જેમના VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, તે કોણ છે નાગાલેન્ડના મંત્રી
સોશિયલ મીડિયા પર નાગાલેન્ડના ઉચ્ચ શિક્ષામંત્રી તેમજેન ઈમ્ના અલોન્ગ ખુબ સક્રિય રહે છે. હાલમાં જ આ મંત્રીજી તેમની નાની આંખોના ફાયદાઓ ગણાવીને ચર્ચામાં આવ્યા હતા. આ મંત્રીજીના મજેદાર નિવેદનો સાંભળીને લોકો સ્ટેન્ડઅપ કોમેડિયનોને પણ ભૂલી જાય છે.
દિપક પદ્મશાળી/અમદાવાદ: સોશિયલ મીડિયા પર નાગાલેન્ડના મંત્રી તેમજેન અલોન્ગ ફરી ચર્ચામાં આવ્યા છે. નાની આંખોના ફાયદાઓ ગણાવીને ચર્ચામાં આવેલા આ મંત્રીજી વધુ એક રસપ્રદ કિસ્સાને લઈને ચર્ચામાં આવ્યા છે. આ મંત્રીજીના મજેદાર નિવેદનો સાંભળીને મોટા મોટા કોમેડિયનને પણ ભૂલી જશો. સોશિયલ મીડિયા પર નાગાલેન્ડના ઉચ્ચ શિક્ષામંત્રી તેમજેન ઈમ્ના અલોન્ગ ખુબ સક્રિય રહે છે. હાલમાં જ આ મંત્રીજી તેમની નાની આંખોના ફાયદાઓ ગણાવીને ચર્ચામાં આવ્યા હતા. આ મંત્રીજીના મજેદાર નિવેદનો સાંભળીને લોકો સ્ટેન્ડઅપ કોમેડિયનોને પણ ભૂલી જાય છે.
કોણ છે તેમજેન અલોંગ?
41 વર્ષીય તેમજેન અલોંગ નાગાલેન્ડ સરકારમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અને આદિજાતિ બાબતોના મંત્રી છે. આ સાથે તેમની પાસે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ છે. વર્ષ 2018માં તેઓ નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીમાં અલંગટાકી મતવિસ્તારમાંથી ચૂંટાયા બાદ ધારાસભ્ય બન્યા હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube