આ બીજનું દૂધ સાથે સેવન કરવાથી બેડ પરની મજા થઈ જશે ડબલ! ખુશીથી ઝૂમી ઉઠશે પાર્ટનર

લગ્નના તુરંત બાદ ઘણાં યંગ કપલ્સમાં રોમાન્સ ઓછો થઈ જતો હોય છે અથવા તો પ્રેમનો રસ ફિક્કો પડી જતો હોય છે. જેનું મુખ્ય કારણ છે પુરુષોમાં આવી જતી કમજોરી, શીઘ્ર સ્ખલન અને ત્યાર બાદ સહવાસમાં ઉભી થતી અરૂચિ. ખાન-પાનમાં ફેરફાર કરીને યોગ્ય આહાર લેવાથી અને લાઈફ સ્ટાઈલ બદલવાથી તેમાં હકારાત્મક પરિવર્તન આવે છે. જોકે, આ બધાની સાથે જ કેટલીક બાબતો આયુર્વેદ મુજબ ફોલો કરવાથી પણ ઘણી સમસ્યાઓનું સચોટ સમાધાન થઈ શકે છે. ત્યારે આપની એજ સમસ્યાનું નિરાકરણ દર્શાવવામાં આવ્યું છે. 

આ બીજનું દૂધ સાથે સેવન કરવાથી બેડ પરની મજા થઈ જશે ડબલ! ખુશીથી ઝૂમી ઉઠશે પાર્ટનર

નવી દિલ્લીઃ લગ્નના તુરંત બાદ ઘણાં યંગ કપલ્સમાં રોમાન્સ ઓછો થઈ જતો હોય છે અથવા તો પ્રેમનો રસ ફિક્કો પડી જતો હોય છે. જેનું મુખ્ય કારણ છે પુરુષોમાં આવી જતી કમજોરી, શીઘ્ર સ્ખલન અને ત્યાર બાદ સહવાસમાં ઉભી થતી અરૂચિ. ખાન-પાનમાં ફેરફાર કરીને યોગ્ય આહાર લેવાથી અને લાઈફ સ્ટાઈલ બદલવાથી તેમાં હકારાત્મક પરિવર્તન આવે છે. જોકે, આ બધાની સાથે જ કેટલીક બાબતો આયુર્વેદ મુજબ ફોલો કરવાથી પણ ઘણી સમસ્યાઓનું સચોટ સમાધાન થઈ શકે છે. એટલું જ નહીં તેનાથી બેડ પર પાર્ટનર સાથેની મજા પણ બમણી થઈ જશે. ત્યારે આપની એજ સમસ્યાનું નિરાકરણ દર્શાવવામાં આવ્યું છે. જોકે, કોઈપણ પ્રકારની દવા કે નુસખો અજમાવતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક બની રહે છે.

દૂધમાં હળદર અને અનેક પ્રકારના બીજ નાંખીને પીવાની સલાહ અપાય છે....જો કે આમ કરવાથી સ્વાસ્થયને ઘણાં લાભ પણ થાય છે...જેમાંથી એક છે કલૌંજી(નાઈજેલા બીજ). કલૌંજી વાળું દૂધ શરીર માટે ખૂબ ફાયદાકારક છે...આ કાળા રંગના બીજ એન્ટીઓક્સીડેન્ટ, કેલ્શિયમ, આયર્ન, કોપર, ફોસ્ફરસ અને ફોલિક એસિડથી ભરપૂર હોય છે.

કલૌંજી વાળું દૂધ પીવાના ફાયદા-
1- મર્દાના તાકાત વધશે-
કલૌંજી વાળું દૂધ પરિણીત પુરુષોની નબળાઇને દૂર કરે છે અને પ્રજનન ક્ષમતા વધારવામાં મદદરૂપ કરે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે સેક્સ લાઈફને સુધારે છે.

2- ઈમ્યુનિટી વધારશે-
કલૌંજી વાળું દૂધ તમારો સ્ટેમિના અને રોગપ્રતિકારક શક્તિ બંને માટે ખૂબ જ ફાયદાકારક છે. કલૌંજી વાળું દૂધ પીવાથી એનર્જી મળે છે. એન્ટીઑકિસડન્ટ ગુણધર્મોના કારણે રોગો સામે પણ રક્ષણ આપે છે.

3- વજન ઘટશે-
કલૌંજીનું દૂધ વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે મેટાબોલિઝમ વધારે છે અને તે પાચનમાં પણ મદદ કરે છે. જો તમને કબજિયાતની સમસ્યા છે તો તે પણ દૂર થઈ જશે.

4- સગર્ભા મહિલા માટે ફાયદારૂપ-
સગર્ભા સ્ત્રીઓને પણ કલૌંજીનું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. જેના કારણે મહિલાઓમાં લોહીની કમી થતી નથી.  ગર્ભાશયમાં ઉછરી રહેલા બાળકના હાડકાના વિકાસમાં પણ કલૌંજીનું દૂધ મદદ કરે છે.

(Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news