નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીમાં નવા અધ્યક્ષની પસંદગી માટે સોમવારના કોંગ્રેસ કાર્યસમિતિ (CWC)ની મહત્વ બેઠક થવા જઇ રહી છે. આ બેઠક પૂર્વે જ પાર્ટીના નેતાઓમાં 'અધ્યક્ષ' પદને લઈને મતભેદો ઉભા થયા છે. વર્તમાન સાંસદો અને પૂર્વ મંત્રીનું જૂથ પાર્ટીમાં 'સામૂહિક નેતૃત્વ' માંગ કરી રહ્યાં છે. ત્યારે બીજો વિભાગ રાહુલ ગાંધીને ફરીથી પાર્ટી અધ્યક્ષ બનાવવા અવાજ ઉઠાવી રહ્યાં છે. બંને જૂથોએ તેમની માંગણીઓને લઇને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- મોટા સમાચાર! સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવી ક્યારે આવશે કોરોનાની વેક્સીન


પાર્ટીમાં સુધારાની માંગ
'સામૂહિક નેતૃત્વ'નું સમર્થન 23 નેતાઓએ કોંગ્રેસમાં શક્તિના વિકેન્દ્રીકરણ, પ્રદેશ એકમોના સશક્તિકરણ અને કેન્દ્રીય સંસદીય મંડળની રચના જેવા સુધારાઓની વિનંતી કરી છે. સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ 1970માં પાર્ટીમાં અસ્તિત્વમાં હતું. જેને પાછળથી નાબૂદ કરવામાં આવ્યું હતું. પત્રમાં કહેવામાં આવ્યું છે કે સામૂહિક નિર્ણય લેવાની આ પ્રક્રિયામાં 'ગાંધી પરિવાર'એ અભિન્ન ભાગ બની રહેવું જોઈએ.


આ નેતાઓએ પૂર્ણ સમય નેતૃત્વની નિમણૂકની પણ માંગ કરી છે. જે સક્રિય છે અને જેથી કાર્યકર્તા અને નેતાઓ સરળતાથી સંપર્ક કરી શકે. સુધારાના પક્ષમાં રહેલા નેતાઓએ પાર્ટીના તમામ પદો પર સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીની માંગ કરી છે. પત્ર લખનારા લોકોમાં, 5 ભૂતપૂર્વ મુખ્યમંત્રી સહિત ઘણા પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ શામેલ છે.


આ પણ વાંચો:- પૂર્વ લદાખમાં ચીનની નવી ચાલ, મૂક્યો આ પ્રસ્તાવ; જાણો ભારતે શું આપ્યો તેનો જવાબ


રાહુલ ગાંધી સમર્થકો કરે છે દલીલનો વિરોધ
ત્યારે રાહુલ ગાંધીની વાપસીના પક્ષમાં રહેલા નેતાઓએ 'સામૂહિક નેતૃત્વ'ની દલીલોનો વિરોધ કર્યો છે. પાર્ટીના સાંસદ મણિકમ ટાગોરે રાહુલ ગાંધીની ફરી વાપસીને લઇને સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. તેલંગાણાના પૂર્વ સાંસદ અને પાર્ટીના મહારાષ્ટ્રના પ્રભારી સચિવ ચલ્લા વામસી ચંદ રેડ્ડીએ પણ રાહુલ ગાંધીને કોઈ પણ વિલંબ કર્યા વગર કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની માંગ કરી છે.


એવું માનવામાં આવે છે કે સોમવારે યોજાનારી પાર્ટીની કાર્યકારી સમિતિની બેઠક હંગામો થઈ શકે છે. રાજકીય નિષ્ણાતોના મતે, રાહુલ ગાંધીના ફરીથી રાજ્યાભિષેક થવાની સંભાવનાઓ વધુ છે. જો રાહુલ ગાંધી સંમત ન થાય, તો ગાંધી પરિવાર પ્રત્યે વફાદાર એક વૃદ્ધ નેતાને અધ્યક્ષની જવાબદારી સોંપી શકાય છે.


આ પણ વાંચો:- સોનિયા ગાંધી છોડી શકે છે અધ્યક્ષ પદ, શું ગાંધી પરિવારની બહારનો શખ્સ સંભાળશે પાર્ટી?


ચૂંટણીની જગ્યાએ સર્વસંમતિથી ચૂંટવામાં આવે નવા અધ્યક્ષ- સલમાન ખુર્શીદ
પૂર્વ વિદેશ મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે પાર્ટીમાં અધ્યક્ષ પદ માટે ચૂંટણીની જગ્યાએ સર્વસંમતિની તક આપવાની માંગ કરી છે. તેમણે કહ્યું હતું કે ચૂંટણીને કારણે પાર્ટીમાં મ્યુચ્યુઅલ મતભેદ વધશે. તેથી, સર્વસંમતિ દ્વારા નવા પ્રમુખની પસંદગી થવી જોઈએ. સલમાન ખુર્શીદે કહ્યું કે રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા છે. ભલે તેઓ પ્રમુખ પદ ધરાવે છે કે નહીં, પરંતુ એક નેતા તરીકે, તે દરેક કોંગ્રેસીને સ્વીકાર્ય છે.


લોકસભાની ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધીએ ગયા વર્ષે કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તે પછી કોંગ્રેસ કાર્યકારી સમિતિએ સોનિયા ગાંધીને 2019માં પાર્ટીના વચગાળાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. હવે સોનિયા ગાંધીએ આ પદ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જે બાદ સોમવારે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક મળવા જઇ રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર