• યમુના દૂષિત, કોણ જવાબદાર?

  • છઠ પૂજા પહેલાં નદીમાં ઝેરી ફીણ

  • અનેક ફૂટ સુધી ઉંચી સફેદ ચાદર

  • કોણ કરે છે લોકમાતાને પ્રદૂષિત?

  • 2025 પહેલાં નદી સ્વચ્છ બની જશે!

  • ધર્મ અને ધાર્મિક સંસ્થાઓ ક્યારે ઉભી થશે?


Yamuna River: દિલ્લીમાં યમુના નદીમાં પ્રદૂષણ ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયું છે... જોકે છઠ્ઠ પૂજા આવતાં જ તેની સફાઈને લઈને ચર્ચા તેજ થઈ જાય છે... કેમ કે નદીના પ્રદૂષણે વ્રત કરનારા લોકોની સાથે સાથે રાજકીય ટેન્શન પણ વધારી દીધું છે... યમુનામાં ઝેરી ફીણના થર દર્શાવે છે કે નદી કેટલી ઝેરી બની ગઈ છે... અધિકારીઓએ તેને હટાવવા માટે રાસાયણિક ડિફોર્મ્સનો છંટકાવ શરૂ કર્યો છે.... પરંતુ ચિંતાની વાત એ છે કે છઠ્ઠ આટલી નજીક છે, ત્યારે ઝેરી ફીણમાં હજારો વ્રત કરનારા કેવી રીતે અર્ધ્ય આપશે?... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનેક ફૂટ ઉંચા ઝેરી ફીણના થર
જ્યાં નજર કરો ત્યાં સફેદ ચાદર


આ દ્રશ્યો દેશની રાજધાની નવી દિલ્લીના છે... અને દ્રશ્યોમાં તમે જે નદી જોઈ રહ્યા છો તે રાજ્યની જીવાદોરી સમાન યમુના નદીના છે... દેશની રાજધાની હોવા છતાં અહીંયા વાયુ પ્રદૂષણનું મોટું સંકટ છવાયેલું છે... તો હવે છઠ પૂજા પહેલાં યમુના નદીમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક સ્તરે પહોંચી ગયું છે... 


આ દ્રશ્યો નવી દિલ્લીમાં આવેલા કાલિંદી કુંજ વિસ્તારના છે... દ્રશ્યોમાં તમે જે ફીણના ગોટેગોટા જોઈ રહ્યા છો તે કોઈ નાળાં કે નહેરના દ્રશ્યો નથી... પરંતુ દિલ્લીની લાઈફલાઈન એવી યમુના નદીના છે... આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાલિંદી કુંજ વિસ્તારમાં યમુના અતિ પ્રદૂષિત બની ગઈ છે... 


યમુનોત્રીથી નીકળીને યમુના નદી લગભગ 1400 કિલોમીટરની સફર ખેડીને પ્રયાગરાજના સંગમમાં મળે છે... જોકે દિલ્લીમાં આ નદીની હાલત ખરાબ છે અને સૌથી વધારે પ્રદૂષિત પણ છે... જાણકારો એવું કહે છે કે યમુના નદીની આ સમસ્યા આખું વર્ષ રહે છે... પરંતુ છઠ્ઠ પૂજાના તહેવારોમાં જ યમુના નદી પર નજર જાય છે... 


આ તરફ ભાજપના નેતા શહઝાદ પૂનાવાલા સવારમાં કાલિંદી કુંજ પહોંચ્યા... અને તેમણે આમ આદમી પાર્ટીની સરકાર પર આકરા પ્રહાર કર્યા... 7000 કરોડ ક્યાં ગયા? કેજરીવાલ ડૂબકી લગાવશે?


હવે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું તે નિવેદન પણ સાંભળો... જે તેમણે 2023માં કહ્યું હતું...2025ને આડે હવે માત્ર 29 દિવસ બાકી રહ્યા છે... તેમ છતાં હજુ સુધી યમુના નદી સ્વચ્છ થઈ નથી... હિંદુ ધર્મમાં નદીઓનું બહુ ઉંચુ સ્થાન છે... પરંતુ દુર્ભાગ્યથી ધર્મ અને ધાર્મિક સંસ્થાઓ નદીઓ માટે ક્યારેય ઉભી થતી નથી... અને ગંદી રાજનીતિના કારણે દેશની નદીઓ વધુ ને વધુ પ્રદૂષિત બનતી જઈ રહી છે...