નવી દિલ્હી: કોઈને જોઈને આંખ મારવી (Winking) કે હવામાં ચુંબનનો ઈશારો કરવો (Flying Kisses) એ પણ શારીરિક સતામણીની શ્રેણીમાં આવે છે. પોક્સો કોર્ટ(Pocso Court) એ આમ કરવા બદલ 20 વર્ષના યુવકને એક વર્ષની સજા ફટકારી છે. આ સાથે જ તેને 15000 રૂપિયાનો દંડ પણ લગાવાયો છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે આરોપી યુવકે સગીરાને જોઈને આંખ મારવી અને હવામાં કિસ કરવા જેવું કૃત્ય કર્યું જેને શારીરિક સતામણી (Sexual Harassment) કહી શકાય. કોર્ટે આરોપી પર 15 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો જેમાંથી 10 હજાર રૂપિયા પીડિત પક્ષને આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ 14 વર્ષની પીડિત બાળકીએ કોર્ટને જણાવ્યું કે 29 ફેબ્રુઆરીના રોજ તે તેની બહેન સાથે ક્યાંક જઈ રહી હતી ત્યારે પાડોશમાં રહેતા આરોપીએ તેને જોઈને આંખ મારી અને તેની તરફ હવામાં ચુંબન ઉછાળ્યું. આરોપી પહેલા પણ આવી હરકત કરી ચૂક્યો હતો અને અનેકવાર સમજાવ્યા છતાં તેનામાં કોઈ ફરક નહતો પડ્યો. પીડિતાની માતાએ જણાવ્યું કે આરોપી યુવકની હરકતો અંગે પીડિતાએ તેમને જણાવ્યું હતું. તેમણે અનેકવાર યુવકને આવું ન કરવા માટે સમજાવ્યું હતું પરંતુ તે જ્યારે ન સુધર્યો તો તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી. 


આ મામલે સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલે કહ્યું કે બાળકી અને તેની માતા દ્વારા લગાવવામાં આવેલા આરોપોને શારીરિક સતામણી તરીકે જોવા જોઈએ નહીં. વકીલે એવો પણ આરોપ લગાવ્યો કે પોલીસે આ મામલે યોગ્ય રીતે તપાસ કરી નથી. જો કે કોર્ટે બચાવ પક્ષની દલીલોને નજરઅંદાજ  કરી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે એવું કોઈ કારણ જોવા મળતું નથી જેનાથી સ્પષ્ટ થઈ શકે કે પીડિતાએ ખોટા આરોપ લગાવ્યા છે. જો તે તેના પુરતા પુરવા છે કે આરોપીને અનેકવાર આવી હરકતો ન કરવા માટે જણાવવામાં આવ્યું. કોર્ટે વધુમાં કહ્યું કે કોઈને જોઈને આંખ મારવી કે હવામાં કિસ કરવી તે ઉત્પીડનની શ્રેણીમાં આવે છે. 


Bet ના આરોપથી કર્યો ઈન્કાર
બચાવ પક્ષે એ પણ આરોપ લગાવ્યો કે પીડિતાની કઝિન અને આરોપી વચ્ચે 500 રૂપિયાની શરત લાગી હતી. આ શરતના કારણે આરોપીએ તેને જોઈને આંખ મારી. જો કે બાળકીએ કોર્ટમાં આ આરોપને ફગાવ્યો. તેણે કોર્ટને કહ્યું કે શરતની વાત સંપૂર્ણ રીતે ખોટી છે. આરોપી યુવક સતત આવી હરકતો કરી રહ્યો હતો. બચાવ પક્ષે કોર્ટમાં વાંરવાર એ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો કે પીડિતા અને તેની માતાની દલીલો યોગ્ય નથી પરંતુ કોર્ટે પીડિતાના પક્ષમાં જ ચુકાદો આપ્યો. 


Video: રસી લીધા પછી પણ જો કોરોના થાય તો રસીનો ફાયદો શું? જવાબ ખાસ જાણો


CRPF જવાનને તાબડતોબ છોડવો પડ્યો...કારણ કે 'આ' ડરના કારણે નક્સલીઓના ટાંટિયા ઢીલા થઈ ગયા હતા


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube