કોરોના પર આ 3 બાળકોની અદભૂત સ્ટોરી, વૈજ્ઞાનિકો પણ માથું ખંજવાળી રહ્યા છે...આવું કઈ રીતે?

જે માતા પિતાને સતત પોતાના બાળકોની ચિંતા હોય છે કે તેમના બાળકો કોરોનાની ઝપેટમાં ન આવે તેમણે આ અહેવાલ ખાસ વાંચવાની જરૂર છે. 

કોરોના પર આ 3 બાળકોની અદભૂત સ્ટોરી, વૈજ્ઞાનિકો પણ માથું ખંજવાળી રહ્યા છે...આવું કઈ રીતે?

મેલબર્ન: કોરોનાને સમજવું હજું પણ એટલું સરળ નથી. આ સમાચાર તમને ચોક્કસપણે ચોંકાવી દેશે. કોરોના વિશે આપણે અત્યાર સુધીમાં જે પણ વાંચ્યું છે કે સમજ્યું છે કે મુજબ ઓસ્ટ્રેલિયામાં જે કેસ જોવા મળ્યો છે તે થોડો અલગ છે. મેલબર્નમાં કોવિડ પીડિત માતા પિતાના ત્રણ બાળકોની અંદર કોરોના વાયરસથી સંક્રમિત થયા વગર જ એન્ટીબોડી વિક્સિત થઈ ગઈ. 

'નેચર કમ્યુનિકેશન્સ'માં થયો ખુલાસો
સાયન્સ જર્નલ 'નેચર કમ્યુનિકેશન્સ'માં છપાયેલા એક લેખ મુજબ, સ્ટીડમાં જણાવ્યું છે કે બાળક વિષાણુની ઝપેટમાં આવ્યા વગર જ આ જીવલેણ સાર્સ સીઓવી-2ની પ્રતિકારક ક્ષમતા વિક્સિત કરી શકે છે. જેનાથી એ સંભાવના વધી જાય છે કે બાળકોની અંદર રહેલી રોગ પ્રતિકારક ક્ષમતા તેમને કોરોના સંક્રમણથી બચાવી શકે છે. 

રિપોર્ટમાં ક્લિનિકલ ફીચર્સ, વાયરોલોજી, લોંગીટ્યૂડીનલ સેલ્યુલર અને સાયટોકિન ઈમ્યુન પ્રોફાઈલ, સાર્સ Cov-2 સ્પેસિફિક સીરોલોજી અને કોવિડ-19થી સંક્રમિત માતા પિતાની એન્ટી બોડી રિસ્પોન્સ અંગે વિસ્તૃત જાણકારી આપી છે. જેમના ત્રણ બાળકોના કોરોના રિપોર્ટ સતત નેગેટિવ આવ્યા. 

રિપોર્ટમાં એમ પણ લખવામાં આવ્યું છે કે, 'કેસ સ્ટડી દરમિયાન, દર વખતે માતા પિતા અને તમામ બાળકોના સેલ્યુલર ઈમ્યુન પ્રોફાઈલ્સ અને સાઈટોકિન રિસ્પોન્સ એક જેવા જ હતા.' આ રિસર્ચ શિડાન તૌસીફ, મેલેની નીલેન્ડ, ડેવિડ પી બર્ગનર અને નાઈઝલ વી ક્રોફોર્ડના નેતૃત્વ હેઠળ થયો હતો. 

વયસ્કોની સરખામણીમાં, બાળકોમાં ગંભીર તીવ્ર શ્વસન સિન્ડ્રોમ કોરોના વયારસ મુખ્ય રીતે હળવા કે ઓછા લક્ષણોવાળો હોય છે. પરંતુ તેમનામાં રહેલી પ્રતિકારક ક્ષમતાનો જે ફરક હોય છે તે યોગ્ય રીતે સ્પષ્ટ થઈ શકતો નથી. 

માર્ચ 2020નો એક કેસ સ્ટડી
રિસર્ચર્સે એક એવા પરિવારનો અભ્યાસ કર્યો જે માર્ચ 2020માં એક અન્ય રાજ્યમાં આયોજિત લગ્ન સમારોહમાં ભાગ લઈને પાછો ફર્યો હતો. અહીં 47 વર્ષના પિતા અને 38 વર્ષના માતા પોતાના બાળકો વગર જ લગ્નમાં ગયા હતા. તેઓ ત્રણ દિવસ બાદ પાછા ફર્યા અને આવતા જ તેમને ઊધરસ, શરદી અને તાવે ઝપેટમાં લઈ લીધા. ત્યારબાદ લગભગ બે અઠવાડિયા સુધી શરીરમાં આળસ, અને માથાના દુ:ખાવાની ફરિયાદ રહેતી હતી. 

આ દરમિયાન સાતમા દિવસે તેમના સૌથી મોટા 9 વર્ષના બાળકમાં પણ થોડી ઊધરસ, ગળું ખરાબ, અને પેટદર્દના લક્ષણો જોવા મળ્યા. પછી 7 વર્ષના બીજા બાળકને પણ ઊધરસ અને શરદીએ પોતાની ઝપેટમાં લીધા. જો કે તેમનો 5 વર્ષનો સૌથી નાનો બાળક Asymptomatic એટલે કે કોરોનાના કોઈ લક્ષણ નહતા. 

આઠ દિવસ બાદ સંક્રમણનો ખુલાસો
અભ્યાસકર્તાઓએ જાણ્યું કે આ લક્ષણોના 8 દિવસ બાદ પરિવારને કોવિડ-19થી સંક્રમિત હોવાની જાણ થઈ, તેઓ જે લગ્નમાં ગયા હતા ત્યાથી કોરોના સંક્રમિત થઈને પાછા ફર્યા હતા. તે દિવસે માતા પિતા સાથે 3 બાળકોને પણNasopharryngeal swabs માટે લઈ ગયા. પરંતુ તપાસ દરમયાન ત્રણેય બાળકો કોવિડ નેગેટિવ આવ્યા. 

અશક્ય હતું ફિઝિકલ ડિસ્ટન્સિંગ
સ્ટડી મુજબ તે ઘરમાં શારીરિક અંતર બનાવવું શક્ય નહતું. સૌથી નાનો એટલે કે ત્રીજો બાળક તો માતા પિતા સાથે જ સૂતો હતો. બાકીના બે બાળકો પણ આખો દિવસ માતા પિતા સાથે જ રહેતા હતા. 

આ રીતે થયો ચમત્કાર
ચોંકાવનારી વાત એ રહી કે આખો પરિવાર કોઈ પણ મેડિકલ મદદ એટલે કે દવા વગર કોરોના સંક્રમણથી સંપૂર્ણ રીતે સાજો થઈ ગયો. સ્ટડીના લેખકના જણાવ્યાં મજબ ઊંડાઈપૂર્વક આ કેસમાં થયેલા સ્ડીમાં સાર્સ-સીઓવી2 ના સંપર્કમાં આવેલા બાળકોની પ્રતિકારક ક્ષમતા અંગે અનેક નવી જાણકારીઓનો ખુલાસો થયો છે. 

કોરોના પીડિત માતા પિતાની આટલી નજીક હોવા છતાં પીસીઆર ટેસ્ટમાં ત્રણેય બાળકો સતત કોવિડ 19 નેગેટિવ રહ્યા. સંક્રમણના લક્ષણ સુદ્ધા તેમની અંદર પેદા થયા નહીં અથવા તો એકદમ મામૂલી રહ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news