ઝી બ્યૂરો, અમદાવાદઃ વર્ષ 2020માં એકબાજુ આખી દુનિયા કોરોના સામે લડાઈ લડતી રહી અને બીજી બાજુ ભારતીય રાજનીતિના ધુરંધર નેતાઓ એક પછી એક દુનિયા છોડીને જતા રહ્યા. છેલ્લા એક વર્ષમાં આપણે દેશના અનેક જાણીતા નેતાઓને ગુમાવ્યા છે. કોઈ કોરોનાના કારણે તો કોઈ અન્ય બીમારીના લીધે અવસાન પામ્યાં. તેમાંથી એવા નેતા રહ્યા છે જે દેશમાં જ નહીં પરંતુ વિશ્વ સ્તરે પોતાની અલગ ઓળખ ધરાવતા હતા. અને જેમણે દેશના મહત્વના પદો પર રહીને ખાસ જવાબદારીઓ પણ નિભાવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના સંકટના કારણે વર્ષ 2020 દુનિયાભરના દેશો માટે મુશ્કેલીઓમાં પસાર થયું છે. એકબાજુ 2020ની શરૂઆતના ત્રણ મહિના પછી ભારતમાં કોરોના વાયરસનો રાફડો ફાટી નીકળ્યો. જેના કારણે દેશના લોકો તેની સામે લડાઈ લડતા રહ્યા. જોકે આ દરમિયાન ભારતના રાજકારણના અનેક જાણીતા નેતાઓ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા. ત્યારે કયા નેતાઓએ 2020માં દુનિયાને અલવિદા કહી. આવો જાણીએ.


Bye Bye 2020: કોરોનાથી રામ મંદિરના શિલાન્યાસ સુધી, આ 20 મોટી ઘટનાઓ માટે યાદ રહેશે વર્ષ 2020


અજીત જોગી:
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીનું નિધન પણ વર્ષ 2020માં થયું. પોતાને હંમેશા આદિવાસી પૃષ્ઠભૂમિનું બતાવનારા અજીત જોગીનું નિધન 29 મે 2020ના રોજ થયું. જોગી લાંબા સમયથી બીમાર હતા. તે પ્રશાસનિક સેવાથી નોકરી કરી રહ્યા હતા. પરંતુ રાજીવ ગાંધીના આગ્રહથી રાજનીતિમાં આવ્યા. છત્તીસગઢ રાજ્યના પહેલા મુખ્યમંત્રી તરીકે શપથ પણ લીધા. જોકે અજીત જોગી પોતાની જાતિ સંબંધી વિવાદને લઈને હંમેશા સમાચારમાં રહ્યા અને કોંગ્રેસથી અલગ થઈને પોતાની પાર્ટી બનાવી. પરંતુ ખાસ કોઈ ચમત્કાર કરી શક્યા નહીં.


જશવંત સિંહ:
સેનામાંથી રાજકારણી બનેલા બીજેપીના સંસ્થાપક સભ્ય જશવંત સિંહનું 82 વર્ષની ઉંમરમાં 27 સપ્ટેમ્બર 2020માં અવસાન થયું. તે લાંબા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતા. અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણીની સાથે તેમણે મળીને કામ કર્યું. રાજસ્થાનના રહેવાસી જશવંત સિંહે પહેલીવાર 1996માં વાજપેયી સરકારમાં કેન્દ્રીય નાણા મંત્રી તરીકે કામ કર્યું અને પછી વિદેશ મંત્રી પણ રહ્યા. રક્ષા ગોટાળામાં જ્યોર્જ ફર્નાન્ડીસનું નામ આવ્યા પછી જશવંત સિંહને રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા હતા. પરમાણુ પરીક્ષણ પછી દુનિયાના દેશોની સાથે સારા સંબંધો બનાવવામાં જશવંત સિંહની મહત્વની ભૂમિકા રહી. તેમની ગણતરી અટલ બિહારી વાજપેયીના અંગત નેતા તરીકે થતી હતી.


Bye Bye 2020: કોરોના કાળમાં રિયલ લાઈફ હીરો બન્યા આ બોલીવુડ અભિનેતા


રઘુવંશ પ્રસાદ:
સમાજવાદી નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહનું 74 વર્ષની ઉંમરમાં 13 સપ્ટેમ્બર 2020ના રોજ નિધન થયું. તે કોરોનાથી સંક્રમિત થયા હતા. જેના પછી તેમની દિલ્લીની એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી. રઘુવંશ બાબુનો જન્મ 6 જૂન 1946માં વૈશાલીના શાહપુરમાં થયો હતો.જેપી આંદોલનથી તેમણે પોતાની રાજકીય સફર શરૂ કરી હતી અને લાલુ યાદવના સૌથી નજીકના નેતાઓમાંથી એક હતા. આરજેડીના સંસ્થાપક સભ્ય રહ્યા. પરંતુ અંતિમ સમયમાં તેમણે પાર્ટી છોડી દીધી. તે આરજેડીના તે ગણ્યા-ગાંઠ્યા નેતાઓમાંથી એક રહ્યા. જેમના પર ક્યારેય કોઈ ભ્રષ્ટાચાર કે ગુંડાગીરીનો આરોપ લાગ્યો નહીં. તે ધારાસભ્યથી લઈને સાંસદ અને કેન્દ્રીય મંત્રી રહ્યા. અને મનરેગાને જમીન પર ઉતારવાનો શ્રેય પણ તેમને જાય છે.


અમર સિંહ:
સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અને રાજ્યસભા સાંસદ અમરસિંહનું 1 ઓગસ્ટ 2020ના રોજ અવસાન થયું. તે લાંબા સમયથી બીમાર હતા. અને સિંગાપુરની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું. અમર સિંહનો જન્મ 27 જાન્યુઆરી 1956માં ઉત્તર પ્રદેશના આઝમગઢમાં થયો હતો. 1996માં પહેલીવાર રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યા હતા. અમર સિંહ અને મુલાયમ સિંહ યાદવમાં ગાઢ મિત્રતા હતી. સાથે જ અમિતાભ બચ્ચન સાથે પણ તેમના ઘણા અંગત સંબંધો હતા. પરંતુ પછીથી બંનેની દોસ્તીમાં તિરાડ પડી ગઈ. અમર સિંહ તો જોડ-તોડની રાજનીતિ માટે વધારે જાણીતા હતા અને તેના કારણે યૂપીએ-1ની મનમોહન સરકારને બચાવવામાં તેમનું નામ વોટ ફોર નોટ કેસમાં સામે આવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube