ગુજરાતના તાતના માથે આવતીકાલે આવશે આફત, સમજી ન શકાય તેવી ઋતુની આગાહી
Gujarat Weather Update : થંડર સ્ટોર્મ એક્ટિવિટીના લીધે 4 અને 5 માર્ચે માવઠાની હવામાનની આગાહી... કચ્છ, અમેરલી, ભાવનગર, જૂનાગઢ, સુરત, વલસાડ અને નવસારીમાં પડી શકે છે વરસાદ..
Trending Photos
Gujarat Weather Update : ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામા આવી છે. માવઠાની આગાહીથી સુરતમાં ખેડૂતોની ચિંતા વધી છે. 4થી 6 માર્ચ સુધી માવઠાની આગાહીથી કેરી, ઘઉં અને કપાસના પાકને અસર થવાની ભીતિ છે. ઉનાળાના આગમન બાદ પણ માવઠાની આગાહીથી ખેડૂતોને તેમના પાકનું ટેન્શન થઈ રહ્યું છે. કારણ કે, માવઠાથી કેરી, ઘઉંના પાકને અસર થવાની ચિંતા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, 4, 5, 6 તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી રાજ્યમાં ગરમી વચ્ચે કમોસમી વરસાદ આવશે. 4,5,6 તારીખે ગાજવીજ સાથે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ આવશે. ખાસ કરીને, સોરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક ગામોમાં આગામી ૪ માર્ચથી હળવોથી મધ્યમ વરસાદ પડશે. માવઠાનો સીલસીલો ત્રણ દિવસ ચાલુ રહેશેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણના રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ ત્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તેની અસરને પગલે બદલાયેલા વાતાવરણથી રાજસ્થાન અને બિહારમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું છે.
આ પણ વાંચો :
તેમણે કહ્યું કે, પવનોનો દિશા બદલાતા બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ છે. જેને પગલે વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા, નવસારીમાં આગાહી છે. તો સૌરાષ્ટ્રમાં કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને અમરેલીમાં વરસાદની આગાહી છે. આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાન વધશે. 3 થી 5 ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળશે. અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રી નોંધાયું છે. ગીર સોમનાથમાં હિટવેવની આગાહી કરાઇ છે.
ઉનાળાનું આગમન થઇ ચૂક્યું છે. હાલની સ્થિતિની વાત કરીએ તો, ગુજરાતના 8 શહેરોમાં તાપમાન 37 ડિગ્રીને પાર થયું છે. ગાંધીનગરમાં 37.5 ડિગ્રી, ભુજમાં 37.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદ, કંડલામાં મહત્તમ તાપમાનનો પારો 37.3 ડિગ્રીએ પહોંચ્યો છે. સુરતમાં આજે લઘુત્તમ તાપમાનમાં થયેલા વધારાથી ગરમીના પ્રમાણમાં વધારો થયો છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે