નવી દિલ્હી: અયોધ્યા (Ayodhya) માં શ્રીરામ મંદિરના ભૂમિ પૂજન બાદ શું સરકાર એનઆરસી, જનસંખ્યા નિયંત્રણ (Population Control Act) કાયદા ઉપર પણ કામ કરી રહી છે? શું સંસદના આગામી સત્રમાં જનસંખ્યા નિયંત્રણ માટે સરકાર કોઈ બિલ લાવી શકે છે. શું તૈયારી યુનિફોર્મ સિવિલ કોડની પણ છે? આ સવાલ એટલા માટે ઊભા થયા છે કારણ કે ભાજપના રાજ્યસભા સાંસદ અનિલ અગ્રવાલે પીએમ મોદીને પત્ર લખીને જનસંખ્યા નિયંત્રણ માટે સંસદમાં બિલ લાવવાની માગણી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીએ ખેડૂતોને આપી મોટી ભેટ, એગ્રીકલ્ચર ઈન્ફ્રા ફંડ લોન્ચ, 8.5 કરોડ ખેડૂતોને છઠ્ઠો હપ્તો પણ ટ્રાન્સફર થયો


ઈશારો કઈક એવો લાગે છે કારણ કે ભાજપ સાંસદ અનિલ અગ્રવાલે પીએમ મોદીને પત્ર લખ્યો છે. તેમણે પીએમ મોદી પાસે માગણી કરી છે કે 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસના અવસરે તેઓ દેશવાસીઓને જનસંખ્યા નિયંત્રણ અંગે અવગત કરાવે. આ સાથે જ રાષ્ટ્રહિતમાં આગામી સંસદ સત્રમાં જનસંખ્યા નિયંત્રણ બિલ પાસ કરે. 


ઈન્ફોર્મેશન અને ટેક્નોલોજી મામલાઓની સ્થાયી સમિતિ, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય સલાહકાર સમિતિ અને સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયની હિન્દી સલાહકાર સમિતિના સભ્ય ડો. અગ્રવાલે પીએમ મોદીને કહ્યું કે "તમે 15 ઓગસ્ટ 2019ના રોજ દેશમાં જનસંખ્યા નિયંત્રણની જે જરૂરિયાત બતાવી હતી, હવે તે સંકલ્પને પૂરો કરવાનો સમય આવી ગયો છે." તેમણે કહ્યું કે 'હું તમને અપીલ કરું છું કે તમે આગામી સંસદ સત્રમાં આ અંગે એક યોગ્ય બિલ લાવવા પર વિચાર કરો.'


રક્ષામંત્રી રાજનાથ સિંહની મોટી જાહેરાત, રક્ષા ક્ષેત્રે 101 items ની આયાત પર પ્રતિબંધ


હકીકતમાં 15 ઓગસ્ટ 2019ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનસંખ્યા વિસ્ફોટ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે "ભારત પરિવાર નિયોજન અપનાવનારો દુનિયાનો પહેલો દેશ હતો. 1949માં પારિવારિક નિયોજનના કાર્યક્રમની રચના કરાઈ હતી. 1952માં પહેલો પરિવાર નિયોજન કાર્યક્રમ શરૂ કરાયો હતો. 1978માં સરકારે એક નવી જનસંખ્યા નીતિની રચના કરી હતી. લોકોને સ્વેચ્છાથી સ્વીકાર કરવાનો વિકલ્પ અપાયો હતો. 2024-25 સુધીમાં ભારત ચીનને પણ વસ્તીના મામલે પાછળ છોડી દેશે. ભારતની જનસંખ્યા 135 કરોડ છે. ચીનની જનસંખ્યા 142 કરોડ છે. જનસંખ્યા મામલે ભારત થોડા વર્ષોમાં ચીનને પણ પાછળ છોડી દેશે."


જ્યારે આ જનસંખ્યા કાયદાને લઈને ચર્ચા છેડાય છે ત્યારે વિપક્ષ તેને વોટબેંકના રાજકારણ તરફ વાળીને સરકાર વિરુદ્ધ પ્રહાર કરે છે. જનસંખ્યા નિયંત્રણને લઈને અનેકવાર કોશિશ થઈ છે. 


નવેમ્બર 2019માં લોકસભામાં ભાજપના સાંસદ અજય ભટ્ટે 'નાના પરિવારને અપનાવીને જનસંખ્યા નિયંત્રણ' પર બિલનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. 2018માં ભાજપ અને ટીડીપીના લગભગ 125 સાંસદોએ રાષ્ટ્રપતિને ભારતમાં બે બાળકોની નીતિ લાગુ કરવાનો આગ્રહ કર્યો હતો. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube