કર્ણાટક: Work from Home: કોરોના સંક્રમણના કારણે મોટાભાગની ઓફિસોમાં કર્મચારી ઘરે બેઠા કામ કરવા મજબૂર છે. એવામાં વર્ક ફ્રોમ હોમનું કલ્ચર (Work From Home Culture) વધ્યું છે. પરંતુ કર્ણાટકથી એક નવો મામલો સામે આવ્યો છે. અહીંયા આઉટર રિંગ રોડ પર પ્રસ્તાવિત મેટ્રોનું કામ ચાલુ છે, જેના લીધે લોકોને અવર-જવરમાં મુશ્કેલી થશે. એવામાં સ્થિતિને જોતાં ત્યાંની તમામ કંપનીઓના ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ, આઇટી, ટીવી તથા જાહેરાત અને ટેક્નોલોજી તરફથી એક પત્ર મોકલવામાં આવ્યો છે. આ પત્રમાં કંપનીઓને ડિસેમ્બર 2022 સુધી વર્ક ફ્રોમ હોમ જાહેર કરવાની સલાહ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાહેર કરવામાં આવી એડવાઇઝરી
મેટ્રો રેલના કોર્પોરેશનનો હવાલો આપતાં આ પત્રમાં લખવામાં આવ્યું છે કે 'આઉટર રિંગ રોડ સેન્ટ્રલ સિલ્ક બોર્ડ થી કે આર પુરમ સુધી પ્રસ્તાવિત મેટ્રો લાઇનના કારણે કર્મચારીઓને મુશ્કેલી સહન કરવી પડે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સના એડિશનલ ચીફ સેક્રેટરી ઇવી રમના રેડ્ડીએ કહ્યું કે આ કામ દોઢથી બે વર્ષ સુધી ચાલુ રહી શકે છે. આવી સ્થિતિમાં કંપનીઓ પોતાના કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખતાં વર્ક ફ્રોમ હોમ ચાલુ રાખી શકે છે. 

Corona Update: 1 દિવસમાં વધ્યા 10 હજારથી વધુ કેસ, ત્રીજી લહેરની ઘંટી વાગી?


આપવામાં આવી આ સલાહ
બીજી તરફ અર્બન લેન્ડ ટ્રાંસપોર્ટ નિર્દેશલાયની કમિશ્નર વી. મંજૂલાએ કહ્યું કે અમને લાગશે કે વર્ક ફ્રોમ હોમને વધુ વધારી શકાય એમ નથી તો અમે તેના પર વિચાર કરીશું. તેમનું કહેવું ચેહ કે કંપનીઓ પોતાના કર્મચારીઓને બસ, મોટરસાઇકલ વડે યાત્રા માટે પ્રોત્સાહિત કરીશું. કારણ કે અમારી તરફથી કંપનીઓને સલાહ આપવામાં આવી છે. કંપની પોતાની સુવિધાનુસાર તેના પર વિચાર કરી શકે છે. 

New Rule: સાવધાન! બેંકમાં Cheque આપતાં પહેલાં જાણી લો RBI નો આ નિયમ, નહીતર વેઠવું પડશે ભારે નુકસાન


કંપની વિચાર કરીને લઇ શકે છે નિર્ણય
એડમિશન ચીફ સેક્રેટરી ઇવી રમન રેડ્ડીના અનુસાર આ બસ એક સલાહ છે. તેના પર વિચાર કરવો અને તેને લાગૂ કરવા અથવા ન કરવા કંપની પર નિર્ભર છે. કંપનીઓને તેને માનવો જરૂરી નથી. જો જરૂરી હોય તો કંપનીઓ વર્ક ફ્રોમ હોમ ઓફીસથી શરૂ કરી શકે છે. વિભાગ તરફ્થી આ પત્ર ફક્ત એટલા માટે જાહેર કરવામાં આવ્યો છે જેથી કોઇ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube