Covid-19: શું છે આ 6 મિનિટનો વોક ટેસ્ટ અને કોરોનાના દર્દીઓ માટે તે કેમ જરૂરી છે? ખાસ જાણો
કોરોના વાયરસ સંક્રમણની તમારા ફેફસા પર કેવી અસર થઈ છે, તે યોગ્ય રીતે કામ કરી રહ્યા છે કે નહીં તે જાણકારી મેળવવા માટે આ 6 મિનિટનો વોક ટેસ્ટ તમારી મદદ કરી શકે છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વચ્ચે હાલ દેશભરની હોસ્પિટલોમાં બેડ અને મેડિકલ ઓક્સિજનની સૌથી વધુ અછત સર્જાઈ રહી છે. અત્યાર સુધી દેશના અનેક શહેરોમાં ઓક્સિજનની કમીના કારણે હજારો લોકોના મોત થઈ ચૂક્યા છે. આવામાં મેડિકલ એક્સપર્ટ્સ અને ડોક્ટર કોરોના વાયરસથી સંક્રમિત લોકોને 6 મિનિટ વોક ટેસ્ટ કરવાની સલાહ આપે છે જેથી કરીને તેમના શરીરમાં ઓક્સિજન લેવલ કેટલું છે તેની જાણ થઈ શકે.
6 મિનિટ વોક ટેસ્ટથી જાણો તમારા ફેફસાના હાલ
કોરોના વાયરસ સંક્રમણની તમારા ફેફસા પર કેવી અસર થઈ છે, તે યોગ્ય રીતે કામ કરી રહ્યા છે કે નહીં તે જાણકારી મેળવવા માટે આ 6 મિનિટનો વોક ટેસ્ટ તમારી મદદ કરી શકે છે. મહારાષ્ટ્રના કોલ્હાપુર ને પુણેમાં તો સ્વાસ્થ્ય વિભાગે હોમ આઈસોલેશનમાં રહેતા કોરોના સંક્રમિત દર્દીઓ માટે આ 6 મિનિટનો વોક ટેસ્ટ રોજ દિવસમાં બેવાર કરવું ફરજિયાત કર્યું છે. તો આખરે આ 6 મિનિટનો વોક ટેસ્ટ શું છે અને તે કેવી રીતે તમારા સ્વાસ્થ્યના હાલચાલ જણાવે છેતે અંગે અમે તમને અહીં જણાવીએ છીએ.
શું છે આ 6 મિનિટનો વોક ટેસ્ટ?
ડોક્ટરોનું માનીએ તો હોમ આઈસોલેશનમાં રહેતા કોરોના દર્દીઓએ પોતાનું ઓક્સિજન લેવલ સમયાંતરે ચેક કરતા રહેવું જોઈએ અને તેમાં 6 મિનિટનો વોક ટેસ્ટ તેમની મદદ કરી શકે છે. આ માટે સૌથી પહેલા દર્દી પોતાના ઓક્સિજન લેવલને Pulse Oximeter દ્વારા માપે છે. ત્યારબાદ રૂમમાં જ જરાય અટક્યા વગર 6 મિનિટ માટે વોક (Walk for 6 mins in room) કરે છે અને ફરીથી પોતાનું ઓક્સિજન સેચ્યુરેશન લેવલ તપાસે છે. ધ્યાન રાખો કે ઓક્સિજન લેવલ 93% થી નીચે ન જાય. જો પહેલું રિડિંગ અને વોક કર્યા બાદના રિડિંગમાં 3 ટકાથી વધુ ઘટાડો જોવા મળે તો ડોક્ટરની સલાહ લો. આ વસ્તુ ફેફસાની સમસ્યા કે શરીરમાં ઓક્સિજનની કમીનો સંકેત હોઈ શકે છે.
Covid Precautions: કોરોનાથી બચવા માટે આયુષ મંત્રાલયે જણાવ્યાં સરળ ઉપાય, અપનાવો અને બીમારીથી દૂર રહો
હોમ આઈસોલેશનવાળા દર્દીઓ 2-3 વાર આ ટેસ્ટ કરે
શરીરમાં ઓક્સિજનના લેવલની તપાસ કરવા માટે દર્દીઓ રોજ દિવસમાં 2 થી 3 વાર આ ટેસ્ટ કરવો જોઈએ. ડોક્ટરોનું માનીએ તો હોમ આઈસોલેશનમાં રહેનારા કોરોના સંક્રમિત દર્દીઓ કે જેમનામાં કોરોનાના હળવા લક્ષણો છે તેમણે પણ નિયમિત રીતે પોતાના ઓક્સિજન લેવલની તપાસ કરવી જોઈએ કારણ કે અનેકવાર ઓક્સિજન લેવલ ઓછું થઈ ગયા બાદ પણ દર્દીમાં કોઈ લક્ષણ જોવા મળતા નથી અને અચાનક સ્થિતિ ગંભીર થઈ જાય છે. આ 6 મિનિટનો વોક ટેસ્ટ કોરોનાના લક્ષણો શરૂ થયાના 5મા દિવસથી લઈને 12માં દિવસ સુધી દરરોજ કરવો જોઈએ.
COVID-19 mutation: ભારતમાં Second Wave માટે જવાબદાર કોરોના વેરિએન્ટની પહેલી તસવીર સામે આવી
ચીને અંતરિક્ષમાં છોડેલું રોકેટ બેકાબૂ બની ગયું, આખી દુનિયા ચિંતિત, આ દેશો પર તોળાઈ રહ્યું છે જોખમ
(નોંધ- કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા હંમેશા કોઈ વિશેષજ્ઞ કે ચિકિત્સકની સલાહ લો. ઝી ન્યૂઝ આવી જાણાકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube