Uttarakhand માંથી મળ્યો દુર્લભ પ્રજાતિનો ઝેરીલો સાપ, જે 6 હજાર ફૂટ ઊંચાઈ પર રહેવાનું પસંદ કરે છે!
આપણા દેશ (India) માં આમ તો સાપ (Snake) ની 270 પ્રજાતિઓ છે અને તેમાંથી 50 પ્રજાતિઓમાં જ ઝેરીલા સાપ જોવા મળે છે.
Trending Photos
દહેરાદૂન: આ સાપનું નામ બ્લેક બેલીડ કોરલ (Black-Bellied Coral Snake) છે. આ પહેલાં આ દુર્લભ પ્રજાતિનો સાપ 2019માં નૈનિતાલમાંથી મળ્યો હતો પણ એ મૃત અવસ્થામાં હતો. આ વખતે પહેલીવાર દુર્લભ પ્રજાતિનો ઝેરીલો સાપ જીવતો મળ્યો છે. ભારતીય વન્યજીવ સંસ્થા (WWI)ના સરીસૃપ વૈજ્ઞાનિકોએ આ સાપ (Snake) ને શોધી કાઢ્યો છે.
દુર્લભ પ્રજાતિનો ઝેરીલો સાપ
આ સાપ મસૂરી (Mussoorie) ના વન્યજીવ અભયારણ્ય પાસે ભદ્રરાજ મંદિર નજીક 6233 ફૂટ ઊંચાઈએ પહાડ પર રહે છે. આ પહેલાં બ્લેક બેલીડ કોરલ (Black-Bellied Coral Snake) નામનો દુર્લભ પ્રજાતિનો ઝેરીલો સાપ જે મૃત હાલતમાં મળ્યો હતો તે 3608 ફૂટ ઊંચાઈવાળા પર્વત પરથી મળ્યો હતો. આ દુર્લભ પ્રજાતિના ઝેરીલા સાપની સૌથી પહેલી શોધ અંગ્રેજ સરીસૃપ વૈજ્ઞાનિક કર્નલ ફ્રેંકવાલે કરી હતી. હવે આવો જીવતો સાપ (Snake) ભારતના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો છે.
ભારતનો સૌથી ઝેરીલો સાપ છે ઈન્ડિયન ક્રેટ
આપણા દેશ (India) માં આમ તો સાપ (Snake) ની 270 પ્રજાતિઓ છે અને તેમાંથી 50 પ્રજાતિઓમાં જ ઝેરીલા સાપ જોવા મળે છે. આમાંથી પણ 6 પ્રકારના સાપ સૌથી વધુ ઘાતક અને ઝેરીલા છે. સૌથી વધુ ઝેરીલો સાપ છે ઈન્ડિયન ક્રેટ. દેશનાં ગાઢ જંગલો તેને રહેવા માટે ખૂબ માફક આવે છે. નેચર ડોટ કોમના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં દર વર્ષે સરેરાશ 45,900 લોકોનાં સાપ કરડવાથી મૃત્યુ થાય છે. આમાં આપણા ગુજરાત (Gujarat) ના ખેડૂતો પણ હોય છે, જે રાત્રે ખેતરમાં પાણી વાળવા જાય ત્યારે સાપ કરડતાં અકાળે મૃત્યુ પામે છે અને દુનિયામાં દર વર્ષે મહત્તમ 1 લાખ 38 હજાર લોકોનાં ઝેરી સાપ કરડવાથી મૃત્યુ થાય છે.
આ છે દુનિયાનો સૌથી ઝેરીલો સાપ
વિશ્વના સૌથી ઝેરીલા સાપનું નામ કાળા પટા ધરાવતો સી સ્નેક (Belcher’s Sea Snake) છે. સમુદ્રમાં રહેતા આ પ્રજાતિના ઝેરીલા સાપ દક્ષિણ-પૂર્વ એશિયા અને ઉત્તર ઑસ્ટ્રેલિયા (Austrelia) માં જોવા મળે છે. તેના ઝેરના એક ટીપામાંથી એક હજાર લોકોનાં મૃત્યુ થઈ શકે છે. સમુદ્રમાં માછીમારી કરતા માછીઓ માછલી (Fish) પકડતી વખતે દુનિયાના આ સૌથી ઝેરીલા સાપનો શિકાર બને છે.
સાપ વિશે આ પણ જાણો
ગુજરાતી ભાષાના જ્ઞાનકોશ ભગવદ્ગોમંડલમાં નોંધ્યા પ્રમાણે, 'દુનિયાના 80 ટકા સાપ તદ્દન ઝેર વગરના છે. એવા સાપ કરડેલા માણસો જાતજાતની નકામી દવાથી સાજા થાય છે. તેથી ઉતારનારા એમ જ સમજે છે કે, એ પરિણામ તેની દવાથી જ આવ્યું.' ઝેરી સાપ માણસને કરડે તો તેનું મૃત્યુ થાય છે પરંતુ સાપનું મૃત્યુ પણ માણસના હાથે થાય છે. ગુજરાતી ભાષાના જ્ઞાનકોશ ભગવદ્ગોમંડલમાં સાપ વિશે કહેવામાં આવ્યું છે કે, 'જન્મયા પછી 7 દિવસમાં સાપનો રંગ ઘેરો થાય છે, 15 દિવસમાં દાંત આવે છે, 22 દિવસે દાંતમાં ઝેર ઉત્પન્ન થાય છે અને પચીસમી રાત્રે આ ઝેર કાતિલ થાય છે. 6-6 મહિને સાપ કાંચળી ઉતારે છે. મનુષ્ય, નોળિયો, મોર, ચકોર, બિલાડી અને વીંછીથી સાપનું મોત થાય છે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે