જયેશ જોશી, અમદાવાદ: ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પછી હવે વિધાન પરિષદ ચૂંટણીની હલચલ તેજ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશમાં 9 એપ્રિલે વિધાન પરિષદની ચૂંટણી થશે અને 12 એપ્રિલે પરિણામ જાહેર કરવામાં આવશે. વિધાનસભા અને વિધાન પરિષદ ચૂંટણીમાં શું અંતર હોય છે. આ બંને સદનના સભ્યોને શું કહીને બોલાવવામાં આવે છે. MLA અને MLCમાં શું અંતર  હોય છે. બંનેનો કાર્યકાળ કેટલો હોય છે. બંને પર કઈ-કઈ જવાબદારીઓ હોય છે. આવા અનેક પ્રશ્ન આપણા મનમાં ત્યારે આવે છે જ્યારે આપણે વિધાન પરિષદની ચૂંટણી વિશે વાંચીએ છીએ. આ બંનેની વચ્ચેના ફરકને અમે આ એક્સપ્લેનર દ્વારા સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ  હવે Dual SIM Card ની નહીં પડે જરૂર, એક જ SIM થી આ રીતે ચલાવો બબ્બે ફોન નંબર!

MLA અને MLCમાં શું અંતર છે:
MLAનું ફૂલ ફોર્મ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી હોય છે. જ્યારે MLCનું ફૂલ ફોર્મ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ હોય છે. MLA કોઈ રાજ્યની વિધાનસભાના સભ્ય હોય છે. જ્યારે MLC કોઈ રાજ્યના વિધાન પરિષદના સભ્ય હોય છે. MLA તરીકે ચૂંટાવાની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ હોય છે. જ્યારે MLC ચૂંટાવાની ઓછામાં ઓછી ઉંમર 30 વર્ષ હોય છે. ધારાસભ્યની ચૂંટણી સીધી રીતે લોકો કરે છે. જ્યારે એમએલસીની ચૂંટણી અપ્રત્યક્ષ રીતે થાય છે. ધારાસભ્યનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. જ્યારે એમએલસીનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે.


કયા-કયા રાજ્યોમાં છે વિધાન પરિષદ:
દેશના તમામ રાજ્યોમાં વિધાનસભાનું અસ્તિત્વ છે. જ્યારે બીજી બાજુ દેશના 6 રાજ્યોમાં વિધાન પરિષદ છે. જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ  સાઉથની આ ફિલ્મોએ બચાવ્યું સલમાનનું કરિયર! રિમેક બનાવી કરી કરોડોની કમાણી

કેવી રીતે ચૂંટવામાં આવે છે વિધાન પરિષદના સભ્ય:
વિધાન પરિષદના સભ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી 30 વર્ષની હોવી જોઈએ. એક તૃતીયાંશ સભ્યોને ધારાસભ્ય ચૂંટે છે. તે સિવાય એક તૃતીયાંશ સભ્યોને નગર નિગમ, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને ક્ષેત્ર પંચાયતના સભ્ય ચૂંટે છે. જ્યારે 1/12 સભ્યને શિક્ષક અને 1/12 સભ્યોને રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ પસંદ કરે છે. યૂપીમાં વિધાન પરિષદની 100માંથી 38 સભ્યોને ધારાસભ્ય ચૂંટે છે. જ્યારે 36 સભ્યોને સ્થાનિક નિગમ ચૂંટણી ક્ષેત્ર અંતર્ગત  જિલ્લા પંચાયત સભ્ય, ક્ષેત્ર પંચાયત સભ્ય અને નગર નિગમ કે નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ ચૂંટે છે. 10 નોમિનેટેડ સભ્યોને રાજ્યપાલ નોમિનેટ કરે છે. તે સિવાય 8-8 સીટ શિક્ષક ચૂંટણી અને સ્નાતક ચૂંટણી વિસ્તારમાંથી આવે છે.

આ પણ વાંચોઃ  શાહરૂખે શર્ટ કાઢ્યોને મચલી ઉઠ્યું સલમાનની Ex.ભાભીનું મન! મલાઈકાથી ના રહેવાયું તો તેણે...

ધારાસભ્યને કેટલો પગાર મળે છે:
1. તેલંગાણા:
દેશનું તે રાજ્ય છે જ્યાં ધારાસભ્યોની સેલેરી અને પથ્થાને મળીને કુલ 2,50,000 રૂપિયા આવે છે. જોકે તેની સેલેરી માત્ર 20,000 રૂપિયા જ છે. પરંતુ ભથ્થા તરીકે તેમને 2,30,000 રૂપિયા મળે છે. એવામાં દર મહિને અહીંયા ધારાસભ્ય 2.5 લાખ રૂપિયાનો પગાર લઈને ઘરે જાય છે.


2. દિલ્લી:
દિલ્લીમાં ધારાસભ્યોને પગાર અને ભથ્થાં સહિત 2 લાખ 10,000 રૂપિયા મળે છે.


3. હિમાચલ પ્રદેશ:
ત્રીજા નંબર પર છે હિમાચલ પ્રદેશ. અહીંયા ધારાસભ્યોનો પગાર 55,000 રૂપિયા છે અને બધુ ભથ્થું મળીને 1,90,000 રૂપિયા ઘરે લઈ જાય છે.


4. હરિયાણા:
હરિયાણાના ધારાસભ્યોને દર મહિને 40,000 રૂપિયા પગાર અને બીજું ભથ્થું મળીને લગભગ 1,55,000 રૂપિયા મળે છે.


5. રાજસ્થાન:
અહીંયા ધારાસભ્યોનો પગાર 40,000 રૂપિયા અને ભથ્થાને મળીને તે દર મહિને 1,42,000 રૂપિયા ઘરે લઈ જાય છે.


6. બિહાર:
બિહારમાં ધારાસભ્યોનો પગાર 40,000 રૂપિયા છે. અને બધું ભથ્થું મળીને તે કુલ 1,30,000 રૂપિયા લઈ જાય છે


7. આંધ્ર પ્રદેશ:
આ રાજ્યમાં ધારાસભ્યોને પગાર તરીકે માત્ર 12,000 રૂપિયા મળે છે. પરંતુ તેમના ભથ્થાને મળીને કુલ 1,25,000 રૂપિયા ઘરે લઈ જાય છે.


8. ગુજરાત:
ગુજરાતમાં ધારાસભ્યોનો પગાર 78,800 રૂપિયા છે. ધારાસભ્યોનો પગાર અને ભથ્થું મળીને કુલ 1,16,316 રૂપિયા મળે છે.


9. ઉત્તર પ્રદેશ:
ઉત્તર પ્રદેશમાં પગાર તરીકે ધારાસભ્યને 25,000 રૂપિયાની સાથે 50,000 રૂપિયા વિધાનસભા ભથ્થું, 50,000 રૂપિયા સચિવાલય અને ઓફિસના ભથ્થા તરીકે 20,000 રૂપિયા મળે છે. એટલે તે 1 લાખ 65 હજાર રૂપિયા ઘરે લઈ જાય છે.


10. ઉત્તરાખંડ:
તેલંગાણા પછી નંબર આવે છે ઉત્તરાખંડનો. જ્યાં ધારાસભ્યોનો પગાર 30,000 અને ભથ્થું મળીને કુલ 1,98.000 રૂપિયા મળે છે.

આ પણ વાંચોઃ  આ બીજનું દૂધ સાથે સેવન કરવાથી બેડ પરની મજા થઈ જશે ડબલ! ખુશીથી ઝૂમી ઉઠશે પાર્ટનર

જ્યારે બીજા રાજ્યોની વાત કરીએ તો...
મધ્ય પ્રદેશમાં 2,10,000 રૂપિયા પગાર


મહારાષ્ટ્રમાં 1,60,000 રૂપિયા પગાર


ઝારખંડમાં 1,51,000 રૂપિયા પગાર


તમિલનાડુમાં 1,13,000 રૂપિયા પગાર


મણિપુરમાં 1,12,500 રૂપિયા પગાર


છત્તીસગઢમાં 1,10,000 રૂપિયા પગાર


પંજાબમાં 1,10,000 રૂપિયા પગાર


ગોવામાં 1,00,000 રૂપિયા પગાર


પુડુચેરીમાં 1,05,000 રૂપિયા પગાર


મિઝોરમમાં 65,000 રૂપિયા પગાર


કર્ણાટકમાં 63,500 રૂપિયા પગાર


અસમમાં 60,000 રૂપિયા પગાર


પશ્વિમ બંગાળમાં 52,000 રૂપિયા પગાર


સિક્કિમમાં 52,000 રૂપિયા પગાર


કેરળમાં 43,750 રૂપિયા પગાર


નાગાલેન્ડમાં 35,000 રૂપિયા પગાર


ઓડિશામાં 35,000 રૂપિયા પગાર


મેઘાલયમાં 27,750 રૂપિયા પગાર


અરુણાચલ પ્રદેશમાં 25,000 રૂપિયા પગાર


ત્રિપુરામાં 25,890 રૂપિયા પગાર મળે છે.  આ રાજ્યોના બીજા ભથ્થા વિશે કોઈ માહિતી મળી શકી નથી.


((Note: આ રાજ્યોના ધારાસભ્યોના પગારના આંકડા વિકિપીડિયા પર આધારિત છે.))

આ પણ વાંચોઃ  પુષ્પાના સામી-સામી સોંગ પર હોટ ડાન્સ કરીને આ ભોજપુરી હીરોઈને ગરમ કર્યું બજાર! ફિગર જોશો તો થઈ જશો ફિદા

MLCનો પગાર શું હોય છે:
MLCનો કાર્યકાળ 6 વર્ષ માટે હોય છે. અને તેમને મળનારો પગાર અને ભથ્થું વિધાનસભાના સભ્ય જેટલું હોય છે.


કેવી રીતે ચૂંટવામાં આવે છે ધારાસભ્ય:
5 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી થાય છે ત્યારે જે-તે રાજ્યના લોકો મતદાન કરે છે અને પોતાના વિસ્તારમાંથી ધારાસભ્યને ચૂંટીને વિધાનસભા મોકલે છે.

આ પણ વાંચોઃ  The Kashmir Files જોઈ કેમ રડી રહ્યો છે આખો દેશ? શું થયું હતું 19 જાન્યુઆરી 1990ની એ રાત્રે? હિંદુઓના દર્દની દાસ્તાન

વિધાન પરિષદની બેઠકનું ગણિત:
વિધાન પરિષદમાં એક નિશ્વિત સંખ્યાના સભ્ય હોય છે. વિધાનસભાના એક તૃતીયાંશથી વધારે સભ્ય વિધાન પરિષદમાં ન હોવા જોઈએ. ઉદાહરણ તરીકે ઉત્તર પ્રદેશ વિધાનસભાના 403 સભ્ય છે. તો યૂપી વિધાન પરિષદમાં 134થી વધારે સભ્ય હોઈ શકે  નહીં. તે સિવાય વિધાન પરિષદમાં ઓછામાં ઓછા 40 સભ્ય હોવા જરૂરી છે. જોકે એમએલસીનો દરજ્જો ધારાસભ્યની બરોબર હોય છે. યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહેલી ટર્મમાં એમએલસી બનીને મુખ્યમંત્રી બન્યા હતા. તો IAS ઓફિસર એ.કે. શર્માને પણ એમએલસી બનાવીને યૂપી કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ  પોલીસ સ્ટેશન નજીક રંગીન રિક્ષાઓમાં સેક્સનો ખેલ! પેસેન્જરને મોજ કરાવવા અંદર સવાર હોય છે સુંદરીઓ!


આ પણ વાંચોઃ  પહેલી જ મુલાકાતમાં બોયફ્રેન્ડને લઈને વેનિટી વેનમાં ચઢી ગઈ આ હોટ હીરોઈન! આખી રાત માણી સેક્સની મજા! જાણો આ કિસ્સો


આ પણ વાંચોઃ  સ્તન અને નિતંબ બતાવવાની હોડમાં હંમેશા બ્રા-પેન્ટીમાં જ દેખાય છે આ હીરોઈન! સોશિયલ મીડિયામાં ફરે છે ન્યૂડ ફોટા!


આ પણ વાંચોઃ  સલમાન ખાનની 'બહેન'ની હદ બહારની હોટ તસવીરો આવી સામે! ફોટા વાયરલ થતા જ ગરમ થઈ ગયું બજાર!


આ પણ વાંચોઃ લાઈટ બિલ બહુ આવે છે? આ ઉપાય પછી ગમે તેટલો 'પંખો ફાસ્ટ' કરીને વગાડો ડી.જે. લાઈફ થઈ જશે જિંગાલાલા!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube