`ભારત અને વિશ્વને ગાંધીની જરૂર કેમ છે?`, PM મોદીએ લેખ લખીને દુનિયાને સમજાવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની 150મી જયંતી પર ન્યૂ યોર્ક ટાઈમ્સમાં એક લેખ લખ્યો છે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની 150મી જયંતી પર ન્યૂ યોર્ક ટાઈમ્સમાં એક લેખ લખ્યો છે. આ લેખમાં પીએમ મોદીએ લખ્યું છે કે 1925માં મહાત્મા ગાંધીએ યંગ ઈન્ડિયામાં લખ્યું હતું કે રાષ્ટ્રવાદી થયા વગર આંતરરાષ્ટ્રીય થઈ શકાય નહીં. આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ ત્યારે જ બની શકે છે, જ્યારે દેશના લોકો સંગઠિત બને અને આખો દેશ એક વ્યક્તિની જેમ કામ કરે. આ લેખનું શિર્ષક છે 'ભારત અને વિશ્વને ગાંધીની જરૂર કેમ છે?'
PM મોદીએ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીજી અને વિજય ઘાટ પર શાસ્ત્રીજીને આપી શ્રદ્ધાંજલિ