ભદોહી: ભદોહીના ગોપીગંજ વિસ્તારમાં દંબગો દ્વારા કરવામાં આવેલી છેડતીનો વિરોધ કરી રહેલી એક મહિલા કાલીન બુનકરના ઘરમાં ઘુસીને કથિત રીતે માર માર્યો અને પછી નિર્વસ્ત્ર કરી આખા ગામમાં દોડાઇને તેને માર મારવામાં આવ્યો છે. આ મામલામાં પીડિતા પક્ષની સામે પણ મારપીટનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ યાદવેન્દ્ર યાદવે આજે જણાવ્યું કે ગોપીગંજ વિસ્તારમાં એક ગામમાં 32 વર્ષીય એક મહિલા બુનકર શનિવારે બુનકરો માટે જાહેર કરવામાં આવેલા શિલ્પી કાર્ડ બનાવવા ગઇ હતી. લાલચંદ યાદવ નામના વ્યક્તિ પર તેણે છેડતીનો આરોપ લગાવ્યો છે. મહિલાએ તેનો વિરોધ કર્યા તો યાદવ ગુસ્સે થઇ ગયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: આ યુનિવર્સિટીના VCએ વિદ્યાર્થીઓને કહ્યું, 'ઝઘડો થાય તો મર્ડર કરીને આવજો, બાકી હું ફોડી લઈશ'


તેમણે જણાવ્યું કે મહિલાનો આરોપ છે કે સાંજે લાલચંદ તેમના ત્રણ અન્ય સાથીઓ પ્રદીપ યાદવ, રીંકૂ યાદવ અને રાજધર યાદવને લઇને જબરદસ્તી તેમના ઘરમાં ઘૂસી ગયા અને તેને ખરાબ રીતે માર માર્યો હતો. પછી ઘરની બહાર કાઢી નિર્વસ્ત્ર કરી ગામમાં દોડાવી દાડાવીને તેને માર માર્યો હતો. તે દરમિયાન ગામમાં લોકો તમાશો જોઇ રહ્યા હતા અને તેમાંથી કેટલાક લોકોએ તો આ ઘટનાનો વીડિયો બનાવવી તેને વાયરલ કર્યો છે.


વધુમાં વાંચો: આસામ: અદ્દલ માણસના ચહેરા જેવો દેખાય છે આ કરોળિયો, VIDEO જોઈને સ્તબ્ધ થઈ જશો


યાદવે જણાવ્યું કે ઘાયલ મહિલાએ હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવી રહી છે. આ મામલે ચારેય આરોપીઓની સામે નોમિનેટેડ કેસ દાખલ કરી લાલ ચંદ યાદવની આજે સવારમાં ધરપકડ કરવામાં આવી છે. અન્ય ત્રણ આરોપીઓની ધરપકડનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


વધુમાં વાંચો: PM મોદીની અપીલ, 'કુંભ જાઓ અને ફોટો પાડીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લોકોને પ્રેરિત કરો'


તેમણે જણાવ્યું કે પોલીસ અને આરોપી લાલ ચંદ યાદવની તરફથી પણ પીડિત માહિલા અને તેના પતિની સામે મારામારીની કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ રાજેશ એસ. ગોપીગંજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અનિલ યાદવ આ કેસમાં બેદરકારીના ચાર્જ પર હાજર કરવામાં આવ્યા હતા.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...