EXCLUSIVE: બરાબર મોદી-જિનપિંગની મુલાકાત વખતે જ પાકિસ્તાન કરશે મોટું મિસાઈલ પરીક્ષણ
ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)ના બે દિવસના ભારત પ્રવાસ દરમિયાન પાકિસ્તાન એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. ગુપ્ત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આજે જ્યારે ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ અને પીએમ મોદી મહાબલીપુરમમાં મુલાકાત કરશે ત્યારે તે જ સમયે પાકિસ્તાન એક મોટા મિસાઈલ ટેસ્ટની યોજનામાં છે. તે કરાચી પોર્ટ પાસે આ મિસાઈલ ટેસ્ટ કરવાનું છે.
નવી દિલ્હી: ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)ના બે દિવસના ભારત પ્રવાસ દરમિયાન પાકિસ્તાન એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. ગુપ્ત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આજે જ્યારે ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ અને પીએમ મોદી મહાબલીપુરમમાં મુલાકાત કરશે ત્યારે તે જ સમયે પાકિસ્તાન એક મોટા મિસાઈલ ટેસ્ટની યોજનામાં છે. તે કરાચી પોર્ટ પાસે આ મિસાઈલ ટેસ્ટ કરવાનું છે.
પીએમ મોદી અને શી જિનપિંગની મુલાકાત માટે મહાબલીપુરમની જ પસંદગી કેમ કરાઈ? રસપ્રદ છે કારણ
ઈન્ટેલિજન્સ એજન્સીઓએ સંકેત આપ્યા છે કે પાકિસ્તાન આ ટેસ્ટને સોનમિયાણી પરિક્ષણ રેન્જમાં કરવાની યોજના ઘડી રહ્યું છે. જે પાકિસ્તાનના દક્ષિણ પોર્ટ શહેર કરાચીથી 40 કિમી ઉત્તર પશ્ચિમમાં સ્થિત છે. આ અગાઉ ઓગસ્ટ માસમાં પાકિસ્તાને જમીનથી જમીન માર કરનારી બેલિસ્ટિક મિસાઈલ ગઝનવીનું પરીક્ષણ કર્યું હતું. ઈન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશન્સના ડાઈરેક્ટર જનરલ મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વીટ કરીને કહ્યું હતું કે પાકિસ્તાને બેલિસ્ટિક મિસાઈલ ગઝનવીનું જમીનથી જમીન પર ટ્રેનિંગ લોન્ચ કરવાનું સફળ પરીક્ષણ કર્યું.
જુઓ LIVE TV