નવી દિલ્હીઃ 21 જૂને વર્ષ 2020નું પ્રથમ સૂર્યગ્રહણ (Solar Eclipse 2020) થવાનું છે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ અષાઢ મહિનાની અમાસે મિથુન રાશિ પર લાગી રહ્યું છે. આ સૂર્યગ્રહણ સવારે 10 કલાકે 26 મિનિટથી શરૂ થશે. જ્યારે બપોરે 12 કલાકે 9 મિનિટે પોતાના ચરમ પર હશે. સૂર્યગ્રહણ કાળ બપોરે 1 કલાકે અને 54 મિનિટ સુધી રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નૈનીતાલ સ્થિત ARIESના વૈજ્ઞાનિક ડો. શશિ ભૂષણ પાંડે પ્રમાણે આ ઘટના પોતાનામાં મહત્વપૂર્ણ છે. તેણણે કહ્યુ કે, સૂર્યગ્રહણની ઘટના ત્યારબાદ 21 મે 2021ના રોજ ભારતમાં નજર આવશે. જ્યારે પૂર્ણ સૂર્યગ્રહણ 20 માર્ચ 2034ના જોવા મળશે. 


ડો. શશિ ભૂષણ પાંડે પ્રમાણે સૂર્ય ગ્રહણ એક સામાન્ય ખગોળીય ઘટના છે. સૂર્યગ્રહણની ઘટના વલયાત્મક આંશિક રૂપમાં જોવા મળશે. નૈનીતાલમાં સૂર્યગ્રહણને 95થી 96 ટકા સુધી જોઈ શકાશે જ્યારે દેહરાદૂનમાં  99% સુધી જોવા મળશે. 


વૈજ્ઞાનિકો પ્રમામે 21 જૂને થનારા સૂર્યગ્રહણને ખુલી આંખે જોવાથી અસર પડી શકે છે. આ ખગોળીય ઘટનાઓ દ્વારા સૂર્ચ અને ચંદ્રને લઈને ઘણા વૈજ્ઞાનિક પાસાઓનો પણ અભ્યાસ કરી શકાય છે. 


25 વર્ષ પહેલા થયેલા ગ્રહણના દિવસે અંધારું થયું હતું, પક્ષીઓ માળમાં પરત ફર્યા હતા, હવા પણ ઠંડી પડી હતી


સૂતક કાળમાં શું કરો શું નહીં?
ગ્રહણના 12 કલાક પહેલા સૂતક કાળ લાગી જાય છે. એટલે કે આજે રાત્રે 9.15 કલાકથી સૂતક કાળ શરૂ થશે. આ દરમિયાન કેટલાક અપવાદને છોડીને બાકી તમામ પ્રકારના મંદિરોના કપાટ બંધ થઈ જાય છે. સૂતક કાળ દરમિયાન કંઈ ખાવુ-પીવુ જોઈએ નહીં. ન પૂજા-પાછ ન કોઈ શુભ કાર્ય કરવુ જોઈએ. કહેવામાં આવે છે કે ગ્રહણ એક પ્રકારે ખગોળીય ઘટના છે અને આ કારણે ગ્રહણનો પ્રભાવ ભગવાન પર પણ પડે છે. આ દરમિયાન લોકોને સ્નાન-ધ્યાન અને દાનની સલાહ આપવામાં આવે છે, તેનાથી આંતરિક દોષ ઓછો થાય છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube