PM મોદીનાં શાસનનાં 1460 દિવસ પુરા, અચ્છે દિન અંગે શું છે નિષ્ણાતોનો મત
કાળાનાણા મુદ્દે કરવામાં આવેલી નોટબંધીનાં અંતમાં દેશની અર્થવ્યવસ્થાને જ નુકસાન પહોંચાડ્યું હતું
નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીનાં નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની પાસે 2019ની પરીક્ષાની પહેલા માત્ર એક જ વર્ષ બચ્યું છે. શું દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સારા દિવસોનાં વચનને થોડા ઘણા અંશે પણ પુરૂ કરી શક્યા છે ? અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાંતોનાં મતે ચાર વર્ષ પહેલા દેશનાં નાગરિકોએ સામાજિક - આર્થિક રાજનીતિક તમામ ક્ષેત્રોમાં સારા દિવસો આવશે તેવી આશાએ પોતાનો મત્ત આપ્યો હતો, જો કે જીએસટી અને નોટબંધી જેવા કેટલાક મજબુત સંરચનાત્કમ સુધારાનાં દાવા છતા જનતાને તે ખબર નહોતી કે આ સુધારો તેમનાં માટે કયા પ્રકારે સારો રહ્યો છે.
2017-18નાં ત્રીજા ત્રિમાસિકમાં ભારતની જીડીપીમાં 7.2 ટકાનો વધારો છતા પણ અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે કાળાનાણાનાં મુદ્દે નોટબંધી કરવા માટેનાં પગલાનાં અંતમાં દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
જેએનયુનાં પ્રોફેસર જ્યોતિ ઘોષે આપ્યું મંતવ્ય
જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (જેએનયુ)માં અર્થશાસ્ત્રનાં પ્રોફેસર જ્યોતી ઘોષે કહ્યું કે, નોટબંધી સરકારની એક ભયાનક ભુલ હતી, જેની ભરપાઇ સામાન્ય વ્યક્તિએ કરી હતી. તેણે બૈંકિંગ પ્રણાલીમાં લોકોનો વિશ્વાસ ઓછો કરી દીધો છે. કારણ કે રોકડ સંકટનાં સમયે તેને પોતાનાં પૈસાથી જ દુર રાખવામાં આવ્યા હતા. સંસ્થાઓ અને તેની નીતિઓનાં નિર્માણનાં સમયે વધારે મહેનત પડે છે, પરંતુ તેને બર્બાદ ખુબ જ સરળતાથી કરવામાં આવી શકે છે.
મોદી સરકારનાં નોટબંધીનાં નિર્ણય પર ઉઠ્યા સવાલો
મોદી સરકારે 8 નવેમ્બર, 2016નાં રોજ 1 હજાર રૂપિયા અને 500 રૂપિયાની નોટો પર અછાનક પ્રતિબંધ લગાવી દીધો હતો, જેમાં કુલ રોકડનાં 86 ટકા ચલણમાંથી હટાવી દેવામાં આવ્યા. બેંક ત્રણ દિવસ અને તમામ એટીએમ ખાલી. ત્યાર બાદ બેંકોએ આગળ લાંબી લાઇનો લાગવાની શરૂ થઇ ગઇ, પુત્રીનાં લગ્ન માટે પૈસા એકત્ર કરવા માટે પિતાએ વિવિધ બેંકોમાં ભટકવું પડ્યું. લગભગ સવા બસ્સો વૃદ્ધોનાં મૃત્યુ થયા પરંતુ વડાપ્રધાનનાં મોઢામાંથી સંવેદનાનો એક શબ્દ પણ નહોતો ઉચ્ચાર્યો.