Corona Update: સતત વધતા કેસ વચ્ચે WHOના નિવેદનથી ચિંતા વધી, `આ` દવાનો ઉપયોગ ન કરવા કહ્યું
કોરોના વાયરસ (Corona Virus) તહેવારોના ટાણે લોકોની બેદરકારીના લીધે વકરી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 45,882 દર્દીઓ નોંધાયા છે.આ બાજુ વિશ્વ આરોગ્ય સંગઠને એક ચિંતાજનક સમાચાર આપ્યા છે. WHO ની એક પેનલે કહ્યું કે ગિલિયડની દવા રેમડેસિવિર(Remdesivir) હોસ્પિટલમાં દાખલ થયેલા કોવિડ-19 દર્દીઓ માટે નથી, પછી ભલે તેઓ ગમે તેટલા બીમાર કેમ ન હોય.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) તહેવારોના ટાણે લોકોની બેદરકારીના લીધે વકરી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 45,882 દર્દીઓ નોંધાયા છે.આ બાજુ વિશ્વ આરોગ્ય સંગઠને એક ચિંતાજનક સમાચાર આપ્યા છે. WHO ની એક પેનલે કહ્યું કે ગિલિયડની દવા રેમડેસિવિર(Remdesivir) હોસ્પિટલમાં દાખલ થયેલા કોવિડ-19 દર્દીઓ માટે નથી, પછી ભલે તેઓ ગમે તેટલા બીમાર કેમ ન હોય.
કોરોના પર આ 3 બાળકોની અદભૂત સ્ટોરી, વૈજ્ઞાનિકો પણ માથું ખંજવાળી રહ્યા છે...આવું કઈ રીતે?
ભારતમાં કોરોનાની લેટેસ્ટ સ્થિતિ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં 45,882 નવા દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 4,43,794 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 84,28,410 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાના લીધે 584 દર્દીઓ જીવ ગુમાવ્યા છે. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,32,162 પર પહોંચ્યો છે.
ઓક્સફોર્ડની Coronavirus Vaccineએ આપ્યા સારા સમાચાર, વધુ ઉંમરના લોકો પર પણ અસરકારક
દવા માટે મોટો ઝટકો
આ ગાઈડલાઈન દવા માટે મોટો ઝટકો છે. રેમડેસિવિરે પ્રાથમિક પરીક્ષણ બાદ આ વર્ષે ઉનાળામાં કોવિડ-19 માટે સંભવિત પ્રભાવી ઉપચાર તરીકે દુનિયાભરમાં ધ્યાન આકર્ષિત કર્યું અને કેટલાક વાયદા પણ દેખાડ્યા હતા.
ઓક્ટોબરના અંતમાં ગિલિયડે પોતાના 2020ના Revenue forecastમાં કાપ મૂક્યો હતો અને રેમડેસિવિરના વેચાણની ભવિષ્યવાણીની અપેક્ષા ઓછી માગણી અને મુશ્કેલીઓનો હવાલો આપ્યો હતો. એન્ટીવાયરલ દવા દુનિયાભરમાં કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે અધિકૃત માત્ર બે દવાઓમાંથી એક છે. પરંતુ સોલિડેરિટી ટ્રાયલ તરીકે જાણીતા WHOના નેતૃત્વવાળા પરીક્ષણે ગત મહિને દેખાડ્યું હતું કે 28 દિવસના મૃત્યુદર કે લંબાઈ પર તેનો ઓછો કે કોઈ પ્રભાવ નહતો.
એક પથ્થર છાપરું ફાડીને ઘરમાં પડ્યો...અને આ યુવક બની ગયો રાતોરાત કરોડપતિ ,કિસ્સો જાણીને ચોંકશો
ટ્રમ્પની સારવારમાં થયો હતો ઉપયોગ
રેમડેસિવિર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ Donald Trump) ની કોરોના વાયરસના સંક્રમણની સારવાર માટે ઉપયોગમાં લેનારી દવાઓમાંથી એક હતી અને છેલ્લા અભ્યાસોમાં જોવા મળ્યું હતું કે આ દવા રિકવરીના સમયમાં કમી લાવતી હતી. આ દવા 50થી વધુ દેશોમાં કોવિડ-19 ઉપચાર તરીકે ઉપયોગમાં લેવા માટે અધિકૃત છે. ગિલિયડે સોલિડેરિટી ટ્રાયલના પરિણામો પર સવાલ ઉઠાવ્યા છે.
પ્રતાપગઢમાં ભયંકર અકસ્માત, બોલેરો કાર ટ્રકમાં ઘૂસી જતા 6 બાળકો સહિત 14 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ
રેમડેસિવિરથી રોગીઓ પર કોઈ સાર્થક પ્રભાવ નથી
WHOના દિશાનિર્દેશ વિકાસ સમૂહ (GDG) પેનલે કહ્યું કે તેની ભલામણ એક પુરાવાની સમીક્ષા પર આધારિત હતી. જેમાં કોવિડ-19ની સાથે હોસ્પિટલમાં દાખલ 7000થી વધુ દર્દીઓને સામેલ કરનારા ચાર International randomized trialsના ડેટા સામેલ હતા. પુરાવાની સમીક્ષા કર્યા બાદ પેનલે કહ્યું કે, એવું તારણ કાઢવામાં આવ્યું છે કે રેમડેસિવિરના રોગીઓ માટે મૃત્યુદર કે અન્ય મહત્વપૂર્ણ પરિણામો પર કોઈ સાર્થક પ્રભાવ નથી અને તે પ્રશાસન માટે મોંઘી અને જટિલ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube