેવાઓને લીલી ઝંડી બતાવી હતી. વંદે ભારત એક્સપ્રેસ રૂટની કુલ સંખ્યા 10 થઈ છે. નવી દિલ્હી-વારાણસી વંદે ભારત એક્સપ્રેસ, શ્રી માતા વૈષ્ણો દેવી કટરા (જમ્મુ-કાશ્મીર) વંદે ભારત એક્સપ્રેસ, ગાંધીનગર અને મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ, હિમાચલ પ્રદેશ વંદે ભારત એક્સપ્રેસ નવી દિલ્હીથી અંબ અંદૌરા, ચેન્નાઈ-મૈસુર વંદે ભારત એક્સપ્રેસ, નાગપુર -બિલાસપુર વંદે ભારત એક્સપ્રેસ વગેરે સામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news