કોરોના: WHOએ કરી ધારાવી મોડલની પ્રશંસા, 24 કલાકમાં ફક્ત 12 કેસ
મુંબઇમાં સતત વધતા જતા કોરોના સંક્રમિતો છતાં ધારાવીમાં કોરોનાનો પ્રસાર એક રીતે રોકાઇ ગયો છે. શુક્રવારે અહીં ફક્ત 12 નવા કેસ નોંધાયા છે. જે પ્રકારે ધારાવીમાં વાયરસના પ્રસારને રોકવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હી: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવી (Dharavi)માં કોરોના (Corona Virus) ના પ્રકોપને ઓછો કરવાના પ્રયત્નોની પ્રશંસા કરી છે. WHOએ કહ્યું કે ધારાવી મોડલ હેઠળ કોરોના વાયરસને રોકવા માટે કરવામાં આવેલા પ્રયત્નોના કારણે આ વિસ્તાર કોરોનાથી મુક્ત થવાની અણી પર છે. WHO એ ધારાવીનું ઉદાહરણ આપતાં કહ્યું કે રાષ્ટ્રીય અને વૈશ્વિક એકજુટતા સાથે આક્રમક કાર્યવાહીથે મહામારીને રોકી શકાય છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
મુંબઇમાં સતત વધતા જતા કોરોના સંક્રમિતો છતાં ધારાવીમાં કોરોનાનો પ્રસાર એક રીતે રોકાઇ ગયો છે. શુક્રવારે અહીં ફક્ત 12 નવા કેસ નોંધાયા છે. જે પ્રકારે ધારાવીમાં વાયરસના પ્રસારને રોકવામાં આવી રહ્યો છે. જેને જોતાં ભલે પ્રક્રોપ ગમે તેટલો વધુ હોય, તેને નિયંત્રિત કરી શકાય અને તેના ઉદાહરણોમાંથી કેટલાક ઇટલી, સ્પેન અને દક્ષિણ કોરિયા અને મુંબઇ મહાનાગરના એક અતિ સઘન વસ્તીવાળા ધારાવીનો પણ સમાવેશ થાય છે. તેમણે આગળ કહ્યું કે સમુદાયને સામેલ કરવા, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, આઇસોલેશન અને તમામ રોગીઓની તાત્કાલિક સારવાર સંક્રમણની ચેનને તોડવા અને વાયરસને દબાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા છે, અને ધારાવીમાં કરવામાં આવ્યું છે.
ધારાવી મોડલની આ સફળતા એટલા માટે પણ ચર્ચાનો વિષય છે, કારણ કે મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્ય છે. બીએમસીના અનુસાર મુંબઇમાં કોરોના વાયરસના કેસની સંખ્યા શુક્રવારે 1,345 નવા રોગી સાથે 90,000 પહોંચી ગઇ છે. ત્યારે અત્યાર સુધી 5,202 લોકોના વાયરસના મોત થયા છે. તો બીજી તરફ શુક્રવારે 12 નવા કેસ આવતાં સંક્રમણના કેસ વધીને 2359 થઇ ગઇ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube