મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019થી ફહેલા NCP પ્રમુખ શરદ પવારે(Sharad Pawar) તેમની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(Enforcement Diroctorate) દ્વારા દાખલ કરવામાં આવેલા કેસ અંગે જણાવ્યું કે, હું તપાસમાં પુરતો સહયોગ આપીશ અને 27 સપ્ટેમ્બરના રોજ ઈડીની ઓફિસે પહોંચીશ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શરદ પવારે જણાવ્યું કે, "મને માહિતી મળી છે કે, કેન્દ્ર સરકારના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વિભાગે મારું નામ નોંધ્યું છે. ઈડીએ મારી સામે ગુનો દાખલ કર્યો છે. આ સંદર્ભમાં તપાસ એજન્સીને પુરતો સહયોગ આપીશ. કેસ શું છે એ મારે સમજવાનો છે. હું એક મહિનો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાના કારણે એજન્સી પાસે સમય માગીશ. 27 સપ્ટેમ્બરના રોજ બપોરે 2 કલાકે ઈડીની ઓફિસે જઈશ. તેમને જે કોઈ માહિતીની જરૂર હશે તે પુરી પાડીશ. હું બંધારણમાં વિશ્વાસ ધરાવતો વ્યક્તિ છું."


અયોધ્યા કેસ: મુસ્લિમ પક્ષકારોનો યૂ-ટર્ન, કહ્યું- અમે ક્યારે કહ્યું નથી કે રામ ચબૂતરો ભગવાનનું જન્મસ્થાન છે


આ અગાઉ મંગળવારે શરદ પવારને જ્યારે ખબર પડી કે તેમની સામે ઈડીએ કેસ દાખલ કર્યો છે તો તેમણે કહ્યું હતું કે, "કેસ દાખલ થઈ ચૂક્યો છે. મને જેલ જવામાં કોઈ વાંધો નથી. મને ખુશી થશે, કેમ કે મને અત્યાર સુધી આવી તક મળી નથી. જો કોઈએ મને જેલમાં મોકલવાનો પ્લાન બનાવ્યો છે તો હું તેનું સ્વાગત કરું છું."


આ પહેલા રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, "રાજકીય બદલાની ભાવનાથી કોઈ કાર્યવાહી કરી નથી કે તેની જરૂર પણ નથી. અમારી (શિવસેના-ભાજપ ગઠબંધન)ની સરકાર બનવું નક્કી છે. તો પછી અમે શા માટે રાજકીય બદલાની કાર્યવાહી કરીશું. ઈડી કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરી રહી છે."


NCP અધ્યક્ષ શરદ પવારની મુશ્કેલીઓમાં વધારો, EDએ દાખલ કર્યો મની લોન્ડરિંગ કેસ


ઉલ્લેખનીય છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(Enforcemet Director-ED) મંગળવારે મહારાષ્ટ્ર સ્ટેટ-કો-ઓપરેટિવ બેન્ક કૌભાંડમાં એનસીપીના અધ્યક્ષ શરદ પવાર(Sharad Pawar) સામે મની લોન્ડરિંગનો(Money Laundaring) કેસ દાખલ કર્યો હતો. બોમ્બે હાઈકોર્ટના(Bombay Highcourt) આદેશ પછી આ કૌભાંડમાં મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખાએ FIR દાખલ કરી હતી, જેમાં શરદ પવાર અને તેમના ભત્રીજા અજીત પવાર સહિત કુલ 70 પૂર્વ સંચાલકોનું નામ હતું. આ કૌભાંડ લગભગ રૂ.25 હજાર કરોડનું છે. બોમ્બે હાઈકોર્ટે જે-તે સમયે શરદ પવાર, તેમના ભત્રીજા અજિત પવાર સહિત 70 લોકો સામે FIR દાખલ કરવાનો આદેશ અપાયા પછી પોલીસે પગલું ભર્યું હતું. હાઈકોર્ટે સ્વીકાર્યું હતું કે, આ તમામ આરોપીઓને બેન્ક કૌભાંડ અંગે માહીતી હતી.  


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....