ઝી બ્યુરો/નવી દિલ્હી: ભારત દેશની મહિલાઓ કડવા ચોથથી લઇને અનેક વ્રતો પોતાના પતિ માટે રાખતી હોય... જો કે, કુંવારી છોકરીઓ પણ સારા પતિ માટે વ્રત અને ઉપવાસ કરે છે પરંતુ હિંદુ ધર્મમાં લગ્ન બાદ બિંદી, સિંદૂર જેવા સોળ શણગાર મહિલાઓની સુંદરતાનું પ્રતિક છે. એવું કહેવામાં આવે છે કે, સોળે શણગારથી પતિનું આયુષ્ય લાંબુ થાય છે પણ તમને કોઇ એવું પૂછે કે, પતિ જીવિત હોવા છતા પણ મહિલાઓ વિધવાની જેમ જિંદગી જીવે ખરા..? જેનો જવાબ છે હા...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આધારકાર્ડમાં પણ આવી શકશે તમારો રૂપાળો ફોટો, ખરાબ ફોટાને બદલો સરળ રીતે, આ છે પ્રક્રિય


આ વાત સાચી છે. ભારત દેશમાં એક સમૂદાય છે. જ્યાં મહિલાઓ તેમના પતિ જીવિત હોવા છતા વિધવાની જેમ જિંદગી જીવે છે. આ અનોખી પરંપરા પૂર્વ ઉત્તર પ્રદેશના એક વિસ્તારની છે. અહીં ગછવા સમૂદાય રહે છે. જે સમૂદાયની પરિણીત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વર્ષમાં લગભગ 5 મહિના વિધવા રહે છે. એવું એટલા માટે કે, આ સમૂદાયના પુરુષો વર્ષમાં 5 મહિના તાડીની ખેતી કરે છે. પરંપરા મુજબ વર્ષમાં 5 મહિના પુરુષો ઊંચા-ઊંચા ઝાડ પરથી તાડી તોડવા માટે જાય છે.. તે સમયે પરિણીત મહિલાઓ બિંદી અથવા તો કોઇ શ્રૃંગાર કરતી નથી.


ગુજરાતના તાતના માથે આવતીકાલે આવશે આફત, સમજી ન શકાય તેવી ઋતુની આગાહી 


શ્રૃંગાર ન કરવા પાછળ એક રોચક કારણ છે જ્યારે તેઓના પતિ તાડી તોડવા માટે ઊંચા ઝાડ પર ચઢે છે. ત્યારે એક નાની ભૂલ પણ તે માણસનો જીવ લઇ શકે છે કારણ કે, આટલી ઊંચાઇ પરથી કોઇ પડે તો બચવું અશક્ય હોય છે. એટલા માટે તેમની પત્ની પોતાના આભૂષણો માતાના મંદિરમાં રાખીને પતીના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. 


BMW હિટ એન્ડ રન : સત્યમ શર્મા અકસ્માત બાદથી ગાયબ, પિતાએ આપ્યું મોટું નિવેદન


ગછવા સમૂદાય તરકુલા દેવીને તેમની કુળદેવી માને છે. તેઓ માને છે કે, આવું કરવાથી કુળદેવી પ્રસન્ન થાય છે અને તેઓના પતિ 5 મહિના કામ કરી સહી સલામત પરત ફરે છે.