દેહરાદૂનઃ પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી હશે. શનિવારે તેમને ભાજપ ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. એક દિવસ પહેલા તીરથ સિંગ રાવતે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું હતું. ધામી ખટીમાથી ધારાસભ્ય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તરાખંડના અત્યાર સુધીના સૌથી યુવા મુખ્યમંત્રી
પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડના 11માં મુખ્યમંત્રી હશે. 45 વર્ષીય ધામી પ્રદેશના અત્યાર સુધીના સૌથી યુવા મુખ્યમંત્રી હશે. પુષ્કર સિંહ ધામીનો જન્મ 16 સપ્ટેમ્બર 1975ના રોજ ખાતીમામાં થયો હતો. 


ભાજપ યુવા મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ રહી ચુક્યા છે
તેઓ ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ રહી ચુક્યા છે. ભાજપના યુવા કાર્યકર્તાઓ પર તેમની સારી પકડ માનવામાં આવે છે. તેમને મુખ્યમંત્રી બનાવવા પાછળ ભાજપની એક રણનીતિ યુવા મતદાતાઓને પોતાના પક્ષમાં કરવાની હોઈ શકે છે. 


આ પણ વાંચોઃ ઉત્તરાખંડમાંથી મળ્યો દુર્લભ પ્રજાતિનો ઝેરીલો સાપ, જે 6 હજાર ફૂટ ઊંચાઈ પર રહેવાનું પસંદ કરે છે!


ખટીમાથી સતત બીજીવાર ધારાસભ્ય
ધામી ઉધમસિંહ નગર જિલ્લાની ખટીમા વિધાનસભા સીટથી સતત બીજીવાર ધારાસભ્ય બન્યા છે. 


ભગતસિંહ કોશ્યારીના નજીકના
ધામીને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ભગત સિંહ કોશ્યારીના નજીકના માનવામાં આવે છે. કોશ્યારી હાલ સક્રિય રાજનીતિમાં છે અને તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. 


બીજીવાર ધારાસભ્યથી મુખ્યમંત્રીની ખુરશી સુધી
પુષ્કર સિંહ ધામી 2012માં પ્રથમવાર ખટીમા સીટથી ધારાસભ્ય બન્યા હતા. તેમણે ત્યારે કોંગ્રેસના દેવેન્દ્ર ચંદને આશરે 5 હજાર મતોના અંતરથી હરાવ્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ધામીએ ખટીમાથી સતત બીજીવાર જીત મેળવી હતી. આ વખતે તેમણે કોંગ્રેસના ભુવન ચંદ્ર કાપડીને 3 હજારના મતે હરાવ્યા હતા. હવે તેઓ રાજ્યના 11માં મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube