નવી દિલ્હી: હાથરસ કેસ (Hathras Case) પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં સુનાવણી અગાઉ ઉત્તર પ્રદેશ સરકારે (UP Government) સોગંદનામું દાખલ કર્યું. સોગંદનામામાં રાજ્ય સરકારે અત્યાર સુધી થયેલી તપાસની વિગતો આપી. યુપી સરકારે પોતાના સોગંદનામામાં એમ પણ કહ્યું છે કે કોઈ પણ સંજોગોમાં CBI પાસે તપાસ કરાવવામાં આવ અને તપાસની નિગરાણી સુપ્રીમ કોર્ટ કરે. આ સાથે જ કેટલાક લોકો અંગત સ્વાર્થ માટે તથ્યોને પોતાની રીતે રજૂ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Exclusive: હાથરસ કેસમાં Call Data Record થી થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો


પીડિતાના સવારે 3 વાગે અંતિમ સંસ્કાર કરવા મામલે યુપી સરકારે કહ્યું કે ઈન્ટેલિજન્સ ઈનપુટ પર આ નિર્ણય લેવાયો હતો. ઈન્ટેલિજન્સનું એવું ઈનપુટ હતું કે ત્યાં તોફાનો ભડકાવવામાં આવી શકે છે. રાજ્ય સરકારે એમ પણ કહ્યું કે કેટલાક રાજકીય પક્ષો આ ઘટનાને સાંપ્રદાયિક અને જાતીય રંગ આપવાની કોશિશ કરે છે.


હાથરસના બહાને UPને ભડકે બાળવાનું ષડયંત્ર, PFIના 4 સંદિગ્ધ લોકોની ધરપકડ


CJI એસ એ બોબડેની અધ્યક્ષતાવાળી પેનલ આ કેસમાં આજે સુનાવણી થઈ રહી છે. અત્રે જણાવવાનું કે એસ દુબે અને અન્ય લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ કેસમાં સીબીઆઈ તપાસ કે એસઆઈટી તપાસની માગણી કરી છે. આ સાથે જ આ સમગ્ર કેસને યુપીથી દિલ્હી ટ્રાન્સફર કરવાની પણ માગણી કરી છે. 


હાથરસ કેસ પર તમામ સમાચારો વિગતવાર જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube