નવી દિલ્હી : કોરોના વાયરસનાં પ્રસારના કારણે વિશ્વનાં તમામ દેશોમાં દહેશતનું વાતાવરણ છે. ગત્ત ચાર દિવસમાં ભારતમાં પણ કોરોના વાયરસનાં 31 કિસ્સા સામે આવ્યા છે. જે મુદ્દે ભારત ચિંતિત છે, જો કે સરકાર તરફથી વારંવાર તૈયાર રહેવા માટેની વાત કહેવામાં આવી છે. જો કે ભારત સહિત વિશ્વનાં તમામ મોટા દેશોની સામે આ વાયરસથી થનારા આર્થિક નુકસાનમાંથી બહાર આવવું આજે મોટો પડકાર છે. વડાપ્રધાન મોદીએ શુક્રવારે એક કાર્યક્રમ દરમિયાન પણ આ વાત મુદ્દે પોતાની ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, દરેક યુગમાં નવા પડકારો સામે આવે છે. આપણી ‘Collaborate To Create’ ની spirit ને test કરવા માટે તેને મજબુત કરવા માટે તેને જે પ્રકારે  'COVID-19' નોવલ કોરોના વાયરસ તરીકે એક ખુબ જ મોટો પડકાર વિશ્વની સામે આવ્યો છે. બીજી તરફ નાગરિકતા કાયદો અને જમ્મુ કાશ્મીરનાં મુદ્દે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જે લોકો વિશ્વનાં શર્ણાર્થીઓને અધિકાર માટે જ્ઞાન આપે છે, તેઓ શરણાર્થીઓ માટે બનેલા સીએએનો વિરોધ કરે છે. જે લોકો દિવસરાત સંવિધાનની દુહાઇ આપે છે તેઓ આર્ટીકલ 370 જેવી અસ્થાઇ વ્યવસ્થા હટાવીને જમ્મુ કાશ્મીરમાં સંપુર્ણ રીતે સંવિધાનને લાગુ કરવાનો વિરોધ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો સ્માર્ટફોન વાપરી રહ્યા છો તો સાવધાન ! 1 અબજથી વધારે Android સ્માર્ટફોન પર હૈકિંગનો ખતરો !
વડાપ્રધાને કહ્યું કે, ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર દ્વારા અમે Status Quoમાં મોટુ પરિવર્તન લાવે અને હજારો કરોડ રૂપિયાને ખોટા હાથોમાં જતા અટકાવે. RERA કાયદો બનાવીને રીયલ એસ્ટેટ સેક્ટરને કાળાનાણાના બંધનથી મુક્ત કરવાનો પ્રયાસ કર્યો અને મધ્યમ વર્ગની પહોંચ તેના સપનાઓનું ઘર પણ બનાવ્યું. બીજી તરફ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બનાવીને Status Quo બદલ્યું અને અમારી સેનાઓમાં સારી સિનર્જી અને કોલોબરેશન સુનિશ્ચિત કર્યું. 


યોગી સરકાર: બેથી વધારે બાળકો હશે તો નહી મળે સરકારી નોકરી, ચૂંટણી પણ નહી લડી શકો !
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 2014 બાદથી Co-Operation In Spirit, Collaboration In Action અને Combination Of Ideas મુદ્દે આગળ ચાલ્યા છે. આજે ભારત Sustainable Growthનું એક એવું મોડલ બનાવી રહ્યું છે જે સમગ્ર વિશ્વ માટે લાભદાયી છે. અલગ અલગ ક્ષેત્રોમાં તેનાં પરિણામ સ્પષ્ટ દેખાઇ રહ્યા છે. 6 વર્ષ પહેલા દેશમાં Highways Construction ની સ્પીડ પ્રતિ દિવસ 12 કિલોમીટર હતી, આજથી તે 30 કિલોમીટરની આસપાસ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube