ભારત ફોરવર્ડ બેઝ પરથી હટાવે ફાઇટર પ્લેન, પછી અમે એરસ્પેસ ખોલીશું: પાકિસ્તાન
બાલકોટ એરસ્ટ્રાઇક બાદથી પાકિસ્તાને પોતાના એરસ્પેસને બંધ કરી દીધું છે
ઇસ્લામાબાદ : બાલકોટ એરસ્ટ્રાઇક બાદથી પાકિસ્તાને પોતાનાં એરસ્પેસને બંધ કરી દીધું છે. હવે તેણે કહ્યું કે, તે ભારત સાથેની વાણીજ્યીક ઉડ્યન માટે ત્યા સુધી પોતાનું હવાઇ ક્ષેત્ર નહી ખોલે જ્યા સુધી ભારતીય વાયુસેના પોતાના ફોરવર્ડ એરબેઝ પરથી ફાઇટર પ્લેન હટાવે નહી. પાકિસ્તાનનાં વિમાનન સચિવ શાહરુખ નુસરતે એક સંસદીય સમિતીને આ અંગે માહિતી આપી હતી. પુલવામા આતંકવાદી હુમલા બાદ બાલકોટમાં જૈશ એ મોહમ્મદનાં આતંકવાદી સ્થળો પર કરવામાં આવેલ ભારતીય વાયુસેનાના હુમલા બાદ પાકિસ્તાને 26 ફેબ્રુઆરીએ પોતાનાં હવાઇ ક્ષેત્રને સંપુર્ણ બંધ કરી દીધું હતું.
છેડતી કરતા યુવકને બરાબર પાઠ ભણાવ્યો યુવતીએ, મારી મારીને લોહીલુહાણ કર્યો, જુઓ VIDEO
પાકિસ્તાની માધ્યમો અનુસાર વિમાનન સચિવ નુસરતે ગુરૂવારે વિમાનન અંગે સેનેટનાં સ્થાયી સમિતીને માહિતી આપી કે તેમના વિભાગે ભારતીય અધિકારીઓને માહિતી આપી છે કે તેમનું (પાકિસ્તાનનું) હવાઇ ક્ષેત્ર ભારતનાં ઉપયોગ માટે ત્યા સુધી ઉપલબ્ધ નહી થાય, જ્યા સુધી ભારત (ભારતીય વાયુસેનાના) ફોરવર્ડ હવાઇ મથકો પોતાનાં ફાઇટર વિમાનોને હટાવશે નહી.
ભાજપનાં નેતાએ આઝમને ફાંસીએ લટકાવી દેવાની કરી માંગ, કારણ છે ચોંકાવનારુ
કર્ણાટક સંકટ: યથાસ્થિતિ જળવાઈ રહેશે, સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 16 જુલાઈએ
નુસરતે સમીતિને જણાવ્યું કે, ભારત સરકારે અમારો સંપર્ક કરીને હવાઇ ક્ષેત્ર ખોલવા માટેની અપીલ કરી હતી. અમે તેમને અમારી ચિંતાઓ અંગે માહિતગાર કરાવ્યા કે પહેલા ભારતને આગોતરા હવાઇ મથકો પર ફરજંદ પોતાનાં ફાઇટર પ્લેનને નિશ્ચિત રીતે હટાવવા જોઇએ. તેમણે સમીતિને જણાવ્યું કે, ભારતીય અધિકારીઓએ પાકિસ્તાન સાથે સંપર્ક કરીને હવાઇ ક્ષેત્ર પર પ્રતિબંધને હટાવવા માટેની અપીલ કરી.
મેદાનમાં ઘૂસીને ગાય રમવા લાગી ફૂટબોલ, કર્યાં જબરદસ્ત કરતબ, VIDEO જોઈને હક્કાબક્કા રહેશો
નુસરતે કહ્યું કે, જો કે ભારતીય અધિકારીઓએ જણાવવામાં આવ્યું છે કે, ભારતીય વાયુસેનાનાં હવાઇ મથકો પર હજી પણ ફાઇટર પ્લેન ફરજંદ છે અને આ વિમાનોને હટાવવામાં આવે ત્યા સુધી પાકિસ્તાન ભારત સાથે વિમાન વ્યવહાર ચાલુ કરવા માટેની પરવાનગી નહી આપે. પ્રતિબંધ લગાવાયા બાદ ભારતનાં તમામ ફાઇટર વિમાન અન્ય રસ્તાઓથી આવે જાય છે.