નવી દિલ્હીઃ કોરોના કાળમાં વર્ક ફ્રોમ હોમ (Work From Home)ના કલ્ચરમાં વધારો થયો છે. લૉકડાઉન દરમિયાન પણ વર્ક ફ્રોમ હોમને કારણે મોટી-મોટી કંપનીના કામ તો બંધ ન રહ્યાં પરંતુ તેની અસર ઓફિસની માંગ પર થઈ છે. વર્ક ફ્રોમ હોમને કારણે દેશના સાત મુખ્ય શહેરોમાં ઓફિસ માટે ભાડા કે લીઝ પર જગ્યા લેવામાં 2020ના વાર્ષિક આધાર પર 44 ટકાનો ઘટાડો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની અસર
હકીકતમાં કોવિડ-19  (Covid-19) મહામારીને કારણે કંપનીઓએ પોતાની વિસ્તાર યોજના હાલ ટાળી દીધી છે અને કર્મચારીઓ માટે 'ઘરેથી કામ (Work From Home)'ની નીતિ અપનાવી રહી છે. પ્રોપર્ટી ક્ષેત્રની સલાહકાર કંપની જેએલએલ ઈન્ડિયા (JLL India)એ પોતાના રિપોર્ટમાં આ વાત કહી છે. દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર, મુંબઈ, ચેન્નઈ, કોલકત્તા, હૈદરાબાદ, પુણે અને બેંગલુરૂ આ સાત શહેરોમાં 2019માં કાર્યાલય માટે 4.65 કરોડ વર્ગફુટ જગ્યા લેવામાં આવી હતી. પરંતુ જેએલએલે કહ્યું કે, 2020ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કાર્યસ્થળની માંગ 52 ટકા વધીને 82.7 લાખ વર્ગફૂટ રહી જ્યારે તેનાથી પાછલા ક્વાર્ટરમાં માંગ 54.3 લાખ વર્ગફૂટની રહી હતી.


આ પણ વાંચોઃ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણમાં લાગશે સાડા ત્રણ વર્ષનો સમય, જાણો કેટલો આવશે ખર્ચ 


લૉકડાઉને કર્યા વધુ પ્રભાવિત
આ વર્ષે જાન્યુઆરી-માર્ચ દરમિયાન કાર્યાલય સ્થળની કુલ માંગ 88 લાખ વર્ગફૂટ રહી. આ માંગ વર્ષના બીજા ક્વાર્ટરમાં 33.2 લાખ વર્ગફૂટ રહી હતી. બીજા ક્વાર્ટરમાં માંગ પર લૉકડાઉનની અસર રહી હતી. જેએલએલ ઈન્ડિયાના સીઈઓ અને કન્ટ્રી હેડ રમેશ નાયરે કહ્યુ, વર્ષ 2019માં કુલ વપરાશ 4.6 કરોડ વર્ગફૂટના ઔતિહાસિક સ્તર પર રહ્યો હતો. તેની તુલનામાં જાવ તો 2020માં વપરાશમાં 44 ટકાનો ઘટાડો થયો છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube