ઝી મીડિયા/બ્યૂરો :દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. પર્યાવરણ દિવસ (World Environment Day) ને ઉજવવા પાછળનો હેતુ છે કે પર્યાવરણ પ્રતિ લોકોમાં જાગૃતતા આવી શકે. પહેલીવાર સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વર્ષ 1972માં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાની શરૂઆત કરાઈ હતી. 5 જૂન, 1974ના રોજ પહેલો પર્યાવરણ દિવસ ઉજવાયો હતો. વર્લ્ડ પર્યાવરણ દિવસ ઉજવવાની શરૂઆત સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં થઈ હતી. 1972માં પહેલીવાર પર્યાવરણ સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં 119 દેશોએ ભાગ લીધો હતો.


Video : ભૂદરના આરે થયું ગંગાપૂજન, નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાઈ જળયાત્રાની વિધિ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દર વર્ષે પર્યાવરણ દિવસની એક થીમ નક્કી કરવામાં આવે છે. આ વર્ષે ઉજવવામાં આવનાર પર્યાવરણ દિવસ ગત વર્ષોથી અલગ છે. આ વર્ષે લોકડાઉનને કારણે દુનિયાભરમાંથી મોટી માત્રામાં પ્રદૂષણ ઓછું થયું છે. ગત વર્ષો સુધી આપણે જ્યાં પર્યાવરણને લઈને વધુ ચિંતામાં રહેતા હતા, ત્યાં આ વર્ષે આ ચિંતા ઓછી થઈ ગઈ છે. તેથી આ વર્ષની પર્યાવરણ થીમ દર વર્ષ કરતા અલગ છે. 


24 કલાકમાં ડાંગમાં વરસાદ તૂટી પડ્યો, સાપુતારમાં 5.4 ઈંચ અને સુબિરમાં 2.44 ઈંચ વરસાદ નોંધાયો 


પર્યાવરણ દિવસ 2020નુ મહત્વ 
પર્યાવરણને સુધારવાના હેતુથી આ દિવસ મહત્વપૂર્ણ છે, જેમાં સમગ્ર વિશ્વ રસ્તામાં ઉભેલા ચેલેન્જિસને દૂર કરવાનો રસ્તો કાઢે છે. લોકોમાં પર્યાવરણ જાગૃતતાને જગાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સંચાલિત વિશ્વ પર્યાવરણ દિવસ દનિયાનું સૌથી મોટું વાર્ષિક આયોજન છે. તેનો મુખ્ય હેતુ આપણી પ્રકૃતિની રક્ષા કરવા માટે જાગૃતતા વધારવા અને દિવસેને દિવસે વધી રહેલા વિવિધ પર્યાવરણીય સમસ્યાઓને જોવાનું છે. 


આ વર્ષે ઉજવવામાં આવનાર પર્યાવરણ દિવસ ગત વર્ષોથી અલગ છે. આ વર્ષે લોકડાઉનને કારણે મોટી માત્રામાં પ્રદૂષણ ઓછું થઈ ગયું છે. ગત વર્ષો સુધી જ્યાં આપણે પર્યાવરણને લઈને વધુ ચિંતામાં હતા, ત્યાં આપણી ચિંતા આ વર્ષે ઓછી થઈ ગઈ છે. વાતાવરણ શુદ્ધ થઈ ગયું છે. તેથી આ વર્ષે આ દિવસ કંઈક અલગ છે. વિશ્વ પર્યાવરણ દિવસને સફળ બનાવી શકાય છે. દરેક વ્યક્તિએ સમજવાનું રહેશે કે જ્યારે પર્યાવરણ સ્વચ્છ રહેશે ત્યારે જ આ ધરતી પર જીવ સંભવ થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર