COVID-19 mutation: ભારતમાં Second Wave માટે જવાબદાર કોરોના વેરિએન્ટની પહેલી તસવીર સામે આવી
કોરોનાની બીજી લહેરે ભારત સહિત અનેક દેશોમાં તબાહી મચાવી છે. રોજેરોજ લાખોની સંખ્યામાં લોકો તેની ઝપેટમાં આવી રહ્યા છે. હવે કેનેડાની બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટી (UBC) એ કોરોનાના એક એવા વેરિએન્ટની મોલિક્યૂલર તસવીર પબ્લિશ કરી છે જે બીજી લહેર માટે જવાબદાર છે.
Trending Photos
કેનેડા: કોરોનાની બીજી લહેરે ભારત સહિત અનેક દેશોમાં તબાહી મચાવી છે. રોજેરોજ લાખોની સંખ્યામાં લોકો તેની ઝપેટમાં આવી રહ્યા છે. હવે કેનેડાની બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટી (UBC) એ કોરોનાના એક એવા વેરિએન્ટની મોલિક્યૂલર તસવીર પબ્લિશ કરી છે જે બીજી લહેર માટે જવાબદાર છે. જેને B.1.1.7 COVID-19 નામથી ઓળખાય છે અને પહેલીવાર તે ગત વર્ષ ડિસેમ્બરમાં બ્રિટનમાં મળી આવ્યો હતો.
ખુબ જ ઝડપથી કરે છે સંક્રમિત
સ્ટડીમાં સામે આવ્યું છે કે કોરોનાનો આ વેરિએન્ટ ગત વેરિએન્ટની સરખામણીએ ખુબ ઝડપથી ફેલાય છે અને જલદી પોતાનું સ્વરૂપ બદલી લે છે. આ જ કારણ છે કે તે લોકોને ઝડપથી સંક્રમિત કરે છે. યુનિવર્સિટીના રિસર્ચમાં સામે આવ્યું કે આ વેરિએન્ટ માણસના શરીરની કોશિકાઓમાં ખુબ ઝડપથી દાખલ થાય છે અને આ વાત આ તસવીરમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
UBC researchers unveil first molecular images of B.1.1.7 COVID-19 mutation https://t.co/Zjwy1H41QH pic.twitter.com/y9MhKu54vR
— University of British Columbia (@UBC) May 3, 2021
મ્યુટેશન સાબિત થઈ રહ્યો છે જોખમી
આ ઉપરાંત આ નવા વેરિએન્ટના કારણે ભારતથી લઈને બ્રિટન અને કેનેડા જેવા દેશોમાં તબાહી મચેલી છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ ગત વર્ષે કોરોનાના આ નવા વેરિએન્ટ અંગે ખુલાસો કર્યો હતો અને કહ્યું કે વાયરસની અંદર ખુબ મ્યૂટેશન થઈ ચૂક્યું છે જે ખુબ જોખમી સાબિત થઈ રહ્યું છે. '
રિસર્ચર્સ મુજબ B.1.1.7 વેરિએન્ટમાં અલગ પ્રકારનું મ્યૂટેશન છે જે માણસની કોશિકાઓમાં દાખલ થઈને તેને સંક્રમિત કરે છે. આ ઉપરાંત આ વેરિએન્ટ સામાન્ય માઈક્રોસ્કોપની પકડની બહાર છે અને તેને ફક્ત Cryo-Electron Microscope દ્વારા જ જોઈ શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે