સાઉથની આ ફિલ્મોએ બચાવ્યું સલમાનનું કરિયર! રિમેક બનાવી કરી કરોડોની કમાણી

સુપરસ્ટર સલમાન ખાનની ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. સલમાન ખાનની કેટલિક ફિલ્મોએ બોક્સ ઓફિસમાં રાજ કર્યો છે. અત્યાર સુધી તમે નહી જાણતા હોવો કે સલમાનને કેરિયર બનાવવા માટે સાઉથની ફિલ્મોએ કઈ રીતે સહારો આપ્યો છે..

સાઉથની આ ફિલ્મોએ બચાવ્યું સલમાનનું કરિયર! રિમેક બનાવી કરી કરોડોની કમાણી

નવી દિલ્લીઃ શું તમે જાણો છો, સાઉથની ફિલ્મોએ કઈ રીતે સલમાન ખાનના કેરિયરને સહારો આપ્યો.. આ ફિલ્મોના કારણે સલમાન બોલિવૂડ પર કરે છે રાજ. સુપરસ્ટર સલમાન ખાનની ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. સલમાન ખાનની કેટલિક ફિલ્મોએ બોક્સ ઓફિસમાં રાજ કર્યો છે. અત્યાર સુધી તમે નહી જાણતા હોવો કે સલમાનને કેરિયર બનાવવા માટે સાઉથની ફિલ્મોએ કઈ રીતે સહારો આપ્યો છે..
બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાને પોતાના એક્શનના અંદાજથી લોકોના દિલ જીત્યા છે.. સલમાન ખાનની તમામ ફિલ્મ જોવા માટે લોકો આતુરતાથી રાહ જોતા હોય છે.. હાલમાં સલમાન ખાને ફિલ્મ RRRના ખૂબ વખાણ કર્યા છે. સાથ તેમણે કહ્યું કેસ તેઓ હેરાન છે કે તેમની ફિલ્મ સાઉથમાં કેમ કમાલ કરતી નથી.. તમને જણાવી દઈએ કે, સલમાન ખાનને અહીયા પહોંચાડવામાં સાઉથની ફિલ્મનો મોટો રોલ છે.. અત્યાર સુધીમાં સલમાન ખાને ઘણી સાઉથની ફિલ્મની રિમેક હિન્દીમાં કરી છે.. સલમાનના ડૂબતા કેરિયરને સાઉથની ફિલ્મોએ સહારો આપ્યો તેમ કહી શકાય છે.. આ ફિલ્મોએ બોક્સ ઓફિસમાં કમાલ કરી બતાવ્યો છે..તેરે નામ-
સલમાન ખાનને એક ઉંચા સ્તર પહોંચાડવાની ફિલ્મ તેરે નામના નિર્દેશક સતિશ કૌશિક હતા. અને આ ફિલ્મ ત્યારે આવી હતી જ્યારે સલમાન ખાન ખત્મ થવાન આરે હતા.. અને આ સમયે જ સલમાન અને એશના રિલેશનનો પણ અંત આવ્યો હતો. અને તમિલ ફિલ્મ સેતુની હિન્દી રિમેક કરી સલમાનના ડૂબતા કેરિયરમાં જીવ ફૂંકાયો હતો. આજે પણ સલમાનના કેરિયરમાં આ ફિલ્મ સારી ફિલ્મ તરીકે માનવામાં આવે છે.વોન્ટેડ-
તેરે નામ બાદ વોન્ટેડ ફિલ્મે સલમાન માટે દવાની જેમ કામ કર્યુ. જેને સલમાનની જરૂરર હતી. આ ફિલ્મ બાદ સલમાન ખાને ક્યારેય પણ પાછળ જોયું નથી અને આ ફિલ્મમાં બતાવવામાં આવેલા એક્શને લોકોના દિલ જીત્યા હતા. ટેલિવૂડ સુપરસ્ટાર મહેશ બાબૂની તેલુગુ ફિલ્મ પોકારીની આ ફિલ્મ રિમેક હતીબોડીગાર્ડ-
સલામન અને કરીના કપૂરની ફિલ્મ બોડીગાર્ડે પણ બોક્સઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન બોડીગાર્ડનો રોલ કરતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ મલયાલમ ફિલ્મની રિમેક હતી. સિદ્દીએ નિર્દેશક કરેલી આ એક્શન રોમાન્ટિક ફિલ્મમાં દિલીપ અને નયનતારાએ કામ કર્યું હતુ. ત્યાર બાદ આ ફિલ્મને રિમેક કરી તમિલમાં બનાવાઈ હતી, જેનું નામ કાવલન હતુ.રેડી-
સલમાન અને અસિન અભિનીતની 2008માં આવેલી રેડી ફિલ્મ ચોથી રિમેક ફિલ્મ છે.. જેમાં રામ અને જેનેલિયા ડિસૂઝા હતા.. હિન્દી ફિલ્મ પહલા ફિલ્મને રાજકુમારે કન્નડમાં રામ તરીકે અને તમિલમાં ધનુષશ અને જેનેલિયા અભિનિતી ઉથામા પુથિરન તરીકે બનાવાઈ હતી. હિન્દીમાં અનીસ બજ્મી દ્વારા નિર્દેશિત અને T સિરીઝ દ્વારા નિર્મિત રેડી 2011માં બીજી વખત સૌથી મોટી ગ્રોસર બની હતી.નો એન્ટ્રી-
અનીસ બઝ્મીની નો ઓન્ટ્રી વર્ષ 2006માં સૌથી હિટ ફિલ્મ છે.. જેમા અનિલ કપૂર, ફરદીન ખાન, ઈશા દેઓલ, લારા દત્તા, સેલિના જેટલ જોવા મળ્યા હતા.. આ ફિલ્મ વર્ષ 2002ની તિલ ફિલ્મ ચાર્લી ચૈપલિનની રિમેક છે.. જેમા પ્રભુદેવા અને પ્રભુ ગણેશન જોવા મળ્યા હતા.કિક-
2014માં સલમાન ખાનની કિકને સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યૂસ કરી હતી. આ ફિલ્મે 300 કરોડ સુધીનો વેપાર કર્યો હતો. આ જ ટાઈટલથી 2009માં તેલુગુ ફિલ્મ બની હતી.. જેમાં રવિ તેજા મુખ્ય રોલ તરીકે જોવા મળ્યા હતા 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news