NCP અધ્યક્ષ શરદ પવારની મુશ્કેલીઓમાં વધારો, EDએ દાખલ કર્યો મની લોન્ડરિંગ કેસ
આ કૌભાંડ લગભગ રૂ.25 હજાર કરોડનું છે. બોમ્બે હાઈકોર્ટે જે-તે સમયે શરદ પવાર, તેમના ભત્રીજા અજિત પવાર સહિત 70 લોકો સામે FIR દાખલ કરવાનો આદેશ અપાયા પછી પોલીસે પગલું ભર્યું હતું. હાઈકોર્ટે સ્વીકાર્યું હતું કે, આ તમામ આરોપીઓને બેન્ક કૌભાંડ અંગે માહીતી હતી
Trending Photos
મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(Enforcemet Director-ED) મહારાષ્ટ્ર સ્ટેટ-કો-ઓપરેટિવ બેન્ક કૌભાંડમાં એનસીપીના અધ્યક્ષ શરદ પવાર(Sharad Pawar) સામે મની લોન્ડરિંગનો(Money Laundaring) કેસ દાખલ કર્યો છે. બોમ્બે હાઈકોર્ટના(Bombay Highcourt) આદેશ પછી આ કૌભાંડમાં મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખાએ FIR દાખલ કરી હતી, જેમાં શરદ પવાર અને તેમના ભત્રીજા અજીત પવાર સહિત કુલ 70 પૂર્વ સંચાલકોનું નામ હતું.
ઉલ્લેખનીય છે કે, આ કૌભાંડ લગભગ રૂ.25 હજાર કરોડનું છે. બોમ્બે હાઈકોર્ટે જે-તે સમયે શરદ પવાર, તેમના ભત્રીજા અજિત પવાર સહિત 70 લોકો સામે FIR દાખલ કરવાનો આદેશ અપાયા પછી પોલીસે પગલું ભર્યું હતું. હાઈકોર્ટે સ્વીકાર્યું હતું કે, આ તમામ આરોપીઓને બેન્ક કૌભાંડ અંગે માહીતી હતી.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપીની સરકારના સમયે મહારાષ્ટ્ર સ્ટેટ-કો-ઓપરેટિવ કૌભાંડમાં આર્થિક ગેરરીતિનું કૌભાંડ બહાર આવ્યું હતું. શરદ પવાર, તેમના ભત્રીજા સહિત અન્ય ડિરેક્ટરો સામે બેન્કિંગ અને આરબીઆઈના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. તેમણે કથિત રીતે ખાંડની મિલોને ઓછા દરે ધિરાણ આપ્યું હતું અને ડિફોલ્ટરોની સંપત્તીઓને પણ અત્યંત સસ્તા ભાવે વેચી નાખી હતી.
તેમની સામે આરોપ છે કે, સસ્તી લોન આપવા અને તેની ચૂકવણી ન થવાના કારણે વર્ષ 2007થી 2011 દરમિયાન બેન્કોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મંત્રી અને તત્કાલિન નાણા મંત્રી અજિત પવાર એ સમયે બેન્કના ડિરેક્ટર હતા.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે