અયોધ્યા કેસ: મુસ્લિમ પક્ષકારોનો યૂ-ટર્ન, કહ્યું- અમે ક્યારે કહ્યું નથી કે રામ ચબૂતરો ભગવાનનું જન્મસ્થાન છે

જિલાનીએ કહ્યું કે કાલે અમે એ નથી કહ્યું કે 'રામ ચબૂતરો જન્મસ્થળ છે. અમે કહ્યું હતું કે 1886માં ફૈજાબાદ કોર્ટે જજને કહ્યું હતું કે 'રામ ચબૂતરો' ભગવાન રામનું જન્મસ્થળ છે. અમે તે નિર્ણયને ક્યારેય પડકાર્યો નથી. અમે અમારી તરફથી કહ્યું નથી કે આ જન્મસ્થળ છે. 

અયોધ્યા કેસ: મુસ્લિમ પક્ષકારોનો યૂ-ટર્ન, કહ્યું- અમે ક્યારે કહ્યું નથી કે રામ ચબૂતરો ભગવાનનું જન્મસ્થાન છે

નવી દિલ્હી: સુન્ની વકફ બોર્ડ દ્વારા વકીલ જફરયાબ જિલાનીએ અયોધ્યા કેસ (Ayodhya Case) પોતાની દલીલ રજૂ કરતાં સ્પષ્ટ કર્યું છે કે સુન્ની વક્ફ બોર્ડે આ ક્યારેય સ્વિકાર્યું નથી કે રામ ચબૂતરો ભગવાન રામનું જન્મસ્થળ છે. અમારું કહેવું એ છે કે આ હિંદુઓનો વિશ્વાસ છે કે જિલ્લા જજની આ મામલે ઓબ્ઝર્વેશન બાદ અમે આ સંદર્ભમાં કોઇ પગલું ભર્યું નથી. જજે કહ્યું હતું કે આ રામ ચબૂતરો ભગવાન રામનું જન્મસ્થળ છે. અમે ક્યારેય અમારા દ્વારા કહ્યું નથી કે આ જન્મસ્થળ છે. જોકે મંગળવારે 30મા દિવસે સુનવણી દરમિયાન જફરયાબ જિલાનીએ કોર્ટમાં કહ્યું હતું કે રામ ચબૂતરો રામનું જન્મસ્થળ છે અને તેના પર તેમને કોઇ વાંધો નથી.  

જિલાનીએ કહ્યું કે કાલે અમે એ નથી કહ્યું કે 'રામ ચબૂતરો જન્મસ્થળ છે. અમે કહ્યું હતું કે 1886માં ફૈજાબાદ કોર્ટે જજને કહ્યું હતું કે 'રામ ચબૂતરો' ભગવાન રામનું જન્મસ્થળ છે. અમે તે નિર્ણયને ક્યારેય પડકાર્યો નથી. અમે અમારી તરફથી કહ્યું નથી કે આ જન્મસ્થળ છે. 

આ પહેલાં સુનાવણીની શરૂઆતમાં એક વકીલ હિમાંશુ શેખર ઝાએ કહ્યું કે સુન્ની વકફ બોર્ડે રામ જન્મસ્થળને લઇને સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરી છે અને રામચરિત માનસ પર સવાલ ઉઠાવ્યા છે, તેના વિરૂદ્ધ દલીલ આપવા માંગે છે. શેખર ઝાએ કહ્યું કે રામચરિત માનસ દુનિયાની સૌથી મોટી વધુ પ્રમાણિકતા દસ્તાવેજ અને ઇતિહાસ છે. તેને લઇને દલીલ આપવા માંગુ છું. સુપ્રીમ કોર્ટે ઝાને પૂછ્યું કે તમે કઇ તરફ છો. ઝાએ કહ્યું કે હું કોઇની તરફ નથી પરંતુ રામચરિત માનસને લઇને દલીલ રજૂ કરવા માંગુ છું. તેના પર સુપ્રીમ કોર્ટે ઝાને સાંભળવાની ના પાડી દીધી અને મુસ્લિમ પક્ષના વકીલ જફરયાબ જિલાને રજૂઆત કરવા માટે કહ્યું. 

મંગળવારે સ્વીકાર્યું હતું કે 'રામ ચબૂતરો' ભગવાન શ્રીરામનું જન્મસ્થળ છે
મંગળવારે રાજીવ ધવન બાદ મુસ્લિમ પક્ષ ત અરફથી જફરયાબ જિલાની દલીલ રજૂ કરતાં કહ્યું કે હિંદુ પક્ષના જન્મસ્થાનના દાવા વિરૂદ્ધને તે વાલ્મિકી રામાયણ અને રામચરિત માનસને આધાર બનાવીને ચર્ચા કરશે. જિલાનીએ કહ્યું કે મામલો આસ્થા પર આધારિત છે અને અમે બીજા પક્ષ પાસે આશા રાખતા નથી કે હજાર વર્ષ પાછળ જઇને પુરાવા લાવો. પરંતુ રામાયણ અને રામચરિત માનસમાં જન્મભૂમિનો ઉલ્લેખ નથી. જસ્ટિસ ચંદ્વચૂડે કહ્યું કે તેનાથી સાબિત થતું નથી કે જગ્યા અસ્તિત્વ નથી. 

જસ્ટિસ બોબડેએ જિલાનીને પૂછ્યું કે તમે તેના પર ચર્ચા કરવા માંગતા નથી કે રામનો જન્મ અયોધ્યામાં થયો હતો? જિલાનીએ કહ્યું કે તેના પર ચર્ચા ન થઇ શકે. અમે ફક્ત તેના વિરૂદ્ધ છીએ કે તેમનો જન્મ ત્યાં થયો હતો જ્યાં મસ્જિદ છે. જસ્ટિસ બોબડેએ પૂછ્યું કે તમારું માનવું છે કે રામ ચબૂતરો જન્મસ્થળ છે. જિલાનીએ કહ્યું કે જી હા કારણ કે પહેલાં કોર્ટ આ જ કહી ચૂકી છે. મુસ્લિમ પક્ષનું માનવું છે કે 'રામ ચબૂતરો' રામનું જન્મસ્થળ છે. જફરયાબ જિલાનીએ કહ્યું કે અમને એ માનવામાં કોઇ વાંધો નથી કે રામ ચબૂતરો શ્રીરામનું જન્મસ્થળ છે કારણ કે એવું કોર્ટે પણ સ્વિકાર્યું છે. 

જસ્ટિસ બોબડેએ મુસ્લિમ પક્ષ્ડના વકીલને પૂછ્યું કે બાબરે મસ્જિદ ક્યાં બનાવી હતી મંદિર તોડીને અથવા ખાલી જમીન પર? જિલાનીએ કહ્યું કે મંદીર તોડીને નહી, ખાલી જગ્યા પર મસ્જિદ બનાવી હતી. જફરયાબ જિલાનીએ 'આઇને અકબરી'નો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ પુસ્તક બધા વર્ગોમાં લોકપ્રિય હતું. તેમછતાં તેના 'આઇને અકબરી'માં પણ 'જન્મસ્થાન'નો ઉલ્લેખ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news