નવી દિલ્હી: વેદ અને શાસ્ત્રોમાં જ્ઞાનની વાતોની સાથે સાથે રોજબરોજના જીવનમાં અને આદતો અંગે પણ માર્ગદર્શન કરવામાં આવ્યું છે. શાસ્ત્રો મુજબ વ્યક્તિનું દરેક કામ તેના જીવન પર અસર કરે છે. આથી આ ગ્રંથોમાં લોકોની ખાણી પીણી, રહેણી કરણી, વર્તન વ્યવહાર જેવા અનેક પહેલુંઓ પર વાત કરવામાં આવી છે. જે મુજબ સાંજે કેટલાક કામો કરવા વર્જિત છે. જો લોકો સૂર્યાસ્ત સમયે આ કામ કરે તો તેમને પૈસે ટકે નુકસાન થવાની ભીતિ રહે છે. આ સાથે જ સ્વાસ્થ્ય ઉપર પણ નકારાત્મક અસર પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

- સૂર્યાસ્ત સમયે ભૂલેચૂકે ભોજન ન કરો. મનુસંહિતા મુજબ આ સમયે ભોજન કરવાથી વ્યક્તિને આગામી જન્મમાં પશુ યોનિમાં જન્મ મળે છે. 
- સાંજના સમયે બીમાર લોકો અને બાળકો સિવાય કોઈ પણ સ્વસ્થ વ્યક્તિએ સૂવું જોઈએ નહીં. સાંજના સમયે સૂઈ જવાથી લક્ષ્મી દેવી નારાજ થઈ જાય છે. આ ઉપરાંત વ્યક્તિ બીમાર પણ થાય છે. 
- એજ રીતે સાંજના સમયે કોઈને પણ પૈસા ઉધાર આપવા જોઈએ નહીં. એવું કહેવાય છે કે આ સમયે ધન કોઈને આપવાથી લક્ષ્મી દેવી નારાજ થઈને ઘરમાંથી જતી રહે છે. 
- આ સમયનો ઉપયોગ ધ્યાન અને સાધનામાં કરો. કારણ કે સૂર્યાસ્ત દિવસ અને રાતનો સંધિકાળ હોય છે. આથી આ સમય ધ્યાન અને સાધનાનો સમય ગણાવવામાં આવ્યો છે. આ સમયે ભૂલેચૂકે શારીરિક સંબંધ ન બાંધવા. કારણ કે આ સમયે ગર્ભધારણ થાય તો સંતાન સંસ્કારી બનતું નથી અને પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. 
- સૂર્યાસ્ત સમયે અધ્યયનની જગ્યાએ ધ્યાન જ ધરો. શાસ્ત્રોમાં સાંજના સમયે વેદ અને શાસ્ત્રોનું અધ્યયન કરવાની મનાઈ ફરમાવી છે. આ સમય માત્ર ધ્યાન અને સાધના માટે જ હોવો જોઈએ. 


( ખાસ નોંધ- આ લેખમાં અપાયેલી સૂચના સામાન્ય જાણકારી અને માન્યતા પર આધારિત છે. ઝી ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી)