અમેરિકાથી કરોડોની નોકરી છોડીને આવેલા આ સાંસદનું પહેલું ભાષણ થયું વાઇરલ
લોકસભામાં ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રાનું પહેલુ જ ભાષણ ઇન્ટરેટ અને સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યું છે. પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરથી સાંસદ મહુઆએ પોતાનાં પહેલા ભાષણાં જે પ્રકારે સરકાર પર નિશાન સાધ્યું અને ફાસીવાદ મુદ્દે પોતાનું ભાષણ આપ્યું તે મુદ્દે દરેકબાજુ ચર્ચા થઇ રહી છે. જો કે મહુઆ 10 વર્ષ પહેલા સુધી એક બહુરાષ્ટ્રીય કંપની જેપી મોર્ગનમાં મોટા પદ પર કાર્યરત હતા અને અચાનક રાજનીતિમાં તેમની એન્ટ્રી થઇ ગઇ.
નવી દિલ્હી : લોકસભામાં ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રાનું પહેલુ જ ભાષણ ઇન્ટરેટ અને સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યું છે. પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરથી સાંસદ મહુઆએ પોતાનાં પહેલા ભાષણાં જે પ્રકારે સરકાર પર નિશાન સાધ્યું અને ફાસીવાદ મુદ્દે પોતાનું ભાષણ આપ્યું તે મુદ્દે દરેકબાજુ ચર્ચા થઇ રહી છે. જો કે મહુઆ 10 વર્ષ પહેલા સુધી એક બહુરાષ્ટ્રીય કંપની જેપી મોર્ગનમાં મોટા પદ પર કાર્યરત હતા અને અચાનક રાજનીતિમાં તેમની એન્ટ્રી થઇ ગઇ.
મોદી સરકાર માટે રાજ્યસભામાં પણ આવશે 'અચ્છે દિન', જાણો રાજકીય સમીકરણો
વર્ષ 2008માં બેંકરની નોકરી છોડ્યા બાદ મહુઆ મોઇત્રાએ કોંગ્રેસ પાર્ટી જોઇન કરી અને રાહુલ ગાંધીના મિશન આમ આદમીના સિપાહી સાથે જોડાઇ ગયા હતા. ત્યાર બાદ તેમણે યુથ કોંગ્રેસમાં પણ થોડા દિવસ કામ કર્યું. જો કે બંગાળમાં કોંગ્રેસની સ્થિતીને જોતા તેમણે કોંગ્રેસ છોડીને મતતા બેનર્જીની પાર્ટી ટીએમસી સાથે જોડાઇ ગયા. પહેલીવાર 2016માં તેઓ કરીમપુર વિધાનસભાથી ટીએમસી ધારાસભ્ય તરીકે ચુંટાયા.
દેશમાં 1 કરોડ મકાનોની માંગ, મોદી સરકાર 2022 સુધીમાં તમામને આપશે ઘર
મોદી સરકાર 'રોજગાર' માટે લાવશે પાવરફુલ બિલ, લાખો બેરોજગારોને મળશે સરકારી નોકરી
ધારાસભ્ય તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ મહુઆ આ ચૂંટણીમાં સાંસદ બનીને દિલ્હીની રાજનીતિમાં દાખલ થયા. મહુઆનું શરૂઆતી જીવન અસમ અને કોલકાતામાં વિત્યું પરંતુ 15 વર્ષની ઉંમરમાં પોતાનાં પરિવારની સાથે અમેરિકા શિફ્ટ થઇ ગયા. ત્યાર બાદ અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવા અને ન્યુયોર્કમાં બેંકરની નોકરી ચાલુ કરી દીધી. જો કે ત્યાર બાદ તેમણે રાજનીતિમાં આવવાની તૈયાર કરી. પોતાની નોકરી છોડીને તેઓ ભારત આવી ગયા.
કેન્દ્રએ આપ્યો દિલ્હી સરકારને મોટો ઝટકો, મેટ્રોમાં મહિલાઓની નિ:શુલ્ક યાત્રાનો પ્રસ્તાવ કર્યો રદ
લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન મહુઆએ મોદી સરકાર પર નિશાન સાધ્યું. તેમમે કહ્યું કે, આજ સંવિધાન ખતરામાં છે, તમે તે વાત માનવાનો ઇન્કાર કરી શકો છો અને કહી શકો છો કે અચ્છે દિન આવી ગયા છે. પરંતુ જો આંખો ખોલીને જોશો તો તે ખતરાના સંકેતો છે. મહુઆએ પોતાનાં ભાષણમાં ફાસીવાદના સંકેતો તરફ ઇશારો કરતા કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યો.
મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: દૂધની ખાલી થેલીના પણ ગ્રાહકોને મળશે પૈસા...
ટીએમસી સાંસદે પોતાના સંબોધનમાં રાધારીસિંહ દિનકર, શાયર રાહત ઇંદોરી અને સ્વતંત્રતા સેનાની મૌલાના આઝાદનો ઉલ્લે્ખ કરતા તેમની પંક્તિઓને સદનમાં દોહરાવ્યું, રાહત ઇંદોરીના શેરનો ઉલ્લેખ કરતા મહુઆએ કહ્યું કે, કોઇનાં બાપનું હિન્દુસ્તાન થોડુ છે. મહુઆએ પોતાનાં ભાષણમાં ભાજપને જીતની શુભકામના પાઠવી હતી પરંતુ ત્યાર બાદ કહયું કે, ચૂંટણી મુદ્દાઓ પર નહી પરંતુ વ્હોટ્સએપ પર ફેક ન્યુઝ દ્વારા લડાઇ હતી. તેમણે મોબ લિન્ચિંગથી માંડીને નાગરિકતા સંશોધન બિલ, બેરોજગારીનો ઉલ્લેખ પોતાનાં ભાષણમાં કર્યો, સાથે જ કહ્યું કે, દેશમાં આજે ડરનું વાતાવરણ છે.
ફરીદાબાદ: હરિયાણાના કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરીની ગોળી મારી હત્યા
ટીએમસી સાંસદે કહ્યું કે, દેશમાં હેટ ક્રાઇમની ઘટનાઓ વધી છે. પહલુ ખાનથી માંડીને ઝારખંડમાં તબરેજની હત્યા પરથી સ્પષ્ટ થાય છે કે ધોળા દિવસે લોકોની મોબ લિન્ચિંગ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, આજે સેનાની ઉપલબ્ધિનો શ્રેય માત્ર એક વ્યક્તિને આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, દેશણાં આતંકની ઘટનાઓ વધી છે અને આપણા જવાનોની શહાદત પણ પહેલા કરતા વધારે થઇ છે. તેમણે કહ્યું કે, સમગ્ર દેશ 2.77 એકરની રામજન્મભુમિ મુદ્દે ચિંતિત છે પરંતુ આપણે સમગ્ર દેશની 80 કરોડ એકર જમીનની ફિકર કરવી જોઇએ.