ચીને અંતરિક્ષમાં છોડેલું રોકેટ બેકાબૂ બની ગયું, આખી દુનિયા ચિંતિત, આ દેશો પર તોળાઈ રહ્યું છે જોખમ

દુનિયાને કોરોના મહામારીમાં ધકેલનારા ચીને અંતરિક્ષના બાદશાહ બનવાની સનકમાં વધુ એક સંકટને જન્મ આપ્યો છે. ચીન દ્વારા છોડવામાં આવેલું રોકેટ અંતરિક્ષમાં બેકાબૂ બન્યું છે અને તે ધરતી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. વૈજ્ઞાનિકોને આશંકા છે કે જો 21 ટનવાળું આ રોકેટ કોઈ રહેણાંક વિસ્તારમાં પડશે તો મોટી તબાહી મચાવી શકે છે. જો કે અમેરિકા ચીનના આ આઉટ ઓફ કંટ્રોલ રોકેટને ટ્રેક કરવામાં લાગી ગયું છે. 
ચીને અંતરિક્ષમાં છોડેલું રોકેટ બેકાબૂ બની ગયું, આખી દુનિયા ચિંતિત, આ દેશો પર તોળાઈ રહ્યું છે જોખમ

વોશિંગ્ટન: દુનિયાને કોરોના મહામારીમાં ધકેલનારા ચીને અંતરિક્ષના બાદશાહ બનવાની સનકમાં વધુ એક સંકટને જન્મ આપ્યો છે. ચીન દ્વારા છોડવામાં આવેલું રોકેટ અંતરિક્ષમાં બેકાબૂ બન્યું છે અને તે ધરતી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. વૈજ્ઞાનિકોને આશંકા છે કે જો 21 ટનવાળું આ રોકેટ કોઈ રહેણાંક વિસ્તારમાં પડશે તો મોટી તબાહી મચાવી શકે છે. જો કે અમેરિકા ચીનના આ આઉટ ઓફ કંટ્રોલ રોકેટને ટ્રેક કરવામાં લાગી ગયું છે. 

8મી મે ના રોજ કરશે પ્રવેશ?
સીએનએનના એક રિપોર્ટમાં કહેવાયું છે કે પેન્ટાગન અનિયંત્રિત ચીની રોકેટને શોધી રહ્યું છે. અમેરિકી રક્ષા વિભાગના પ્રવક્તા માઈક હોવર્ડે  કહ્યું કે ચીનનું લોંગ માર્ચ 5બી રોકેટ પૃથ્વીના વાયુમંડળમાં 8 મેના રોજ પ્રવેશ કરે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે યુએસ સ્પેસ કમાન્ડ રોકેટને ટ્રેક કરવાના ભરપૂર પ્રયત્નો કરી રહી છે જેથી કરીને જોખમને કઈક હદે ટાળી શકાય. 

સટીક અનુમાન લગાવવું મુશ્કેલ
હોવર્ડે કહ્યું કે સટીક રીતે એ અનુમાન લગાવવું મુશ્કેલ છે કે રોકેટ પૃથ્વમાં ક્યાંથી પ્રવેશ કરશે પરંતુ સ્પેસ સમાન્ડ તેને ટ્રેક કરી રહ્યું છે. ચીને 29 એપ્રિલેના રોજ લોંગ માર્ચ 5બી રોકેટ લોન્ચ કર્યું હતું પરંતુ અંતરિક્ષમાં ગયા બાદ તે કાબૂ બહાર જતું રહ્યું. વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરી છે કે આ રોકેટ ગમે ત્યાં પડી શકે છે. આ રોકેટ એક મોડ્યૂલ લઈને સ્પેસ સ્ટેશન ગયું હતું. મોડ્યૂલને નિર્ધારિત કક્ષામાં છોડ્યા બાદ તેણે પૃથ્વી પર પાછા ફરવાનું હતું પરંતુ હવે ચીન આ રોકેટ પરથી નિયંત્રણ ગુમાવી ચૂક્યું છે. 

પૂરપાટ સ્પીડથી પરેશાની
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે રોકેટની ઝડપ અને સતત બદલાઈ રહેલી ઊંચાઈના કારણે એ જાણવું મુશ્કેલ થઈ પડ્યું છે કે તે ધરતી પર ક્યારે, કયા દિવસે અને ક્યાં પડશે. જો કે તે 8મી મેના રોજ પૃથ્વીના વાયુમંડળમાં દાખલ થાય તેવી શક્યતા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ આમ તો ધરતીના વાયુમંડળમાં આવતા જ રોકેટનો મોટાભાગનો હિસ્સો બળીને ખાખ થઈ જશે પરંતુ જો નાનો એવો ભાગ પણ વસ્તીવાળા વિસ્તારમાં પડે તો  તબાહી મચી શકે છે. 

અહીં પડી શકે છે રોકેટ
મશહૂર ખગોળશાસ્ત્રી અને હાવર્ડ યુનિવર્સિટીમાં એરોફિઝિક્સના વિશેષજ્ઞ જોનાથન મેકડોવેલે કહ્યું કે હાલ કશું કહી શકાય નહીં કે રોકેટનો કાટમાળ ક્યાં પડશે. તે 18000 માઈલ પ્રતિ કલાકની ઝડપથી ટ્રાવેલ કરી રહ્યું છે અને આવામાં તેનું સટીક અનુમાન કરવું ખુબ મુશ્કેલ છે. તેમણે કહ્યું કે રોકેટનો કાટમાળ પ્રશાંત મહાસાગરના વિસ્તારમાં પડવાની આશંકા છે. જ્યારે કેટલાક વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ રોકેટ ન્યૂયોર્ક, મેડ્રિડ, કે પછી બેઈજિંગની આજુબાજુ પડી શકે છે. આ ઉપરાંત તે દક્ષિણમાં ન્યૂઝિલેન્ડ અને ચીલી નજીક પણ પડવાની આશંકા સેવાઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news