પાર્લરમાં ₹17,500 આપીને કરાવ્યું ફેશિયલ મસાજ, સુંદરતા સાઇડમાં રહી સ્કીન બળી ગઇ
Skin Burns after Facial Massage: મુંબઈમાં ચહેરાની મસાજ કરાવ્યા બાદ એક મહિલાની ત્વચા બળવા લાગી. જ્યારે વધુ બળતરા થઈ ત્યારે મહિલા ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટરે કહ્યું કે ત્વચાને કાયમી નુકસાન થઇ છે. મહિલાએ બ્યુટી સલૂનમાં હાઈડ્રેફેસિયલ ટ્રીટમેન્ટ માટે 17,500 રૂપિયા ચૂકવ્યા હતા.
નવી દિલ્હીઃ મુંબઈની માયાનગરીમાંથી એક ભયાનક સમાચાર સામે આવ્યા છે. એક મહિલા ચહેરાના મસાજ માટે બ્યુટી પાર્લર (Beauty Parlor) માં ગઈ હતી. તે રૂ. 17,500ની હાઇડ્રાફેશિયલ ટ્રીટમેન્ટ (HydraFacial treatment) હતી. પરંતુ થોડા સમય બાદ મહિલાની ચામડી બળવા લાગી. જ્યારે મહિલાએ તેને ડોક્ટરને બતાવ્યું તો જાણવા મળ્યું કે ફેશિયલ મસાજથી ત્વચાને કાયમી નુકસાન થયું છે. આ પછી પીડિત મહિલાએ બ્યુટી સલૂન વિરુદ્ધ FIR નોંધાવી છે. આ ઘટના 17 જૂનની છે. મહિલાએ કામધેનુ શોપિંગ સેન્ટરના ગ્લો લક્સ સલૂનમાં આ ફેશિયલ મસાજ કરાવ્યું હતું.
Credit Card નો ઉપયોગ કરો છો તો હવે બેંકને આપવી પડશે આ જાણકારી, જાહેર કર્યો નવો નિયમ
તો આ દિવસે લાગશે વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ, આ રાશિઓની વધશે મુશ્કેલીઓ
WhatsApp લાવી રહ્યું છે iOS માટે ધમાકેદાર ફીચર! મળશે આ પાવર; સાંભળી ઝૂમી ઉઠશે યૂઝર્સ
લગ્ન કરવામાં પડી રહ્યા છે ડખા તો ગભરાશો નહી, અજમાવો આ ઉપાય, બધું થાળે પડી જશે
પરમેનેન્ટ ડેમેજ થઇ સ્કીન
બ્યુટી સલૂનમાં ચહેરાની મસાજ કરાવ્યા પછી, મહિલાને તેની ત્વચા પર બળતરાની લાગણી થઈ. જ્યારે બળતરા વધવા લાગી તો મહિલાએ સ્કિન એક્સપર્ટને બતાવ્યું. ડોક્ટરે જણાવ્યું કે ફેશિયલ ટ્રીટમેન્ટથી ત્વચાને કાયમી નુકસાન થયું છે. ડૉક્ટરે મહિલાની ત્વચાની બળતરા અને સ્કીનને પહોંચેલા નુકસાનની સારવાર કરાવી. ત્યારબાદ મહિલાએ સ્થાનિક MNS કોર્પોરેટર પ્રશાંત રાણેની મદદથી સલૂન સામે એફઆઈઆર નોંધાવી હતી.
'શ્રી રામ' પાસેથી શીખવી જોઈએ આ 5 વાતો, તો સીતાની જેમ પત્ની ખુશીથી આપશે સાથ
મારો પતિ એની GF માટે અમારા રૂપિયાની કરી રહ્યો છે ચોરી, મારે તેની સાથે વાત કરવી જોઈએ?
Hiccup: ચપટી વગાડતાં જ બંધ થઇ જશે તમારી હેડકી, અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર
ટ્વિટર યુઝર્સે કરી આ કોમેન્ટ્સ
રાણેએ ટ્વિટર પર આ ભયાનક ઘટના વિશે પોસ્ટ કર્યું હતું, જે પછીથી હટાવવામાં આવ્યું હતું. ટ્વીટમાં લખ્યું હતું કે, 'એક મહિલા અંધેરી લોખંડવાલા માર્કેટ કામધેનુ શોપિંગ સેન્ટરના ગ્લો લક્સ સલૂનમાં ફેશિયલ કરાવવા ગઈ હતી. ગુણવત્તા હિન ઉત્પાદનો અને તકનીકોના ઉપયોગને કારણે ત્વચા બળી ગઈ. મનીકંટ્રોલના જણાવ્યા અનુસાર, આ ટ્વિટર પોસ્ટ પર મોટી સંખ્યામાં યૂઝર્સે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને સલૂન સામે કાર્યવાહીની માંગ કરી. એક યુઝરે લખ્યું, 'ભયાનક, માય ગોડ! 17,500 રૂપિયા ચૂકવ્યા બાદ પણ મહિલાની ચામડી બળી ગઈ હતી.
રોટલીના લોટ બાબતે તમારી પત્ની પણ આ ભૂલો કરતી હોય તો સમજાવજો, બધાને હોસ્પિટલ મોકલશે
Viral News: દુનિયાની તે જગ્યા જ્યાં પુરૂષો નથી! વર માટે તરસે છે મહિલાઓ
ભારત નહી પણ આ મુસ્લિમ દેશમાં છે વિષ્ણુજીની સૌથી ઊંચી પ્રતિમા,ફેમસ છે આ ટુરિસ્ટ પ્લેસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube