ચંદ્રયાન-2ને સીધુ જ મોકલવાને બદલે વૈજ્ઞાનિકો આટલું ગોળ ગોળ કેમ ફેરવે છે?
ISROના વૈજ્ઞાનિકોએ 29 જુલાઇએ બપોરે 02.30થી 03.30 વાગ્યે ચંદ્રયાનની કક્ષામાં સફળતાપુર્વક ત્રીજી વખત પરિવર્તન કર્યું, આખરે કારણ શું છેકે તેને અંતરિક્ષમાં આટલુ ફેરવવામાં આવી રહ્યું છે.
નવી દિલ્હી : ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ISRO) ના વૈજ્ઞાનિકોએ પોતાનાં બીજા મૂન મિશન Chandrayaan-2 ને પૃથ્વીની કક્ષામાં આગળ વધારવાનું ચાલુ કરી દીધું છે. 22 જુલાઇના રોજ લોન્ચ કરાયા બાદ તેને પેરિજી (પૃથ્વીથી લઘુત્તમ અંતર) 170 કિલોમીટર અને એપોજી (પૃથ્વીથી મહત્તમ અંતર) 45,475 કિલોમીટર પર સ્થાપિત કરવામાં આવ્યું હતું. આજે એટલે કે 29 જુલાઇએ બપોરે 2.30 વાગ્યાથી 3.30 વાગ્યા ચંદ્રયાન-2ની કક્ષામાં સફળતાપુર્વક ત્રીજીવાર પરિવર્તન કરવામાં આવ્યું. તેની પેરિજી 276 કિલોમીટર અને ઓપીજી 71,792 કિલોમીટર કરી દેવામાં આવી. ચંદ્રયાન-2ને સીધું જ ચંદ્ર પર પણ મોકલી શકાયું હોત જો કે તેમાં ઘણુ બધુ ઇંધણ, મહેનત અને ટેક્નોલોજીની જરૂર પડે તેમ હતી. એટલા માટે વૈજ્ઞાનિકો રાહ જોઇ રહ્યા છે કે ચંદ્ર પૃથ્વીથી નજીક આવતો જાય છે. ત્યારે ચંદ્રયાન-2ને ચંદ્ર પર ઉતારે.
ઉન્નાવ ગેંગરેપ: અમાનવીય ત્રાસ છતા બળાત્કાર પીડિતા અડગ રહેતા BJP ધારાસભ્યએ મરાવી નાખી?
આ અગાઉ તેની કક્ષામાં 25 અને 26ની જુલાઇએ રાત્રે 01.08 વાગ્યે સફળતાપુર્વક પરિવર્તન કરવામાં આવ્યું હતું. ત્યારે તેની પેરીજી 251 અને એપોજી 54829 કિલોમીટર કરી દેવાઇ હતી. ત્યાર બાદ ચંદ્રયાન-2ની કક્ષામાં 24 જુલાઇની બપોરે 2.52 વાગ્યે સફળતાપુર્વક પરિવર્તન કરવામાં આવ્યું હતું. ત્યારે તેની પેરિજી 230 કિલોમીટર અને એપોજી 45,163 કિલોમીટર કરી દેવાઇ હતી. હાલ 6 ઓગષ્ટ સુધી પૃથ્વીની ચારે તરફ ચંદ્રયાન-2નાં ઓ્બિટને બદલી નાખવામાં આવશે.
જોખમી TikTok દ્વારા બનવું હતું સુપર સ્ટાર, એવો ફસાયો કે 2 દિવસે માંડ મળ્યો !
World Tiger Day : ભારતમાં 9 વર્ષમાં વાઘની સંખ્યા 692થી વધી 860 થઈ
સીધા ચંદ્ર પર મોકલી શકે તેમ હતા તો આટલું ગોળગોળ શા માટે ફેરવી રહ્યા છે ?
ઇસરોનાં પૂર્વ વૈજ્ઞાનિક વિનોદ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું કે, અમેરિકા, રશિયા અને ચીનની જેમ જ ભારત પણ ચંદ્રયાન-2ને સીધો ચંદ્ર પર મોકલી શકાય છે. જો કે તેના માટે વધારે શક્તિશાળી રોકેટની જરૂર પડશે. સાથે જ ચંદ્રયાન-2માં વધારે ઇંધણની જરૂર પડી હોત. જેના કારણે તેનાં આકારને પણ મોટો કરવો પડત. જો કે ઇસરોનાં વૈજ્ઞાનિકો ચંદ્રની ચારેતરફ એટલા માટે ફેરવી રહ્યા છે જેથી ચંદ્ર પૃથ્વીની નજીક આવે. પૃથ્વીની ચારેબાજુ ચક્કર લગાવવા દરમિયાન ચંદ્રયાન-2 ચંદ્રની નજીક પહોંચી જશે. ત્યાર બાદ ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ શક્તિથી તે ચંદ્રની તરફ ખેંચાશે. ત્યારે ઇસરો વૈજ્ઞાનિકો તેની ગતિને નિયંત્રીત કરીને તેને ચંદ્ર પર લેન્ડ કરાવશે. જેથી વૈજ્ઞાનિકો એક પ્રકારે કોઇ પ્રકારનાં ઇંધણ વગર માત્ર ચંદ્ર અને પૃથ્વીનાં ગુરૂત્વાકર્ષણ સાથે રમત કરીને જ આખુ યાન ચંદ્ર પર મોકલશે.
Video: PM મોદી જોવા મળશે માનવીય પાસું, જે જાગૃત કરશે વન્યપ્રાણી સંરક્ષણને
ચંદ્રયાન-2નાં 48 દિવસની મુસાફરીમાં અલગ-અલગ તબક્કા
ચંદ્રયાન-2 અંતરિક્ષ યાન 22 જુલાઇથી 6 ઓગષ્ટ સુધી પૃથ્વીની ચારેતરફ ચક્કર મારશે. ત્યાર બાદ 14 ઓગષ્ટથી 20 ઓગષ્ટ સુધીમાં ચંદ્ર તરફ જનારી લાંબી કક્ષામાં ભ્રમણ કરશે. 20 ઓગષ્ટે જ ચંદ્રની કક્ષામાં પહોંચશે. ત્યાર બાદ 11 દિવસ એટલે કે 31 ઓગષ્ટ સુધી તે ચંદ્રની ગુરૂત્વાકર્ષણ ક્ષેત્રમાં પરિભ્રમણ કરશે. પછી 1 સપ્ટેમ્બરે વિક્રમ લેંડર ઓર્બિટરથી અલગ થઇ જશે અને ચંદ્રના દક્ષિણી ધ્રુવ તરફની યાત્રા ચાલુ કરશે. 5 દિવસની યાત્રા બાદ 6 સપ્ટેમ્બરે વિક્રમ લેંડર ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર લેંડ કરશે. લેંડિગના 4 કલાક બાદ રોવર પ્રજ્ઞાન લેંડરમાંથી નિકળીને ચંદ્રની સપાટી પર અલગ અલગ પ્રયોગો કરવા માટે ઉતરશે.
ડિસ્કવરીના ‘Man Vs Wild’ શોમાં જોવા મળશે પીએમ મોદી, ખતરનાક જંગલોમાં થયું શૂટિંગ
ચંદ્રયાન-2 ની ચંદ્ર પર જવાનાં સમયમાં 6 દિવસનો ઘટાડો કરાયો
જો 15 જુલાઇએ ચંદ્રયાન-2 સફળતાપુર્વક લોન્ચ થયું હોત તો તે 6 સપ્ટેમ્બરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેંડ કરવાનું હતું. જો કે હવે લોન્ચિંગ થયા બાદ ચંદ્રયાન-2 ને ચંદ્ર પર પહોંચવામાં 48 દિવસનો જ સમય લાગશે. એટલે કે ચંદ્રયાન-2 ચંદ્ર પર 6 સપ્ટેમ્બરે જ પહોંચશે. ઇસરો વૈજ્ઞાનિક તેના માટે ચંદ્રયાન-2ને પૃથ્વીની ચારેતરફ લાગનારા ચક્કરમાં ઘટાડો થશે. સંભવત હવે ચંદ્રયાન-2 પૃથ્વીની ચારેતરફ 5ના બદલે 4 વખત જ ભ્રમણ કરશે.
સંસદમાં આઝમ ખાને માગી માફી, કહ્યું- ‘ભૂલ થઇ છે, માફી માગુ છું’
ચંદ્રયાનની વેલોસિટીમાં 1.12 મીટર પ્રતિ સેકન્ડનો વધારો કરાયો
ચંદ્રયાન-2 આજે એટલે કે 22 જુલાઇએ લોન્ચ થયા બાદ ચંદ્રની તરફ વધારે ઝડપથી જશે. હવે અંતરિક્ષમાં તેની ગતિ 10305.78 મીટર પ્રતિ સેકન્ડ હશે. જ્યારે 15 જુલાઇએ લોન્ચ થાય છે તો તે 10,304.66 મીટર પ્રતિ સેકન્ડની ગતિથી ચંદ્ર તરફ જશે. એટલે કે તેની ગતિમાં 1.12 મીટર પ્રતિ સેકન્ડનો વધારો કરવામાં આવ્યો છે.